TMKOC: ‘તારક મહેતા …’ માં ‘સ્પ્લિટ્સવિલા’ ફેમ આરાધના શર્માની એન્ટ્રી, જણાવ્યો અનુભવ

|

May 18, 2021 | 6:40 PM

'એમટીવી સ્પ્લિટ્સવિલા એક્સ 2' સ્ટાર આરાધના શર્મા (Aradhana Sharma) 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શો માં ડિટેક્ટીવના પાત્ર તરીકે જોવા મળી રહી છે.

TMKOC: તારક મહેતા ... માં સ્પ્લિટ્સવિલા ફેમ આરાધના શર્માની એન્ટ્રી, જણાવ્યો અનુભવ
Taarak Mehta Ka Ooltah Chashmah

Follow us on

‘એમટીવી સ્પ્લિટ્સવિલા એક્સ 2’ સ્ટાર આરાધના શર્મા (Aradhana Sharma) ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) શો માં ડિટેક્ટીવના પાત્ર તરીકે જોવા મળી રહી છે. આ શોમાં તે ગુંડાઓની ગેંગ માટે કામ કરી રહી છે. ચાલો તમને જાણાવી દઈએ કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં આજકાલ દવાઓનું બ્લેક માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પોપટલાલ દવાઓના બ્લેક માર્કેટિંગને સમાપ્ત કરવાના મિશન પર ગયા છે. આ માટે, તેઓ એક રિસોર્ટમાં રોકાઈ રહ્યા છે. દરમિયાન, શોમાં ઘણી નવી એન્ટ્રી પણ થઈ છે.

આરાધના શર્મા આ શોમાં રૂમ સર્વિસના સ્ટાફની મેંબર છે. હાલમાં જ તેમણે આ શો માટે શૂટિંગ શરુ કર્યું છે. તે શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશીને મળીને તેનો હરખ ન સમાણો. તાજેતરમાં જ એક મુલાકાતમાં આરાધના શર્માએ કહ્યું હતું કે તે તેમના માટે ફેન મોમેન્ટ હતો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

 

 

 

 

આરાધના શર્મા ‘સ્પ્લિટ્સવિલા 12’ માં જોવા મળી હતી. એક માહિતી અનુસાર, આરાધના શર્મા એક મોડેલ અને ડાન્સર પણ છે. તે ઘણા ફેશન શોમાં જોવા મળી છે.

તમને જણાવી દઈએ કે આરાધના શર્માનો જન્મ રાંચી ઝારખંડમાં થયો હતો અને તેમનો ઉછેર પુણેમાં થયો હતો. આરાધના શર્મા ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ 6’માં જોવા મળી હતી. તે સિઝનમાં તે ટોપ 36 ડાન્સર્સમાં સામેલ થઈ હતી.

બહેતરીન મોડલ અને ડાન્સર છે આરાધના

તમને જણાવી દઈએ કે આ પહેલા આરાધના શર્મા (Aradhana Sharma) સ્પ્લિટ્સવિલા -12 (Splitsvilla 12) માં દેખાઈ ચુકી છે. સ્પ્લિટ્સવિલાથી આરાધનાને જબરદસ્ત ઓળખ મળી હતી. સાથે જ તેમની ફેન ફોલોવિંગમાં પણ ઘણો વધારો થયો હતો. આરાધના સ્પ્લિટ્સવિલામાં તેની બોલ્ડ શૈલીને કારણે ચર્ચામાં આવી હતી. આરાધના એક સારી અભિનેત્રીની સાથે સાથે એક સારી મોડલ અને ડાન્સર પણ છે.

 

આ પણ વાંચો :- Look A Like : લોકપ્રિયતાની વાત કરીએ તો Amitabh Bachchan થી ઓછા નથી તેમના હમશક્લ, ફોટા જોઈને ઓળખવું થઈ જાય છે મુશ્કેલ

આ પણ વાંચો :- Sonu Sood: ‘તમે ડબલચેક કરી લો’, ડીએમએ મદદ કરવા પર ઉઠાવ્યા પ્રશ્નો, અભિનેતાએ આપ્યો યોગ્ય જવાબ

Next Article