Throwback Video: જુઓ શ્રીદેવીનો હાથ પકડીને ચાલી રહેલી જાનવી કપૂરના ચહેરા પરની ખુશી

|

Aug 11, 2021 | 8:11 PM

જાનવી કપૂર થોડા થોડા સમયે સોશિયલ મીડિયા પર પોતાની માતાને લઇને કેટલાક જુના ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. થોડા મહિના પહેલા જ જાનવીએ તેની માતા સાથેના કેટલાક જુના ફોટો શેયર કર્યા હતા.

Throwback Video: જુઓ શ્રીદેવીનો હાથ પકડીને ચાલી રહેલી જાનવી કપૂરના ચહેરા પરની ખુશી
Janhvi Kapoor with Sridevi

Follow us on

ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રી જાનવી કપૂરના (Janhvi Kapoor) બાળપણનો એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જાનવી કપૂર ખૂબ ખુશ જોવા મળી રહી છે. પોતાની માતા શ્રીદેવીનો (Shridevi) હાથ પકડીને ચાલી રહેલી જાનવી કપૂરના ચહેરા પર હાસ્ય જોવા મળી રહ્યું છે. વીડિયોમાં તેની સાથે તેના પિતા એટલે કે પ્રોડ્યૂસર બોની કપૂર (Boney Kapoor) અને તેની નાની બહેન ખુશી કપૂર (Khushi Kapoor) પણ જોવા મળી રહી છે. આ વીડિયો ખૂબ જુનો છે અને કોઈ ઈવેન્ટમાં પ્રવેશી રહેલી આ કપૂર ફેમીલીનો છે.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

વીડિયોમાં જાનવી કપૂર તેની માતા શ્રીદેવીનો હાથ પકડીને ચાલી રહી છે, જ્યારે તેની નાની બહેન તેની પિતા બોની કપૂરનો હાથ પકડીને ચાલતી જોવા મળી રહી છે. વીડિયોમાં શ્રીદેવી ગુલાબી કલરની ચોલીમાં જોવા મળી રહી છે. તેના પર સિલ્વર કલરનું વર્ક કરવામાં આવ્યુ હતુ. જ્યારે જાનવી અને ખુશી બંનેએ ગોલ્ડ-પીચ રંગનો સરખો ડ્રેસ પહેર્યો હતો.

 

 

 

જાનવી કપૂરની માતા અને બોલીવૂડની પ્રખ્યાત અને લોકોના દિલો પર રાજ કરનાર શ્રીદેવીનું ફેબ્રુઆરી 2018માં દુબઈમાં નિધન થયુ હતુ. જાનવીની પહેલી ફિલ્મ ‘ધડક’ રિલીઝ થાય તેના થોડા સમય પહેલા જ શ્રીદેવીનું મોત થયુ હતુ. આ ફિલ્મમાં જાનવીની સાથે ઈશાન ખટ્ટર મુખ્ય ભૂમિકામાં હતો. જાનવી કપૂર થોડા થોડા સમયે સોશિયલ મીડિયા પર પોતાની માતાને લઈને કેટલાક જુના ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. થોડા મહિના પહેલા જ જાનવીએ તેની માતા સાથેના કેટલાક જુના ફોટો શેયર કર્યા હતા.

 

 

આ પણ વાંચો – Jamnagar: કલ્યાણપુરમાં સગીરને માર મારવા મામલે કોઈ પગલા ના લેવાતા કલાકારોએ ઉઠાવ્યો અવાજ, રાજભા ગઢવી અને જીતુ દાદે વ્યક્ત કર્યું દુઃખ

 

 

આ પણ વાંચો Gir Somnath:ત્રિવેણી સંગમમાં અસ્થિ-વિસર્જન પર પ્રતિબંધના પગલે પુરોહિતો અને સલામતી સ્ટાફ વચ્ચે ઘર્ષણ

Next Article