ઓગસ્ટમાં મહિનામાં થિયેટર અને OTT પર ધમાલ મચાવશે આ 9 ફિલ્મ અને વેબ સિરિઝ, જાણો ક્યા જોઈ શકાશે
ઓગસ્ટ મહિનામાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો અને વેબ સિરીઝ આવવાની છે. ત્યારે ચાલો જાણીએ આ ફિલ્મો અને વેબ સિરીઝ વિશે.

ઓગસ્ટ મહિનામાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો અને વેબ સિરીઝ આવવાની છે. ઘણી ફિલ્મો જે થિયેટરો સહિત OTT પ્લેટફોર્મ પર પણ દસ્તક દેવાની છે. આમ, આ ફિલ્મો અને વેબ સિરીઝની સ્ટોરી કેટલી સારી છે કે નહીં તે તો કન્ટેન્ટ જોયા પછી જ ખબર પડશે. પરંતુ, આ મૂવીઝ અને વેબ સિરીઝ તેમના ટ્રેલરથી ખૂબ જ મજેદાર લાગી રહી છે. દરેક ફિલ્મ અને સિરીઝમાં કોઈને કોઈ સંદેશ આપવામાં આવ્યો છે, જે દર્શકોને વિચારવા મજબૂર કરી દેશે. ત્યારે ચાલો જાણીએ આ ફિલ્મો અને વેબ સિરીઝ વિશે.
ધ જેંગાબુરુ કર્સ
તે ભારતની પ્રથમ Cly-Fi શ્રેણી છે. ડાયરેક્ટર નીલ માધબ પાંડાએ ક્લાઈમેટ ચેન્જ પર બનેલી છે. આ એક કાલ્પનિક વાર્તા બતાવવાનો પ્રયાસ કર્યો છે. વાર્તાની શરૂઆત પ્રિયા નામની છોકરી જે લંડનમાં કામ કરતી હોય છે અને પ્રિયાના પિતા રહસ્યમય રીતે ગુમ થઈ જાય છે. આવી સ્થિતિમાં પ્રિયા તેમને શોધવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન પ્રિયા સાથે ઘણી વિચિત્ર ઘટનાઓ બનવા લાગે છે. પ્રિયા સાથે બનેલી ઘટનાઓ ઓડિશાના બોંડારિયા સમુદાય અને રાજ્યમાં ગેરકાયદેસર ખીણોમાં કામ કરતા લોકો સાથે જોડાયેલી છે. ફારિયા, નાસાર અને મકરંદ દેશપાંડેની આ વેબ સિરીઝ સોની લિવ પર 9મી ઓગસ્ટે રિલીઝ થશે.
મેડ ઈન હેવન 2
શોભિતા ધુલીપાલા અને અર્જુન માથુરની મોસ્ટ અવેઈટેડ સીરિઝ મેડ ઈન હેવનનો બીજો ભાગ એમેઝોન પ્રાઇમ વિડીયો પર 10મી ઓગસ્ટે પ્રીમિયર માટે તૈયાર છે. તેની સ્ટોરી બે વેડિંગ પ્લાનરની આસપાસ ફરે છે. તે રીમા કાગતી અને ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત છે.
જેલર
રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ પણ ઓગસ્ટ મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત મોહનલાલ અને તમન્ના ભાટિયા છે. આ ફિલ્મ 10 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મની વાર્તા એક જેલમાં છે, જ્યાં એક મોટો ગેંગસ્ટર બંધ છે. આ ગેંગસ્ટરને જેલમાંથી બહાર કાઢવા માટે ગુંડાઓ જેલમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે અને જેલર જેલને બચાવવા આગળ આવે છે. તમને જણાવી દઈએ કે, નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રજનીકાંત જેલરની ભૂમિકા ભજવી રહ્યા છે.
હાર્ટ ઓફ સ્ટોન
આલિયા ભટ્ટની હોલિવૂડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ 11 ઓગસ્ટના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં આલિયા સાથે ગેલ ગડોટ છે. ફિલ્મની વાર્તા એવી છે કે રશેલ સ્ટોન ડિટેક્ટીવ તરીકે રહે છે. તે એક સંસ્થા માટે કામ કરે છે જે વિશ્વમાં શાંતિ જાળવવાનો પ્રયાસ કરે છે. ત્યાં જ વિલન રહે છે. તેણી એવી વસ્તુ ચોરી કરે છે જે વિશ્વમાં ઉથલપાથલનું કારણ બની શકે છે. તેથી રશેલ કેઆ પાસેથી વસ્તુ મેળવવા મિશન પર નીકળે છે.
ગદર 2
વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક ‘ગદર 2’ પણ આ મહિને રિલીઝ થવા જઈ રહી છે. સની દેઓલ અને અમીષા પટેલની આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મની વાર્તા એવી છે કે તારા સિંહ પોતાના પુત્ર જીતાને બચાવવા પાકિસ્તાન જાય છે અને ત્યાં બળવો કરે છે.
OMG 2
અક્ષય કુમારની ‘OMG 2’ પણ 11 ઓગસ્ટે જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની આ ફિલ્મ સેક્સ એજ્યુકેશન જેવા સંવેદનશીલ વિષય પર બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં અક્ષય ભગવાન શિવની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે યામી ગૌતમ વકીલની ભૂમિકા ભજવશે.
અકેલી
નુસરત ભરૂચાની ફિલ્મ ‘અકેલી’ 18 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે. રસપ્રદ વાત એ છે કે આ દિવસે જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રણય મેશ્રામે કર્યું છે. આ ફિલ્મની વાર્તા ઈરાક પર આધારિત છે. ફિલ્મમાં બતાવવામાં આવશે કે રણ જેવી જગ્યાએ અટવાયેલી વ્યક્તિ કેવી રીતે તમામ મુશ્કેલીઓનો સામનો કરે છે.
ડ્રીમ ગર્લ 2
આયુષ્માન ખુરાનાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ની સિક્વલ પણ આ મહિને આવશે. રાજ શાંડિલ્ય દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મમાં આયુષ્માન સિવાય અનન્યા પાંડે પણ જોવા મળશે.
ચૂના
જિમી શેરગિલની વેબ સિરીઝ ચૂના આ મહિને નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. જો કે, સિરીઝની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. પુષ્પેન્દ્ર નાથ મિશ્રા દ્વારા નિર્દેશિત આ શ્રેણીની વાર્તા એક રાજકારણી પર આધારિત છે, જેને બદનામ કરવા માટે કેટલાક લોકો જ્યોતિષ તરફ વળે છે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest News Updates





