‘દયાભાભી’ની નવી નેટવર્થ સાંભળીને લાગી શકે છે આંચકો – જાણો અહીયા
'તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા' એ એક એવી સિરિયલ છે કે જેને તમામ ધર્મ, જાતિ, ભાષા બોલતા લોકો એકસાથે બેસીને જોવાનું પસંદ કરે છે. આ સિરિયલનો 'પ્રાણ' એટલે કે દયાભાભીનું પાત્ર ભજવતી અભિનેત્રી દિશા વાકાણી આજે ટેલીવુડમાં ખુબ જ પ્રતિષ્ઠિત નામના ધરાવે છે.
ભારતની સૌથી લોકપ્રિય ગણાતી કોમેડી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) જે 2008થી સતત દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ ટીવી સિરિયલમાં એક કરતાં વધુ પાત્રો જોવા મળે છે. આજે અમે એવા જ એક પાત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે હવે આ સિરિયલનો ભાગ નથી પરંતુ તેની લોકપ્રિયતા આજે પણ ચાહકોમાં અકબંધ છે. હા, અમે તમને જણાવી દઈએ કે, અભિનેત્રી દિશા વાકાણીની (Disha Vakani) જે આ ટીવી સિરિયલમાં ‘દયા બેન’ના (DayaBen) રોલમાં જોવા મળી હતી. જો કે, વર્ષ 2017માં પ્રસૂતિની રજા પર ગયા પછી, દિશાએ આ સીરિયલમાં ફરીથી પ્રવેશ કર્યો ન હતો. લોકો આજે પણ દિશા વાકાણીની ‘શો વાપસી’ની એટલી જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અમે તમને જણાવી દઈએ કે, સીરિયલના મેકર્સે દિશાનો શોમાં વાપસી માટે ઘણી વખત સંપર્ક કર્યો હતો. જોકે, અભિનેત્રીએ કમબેકમાં રસ દાખવ્યો ન હતો. અત્યારે સીરિયલના નિર્માતાઓ નવી દયાબેનની તલાશમાં છે. પરંતુ લાગે છે કે દર્શકો હવે કોઈ બીજી દયાબેનને આસાનીથી સ્વીકારી નહીં શકે. દર્શકો માત્ર દિશા વાકાણીને જ ફરીથી આ શોમાં જોવા માંગે છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલથી ભારતભરમાં અતિ ફેમસ થયેલી અભિનેત્રી દિશા વાકાણી આજે મજબૂત નેટવર્થની માલિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગત વર્ષ 2021માં દિશાની નેટવર્થ લગભગ 37 કરોડ રૂપિયા છે. આમાં તેણીની ફિલ્મો-ટીવી સિરિયલો અને જાહેરાતો તેમજ અન્ય તમામ સ્ત્રોતોમાંથી થતી કમાણીનો સમાવેશ થાય છે. અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે 2022માં અભિનેત્રી દિશા વાકાણીની નેટવર્થ $5.5 મિલિયન એટલે કે લગભગ રૂપિયા 38 કરોડ જેટલી જોવા મળી છે. દિશા વાકાણીએ છેલ્લા કેટલાક વર્ષોથી ટીવી અને સિનેમાથી દુરી બનાવી લીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી દિશા વાકાણી માત્ર ‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’માં જ જોવા મળી છે તેવું નથી. તેણી ભૂતકાળમાં ફિલ્મોમાં પણ ચમકી ઉઠી છે. દિશા વાકાણી દેવદાસ, મંગલ પાંડે, જોધા અકબર અને લવ સ્ટોરી 2050 વગેરે સહિત ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે.
આ પણ વાંચો – શોકિંગ : આમિર ખાને જણાવી તેના જીવનની અંગત વાતો, દીકરી ઇરા વિષે કીધી આ વાત