આ અઠવાડિયે OTT પર થઈ રહી છે શાનદાર ફિલ્મો રિલીઝ, કઈ ફિલ્મ ક્યાં જોવી, અહીં જાણો પુરી વિગત

આ અઠવાડિયે ઘણી ફિલ્મો OTT પર રિલીઝ થઈ રહી છે, જે તમને અત્યારથી લઈને દિવાળીની પહેલા સુધી આપને ઘણું મનોરંજન આપવાનું વચન આપે છે. આ ફિલ્મો ક્યાં જોવી તે જાણો.

આ અઠવાડિયે OTT પર થઈ રહી છે શાનદાર ફિલ્મો રિલીઝ, કઈ ફિલ્મ ક્યાં જોવી, અહીં જાણો પુરી વિગત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 11:31 PM

OTT પ્લેટફોર્મ Netflix, Amazon Prime, Disney Hotstar, Zee5 પર 29 ઑક્ટોબરે ઘણી બૉલીવુડ અને હૉલીવુડ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. જેની યાદી કંઈક આ પ્રમાણે છે. આ અઠવાડિયે ઘણી ફિલ્મો OTT પર રિલીઝ થઈ રહી છે, જે તમને અત્યારથી લઈને દિવાળીની પહેલા સુધી આપને ઘણું મનોરંજન આપવાનું વચન આપે છે. આ ફિલ્મો ક્યાં જોવી તે જાણો.

આફત એ ઈશ્ક (Aafat-e-Ishq) (ઝી 5)

ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત, આફત-એ-ઈશ્ક એ લલ્લો અને તેના સાચા પ્રેમની શોધની વાર્તા છે. તે એક ડાર્ક ડ્રામા કોમેડી છે. આફત-એ-ઈશ્કમાં એલિમેન્ટ્સની સાથે એક આકર્ષક કોન્સેપ્ટ છે ZEE5 એવોર્ડ વિજેતા આંતરરાષ્ટ્રીય હંગેરિયન ફિલ્મ ‘લીઝા, ધ ફોક્સ-ફેયરી’ નું ભારતીય રુપાંતરણ છે. ‘આફત-એ-ઈશ્ક’નું નિર્દેશન ઈન્દ્રજીત નટ્ટોજીએ કર્યું છે. ફિલ્મમાં નેહા શર્મા (Neha Sharma) સાથે દીપક ડોબરિયાલ, અમિત સિયાલ, નમિત દાસ અને ઇલા અરુણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ‘આફત-એ-ઇશ્ક’ 29 ઓક્ટોબર 2021ના રોજ પ્રીમિયર થશે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

હમ દો હમારે દો (Hum Do Hamare Do) (ડિઝની હોટસ્ટાર)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ ‘હમ દો હમારે દો’ની વાર્તા એક પરિણીત કપલ ​​પર છે. આ યુગલો પોતાના માટે માતા-પિતાને દત્તક લેવા માંગે છે. આ એક કોમેડી અને ફેમિલી ડ્રામા ફિલ્મ હશે. મેકર્સને આશા છે કે આ અનોખો આઈડિયા લોકોને ફિલ્મ તરફ આકર્ષિત કરશે. રાજકુમાર (Rajkummar Rao) અને ક્રિતી સેનન (Kriti Sanon) ઉપરાંત ફિલ્મમાં રત્ના પાઠક શાહ (Ratna Pathak Shah) અને પરેશ રાવલ (Paresh Rawal) મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે.

‘ડિબુક’ (Dybbuk) (એમેઝોન પ્રાઇમ વિડિયો)

ઈમરાન હાશ્મી (Emraan Hashmi) સ્ટારર હોરર થ્રિલર ‘ડિબુક’ની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ‘ડિબુક’ સુપરહિટ મલયાલમ ફિલ્મ ‘એઝરા’ (2017)ની ઑફિશિયલ રિમેક છે. જેનું નિર્માણ ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠકે કર્યું છે. તે જ સમયે તેનું નિર્દેશન જય કૃષ્ણન દ્વારા કરવામાં આવ્યું છે.

કોલ માય એજન્ટ (Call My Agent) (Netflix)

શાદ અલી દ્વારા નિર્દેશિત ‘કોલ માય એજન્ટ’ એક વેબ સિરીઝ છે અને તે 29 ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ રહી છે. આ વેબ સિરીઝ ફ્રેન્ચ ભાષાની કોમેડી-ડ્રામા શ્રેણી ‘ડિક્સ પોર સેન્ટ’ પરથી પ્રેરિત છે. નેટફ્લિક્સના નવા શોમાં રજત કપૂર (Rajat Kapoor), સોની રાઝદાન (Soni Razdan), દિયા મિર્ઝા (Dia Mirza), આહાના કુમરા અને આયુષ મેહરા સહિતના ઘણા સ્ટાર્સ છે. આ સિરીઝ અબ્બાસ અઝીઝ દલાલ અને હુસૈન દલાલે લખી છે.

આર્મી ઓફ થીવ્સ (Army of Thieves) (Netflix)

હોલિવૂડની ફિલ્મ ‘આર્મી ઓફ થીવ્સ’ પણ નેટફ્લિક્સ રીલીઝ થઈ રહી છે. આ એક કોમેડી થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે, તેથી તે જોવું રસપ્રદ રહેશે કે જ્યારે આટલી બધી ફિલ્મો અને વેબ સિરીઝ એક સાથે રિલીઝ થશે, ત્યારે કોણ જીતશે પ્રેક્ષકોનું દિલ.

આ પણ વાંચો :- Hrithik Roshan ‘ક્રિશ 4’માં ફેલાવશે પોતાના અવાજનો જાદુ, ફિલ્મમાં જોવા મળશે શાનદાર એક્શન

આ પણ વાંચો :- Alia Bhatt અને Ranbir Kapoor ડિસેમ્બરમાં કરવાના છે લગ્ન? અભિનેતાએ મુલતવી રાખી ફિલ્મની શૂટિંગ

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">