TMKOC: સ્વિમિંગ પૂલમાં પડ્યા ડૉ. હાથી, નીકળી ગઈ નકલી દાઢી-મૂછ, શું બગડી જશે આખો પ્લાન

|

May 13, 2021 | 5:11 PM

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta ka Ooltah Chashmah) શોમાં હાલના દિવસોમાં પોપટલાલ (Popatlal) એક મહત્વપૂર્ણ મિશનને અંજામ દેવામાં લાગ્યા છે.

TMKOC: સ્વિમિંગ પૂલમાં પડ્યા ડૉ. હાથી, નીકળી ગઈ નકલી દાઢી-મૂછ, શું બગડી જશે આખો પ્લાન
Dr. Hathi, Popatlal

Follow us on

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta ka Ooltah Chashmah) શોમાં હાલના દિવસોમાં પોપટલાલ (Popatlal) એક મહત્વપૂર્ણ મિશનને અંજામ દેવામાં લાગ્યા છે. તે મિશનનું નામ ઓપરેશન કાલા કૌઆ છે. જેના દ્વારા તેઓ દવાની કાળાબાજારી કરવાવાળા ગેંગની ખોલશે પોલ કે જેથી આ સમયે દર્દીઓનો બચાવી શકાય.

 

પરંતુ એવું લાગે છે કે પોપટલાલનું મિશન જોખમમાં છે અને તેને પૂર્ણ કરવું ખૂબ મુશ્કેલ લાગે છે. કારણ કે આ ગેંગેને થઈ ગઈ છે શંકા ડૉ. હાથી (Dr. Hathi) પર અને હવે તેઓ પહેલા કરતા વધુ સજાગ થઈ ગયા છે તો શું મિશન નિષ્ફળ જશે?

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

સ્વિમિંગ પૂલમાં પડ્યા ડૉ. હાથી

જોકે બધું યોજના પ્રમાણે જ ચાલતું હતું પણ પછી કંઈક એવું થયું કે પોપટલાલની યોજના હવે બગડતી હોય તેવું લાગે છે. એવું બન્યું કે સ્વિમિંગ પૂલનાં કિનારા પર ઉભા ડૉ. હાથી ગેંગનો માસ્ટર માઈન્ડની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તે અચાનક પાણીમાં પડી ગયા અને આ ચક્કરમાં તેમની નકલી દાઢી અને મૂછ નિકળી ગઈ.

 

આવી સ્થિતિમાં તેમનો પીછો કરી રહેલ હોટલ કર્મચારીઓને તેમના પર થોડી શંકા ગઈ અને હવે મીટિંગ રિસોર્ટના પાર્કિંગમાં થવા જઈ રહી છે, જ્યાં કદાચ તેમનો પ્લાન બગડી શકે છે.

 

 

 

દરેક જગ્યાએ ડૉ. હાથીને શોધી રહ્યા છે પોપટલાલ

તે જ સમયે પોપટલાલ ડૉ. હાથીને આખા રિસોર્ટમાં શોધીને પરેશાન થઈ ગયા છે, પરંતુ તેમને તે ક્યાંય મળતા નથી. કારણ કે ડૉ. હાથીને ગેંગના માસ્ટર માઈન્ડ દ્વારા બીજે ક્યાંક મળવા બોલાવવામાં આવ્યા છે.

 

હવે સવાલ એ છે કે ડૉ. હાથી પોપટલાલનો સંપર્ક કેવી રીતે કરશે અને કેવી રીતે થશે આ દેશદ્રોહીઓનો પર્દાફાશ કારણ કે એવું પણ બની શકે છે કે પાણીમાં પડવાથી પેનમાં છુપાયેલ કેમેરો ખરાબ થઈ ગયો હોય. કોઈપણ રીતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક વાતની બાહેધરી આપવામાં આવે છે કે આનંદના અટ્ટહાસ પ્રેક્ષકોને અસંખ્ય વાર મળતા રહેશે.

 

આ પણ વાંચો :- The Family Man 2 ની રિલીઝ ડેટને લઈને આવ્યા નવા અપડેટ, Amazon Prime Video એ યુઝર્સને આપ્યો આ જવાબ

આ પણ વાંચો :- Aamir Khan ના આવા પણ દિવસો હતા, જ્યારે તે ફરી ફરીને પોતાની જ ફિલ્મના લગાવતા હતા પોસ્ટરો, જુઓ VIDEO

Next Article