22 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં ખુલશે થિયેટરો, જાણો શું છે Alia Bhatt સહિત બોલીવુડની પ્રતિક્રિયા

|

Sep 25, 2021 | 8:16 PM

છેલ્લા ઘણા મહિનાઓથી એવા અહેવાલ આવી રહ્યા હતા કે, હજુ થોડા મહિનાઓ માટે મહારાષ્ટ્રના થિયેટરો બંધ રહેશે. પરંતુ આજે રોહિત શેટ્ટી એક ટીમ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને મળવા પોહચ્યા હતા, જ્યાં 22 ઓક્ટોબરે થિયેટરો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

22 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં ખુલશે થિયેટરો, જાણો શું છે Alia Bhatt સહિત બોલીવુડની પ્રતિક્રિયા
Alia Bhatt - Zoya Akhtar

Follow us on

કોરોના વાયરસના કારણે મહારાષ્ટ્રમાં સિંગલ સ્ક્રીન સિનેમા અને થિયેટરો અત્યાર સુધી બંધ રાખવામાં આવ્યા હતા. આ સ્થિતિમાં હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ના સચિવાલયે એક નિવેદન બહાર પાડીને તેને ખોલવા અંગે નવી માહિતી શેર કરતા કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં સિનેમા અને થિયેટરો 22 ઓક્ટોબરથી ખુલશે.

સિનેમા ખોલ્યા પછી થિયેટર માલિકોએ સ્વાસ્થ્યનાં નિયમોનું પાલન કરવું પડશે. જ્યાં કહેવામાં આવ્યું છે કે તેની ગાઈડલાઈન બહુ જલ્દી જારી કરવામાં આવશે. આ સમાચાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર સિનેમા પ્રેમીઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સમાચાર આવ્યા બાદ ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

આલિયા ભટ્ટે (Alia Bhatt) સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ સમાચાર આવ્યા બાદ બોલિવૂડની બહેતરીન દિગ્દર્શક ઝોયા અખ્તર (Zoya Akhtar) પણ ખૂબ ખુશ છે. ડાયરેક્ટરે એક પોસ્ટ પર કમેન્ટ કરતી વખતે પાતાની ખુશી વ્યક્ત કરી છે.

થોડા દિવસો પહેલા વરુણ ધવને (Varun Dhawan) તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં, તેઓ પોતાની કારમાં બેસીને બજારમાંથી નીકળી રહ્યા હતા, જ્યાં તે બજારમાં ખુબ ઘણી ભીડ દેખાઈ રહી છે. આ વીડિયો શેર કરતી વખતે અભિનેતાએ કહ્યું હતું કે, જ્યારે આપણા દેશના બજારો ખુલી શકે છે, તો સિનેમાધર ખોલવામાં શું સમસ્યા છે.

આજે આ નવા સમાચાર આવ્યા બાદ લાગે છે કે, સરકારે વરુણ ધવનના દૃષ્ટિકોણનો સ્વીકાર કર્યો છે. છેલ્લા 1 વર્ષથી બંધ રહેલા સિનેમા હોલને ઘણું નુકસાન થયું છે. બોલિવૂડનાં ઘણા કલાકારો એવા પણ છે જેઓ તેમની ફિલ્મો માત્ર સિનેમા ઘરોમાં રિલીઝ કરવા માંગે છે. આ યાદીમાં પ્રથમ નામ અક્ષય કુમારનું છે. અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ ‘સૂર્યવંશી’ ગયા માર્ચમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે સિનેમા બંધ થઈ ગયું અને આ ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી.

આ સમાચાર આવ્યા બાદ સિનેમા સાથે સંકળાયેલા ટ્રેડ એનાલિસ્ટ કહે છે કે ‘સૂર્યવંશી’ હવે દિવાળી પર રિલીઝ થશે, જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ સાથે જ સલમાન ખાન (Salaman Khan) ની ફિલ્મ ‘અંતિમ’ પણ રિલીઝ થવાની છે.


ફોટોગ્રાફર વિરલ ભયાનીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એક ખાસ તસવીર શેર કરી છે, જેમાં લખ્યું છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે રોહિત શેટ્ટી (Rohit Shetty) અને જયંતીલાલ ગડા જેવા ફિલ્મ નિર્માતાઓએ આજે ​​એક બેઠક યોજી હતી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં હવે રોહિત શેટ્ટીએ એક ખાસ પોસ્ટ પણ કરી છે.


અક્ષય કુમારે સિનેમા હોલ ખોલવાની ખુશીમાં એક ખાસ પોસ્ટ પણ કરી છે, જેમાં તેમણે ખુશી વ્યક્ત કરી છે કે હવે તેમની ફિલ્મ ‘સૂર્યવંશી’ આરામથી રિલીઝ થઈ જશે.

 

આ પણ વાંચો :- ‘Gadar’ ફિલ્મના ચાહકો માટે આવ્યા સારા સમાચાર, ટૂંક સમયમાં શરૂ થશે સિક્વલનું શૂટિંગ

આ પણ વાંચો :- Fraud Case : છેતરપિંડીના કેસમાં દિલીપ છાબરિયાના પુત્રની પણ ધરપકડ, કપિલ શર્માએ નોંધાવી હતી FIR

Next Article