ના હોય ! શાહરૂખ ખાનના ઘરની નવી નેમપ્લેટ ‘મન્નત’ની કિંમત લાખોમાં, આટલામાં મધ્યમ વર્ગ ખરીદી શકે છે લક્ઝરી કાર

એક સમયે બોલિવૂડ કિંગખાન શાહરૂખે (Shahrukh Khan) મુંબઈમાં એક આલીશાન ઘર ખરીદવાનું સપનું જોયુ હતુ, તેણે પોતાની મહેનતથી તેને સાકાર કર્યુ છે.

ના હોય ! શાહરૂખ ખાનના ઘરની નવી નેમપ્લેટ મન્નતની કિંમત લાખોમાં, આટલામાં મધ્યમ વર્ગ ખરીદી શકે છે લક્ઝરી કાર
Shah Rukh Khan House Mannat Nameplate
| Edited By: | Updated on: Apr 27, 2022 | 9:30 AM

શાહરૂખ ખાન (Shah Rukh Khan) તાજેતરમાં ચર્ચામાં આવ્યો જ્યારે બોલિવૂડના કિંગ ખાને તેના આલીશાન ઘર ‘મન્નત’ ની નેમપ્લેટ બદલી નાખી. ચાહકો શાહરૂખ ખાનના (Actor Shah Rukh Khan)એટલા દિવાના છે કે તેઓ તેના અંગત જીવન સાથે જોડાયેલી બાબતો જાણવા માટે ઉત્સુક જોવા મળે છે. શાહરૂખ ખાનને લગતા કોઈ સમાચાર બહાર આવે છે તો તે તરત જ ચર્ચામાં આવી જાય છે. શાહરૂખ ખાનના ઘરની બહાર લગાવવામાં આવેલી નવી નેમપ્લેટના (SRK House Mannat) કારણે પણ કંઈક આવુ જ થયુ. શાહરૂખ ખાનના ચાહકો જાણવા માંગે છે કે અભિનેતાએ આ નવી નેમપ્લેટ માટે કેટલા રૂપિયા ખર્ચ્યા છે.

જો કે, નેમપ્લેટની રકમ જાણ્યા પછી, શાહરૂખ ખાનના ચાહકોને વધુ આશ્ચર્ય થશે, કારણ કે આ નેમપ્લેટની કિંમત લાખોમાં છે.જો કે શાહરૂખ ખાનની કમાણી અનુસાર ખૂબ જ સામાન્ય છે. બોલિવૂડ લાઈફે પોતાના અહેવાલમાં સૂત્રોને ટાંકીને લખ્યું છે કે શાહરૂખ ખાનના ઘર મન્નતની નવી નેમપ્લેટ અભિનેતાની સુપર ટેલેન્ટેડ પત્ની ગૌરી ખાનની દેખરેખ હેઠળ બનાવવામાં આવી છે. ગૌરી છેલ્લા ઘણા દિવસોથી આ નેમપ્લેટ બદલાવાની યોજના બનાવી રહી હતી.

જાણો શાહરૂખ ખાનની મન્નતની નવી નેમપ્લેટ કેટલી છે ?

ઘરની નવી નેમપ્લેટને લઈને ગૌરીની પસંદગીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ નેમપ્લેટની(Mannat Nameplate)  કિંમત 20 થી 25 લાખ છે. ગૌરી ખાન પરિવારના ધોરણોને અનુરૂપ ઉત્તમ નેમપ્લેટ રાખવા માંગતી હતી અને મન્નતની બહારની નવી નેમપ્લેટ ગૌરીની સર્વોપરી પસંદ કરવામાં આવી છે.આમ તો શાહરૂખ ખાન માટે આ નેમપ્લેટની કિંમત સામાન્ય છે, પરંતુ આ નેમપ્લેટની કિંમતમાં મધ્યમ વર્ગનો પરિવાર લક્ઝરી કાર ખરીદી શકે છે. એક સમયે શાહરૂખ મુંબઈ આવીને અહીં એક આલીશાન ઘર ખરીદવાનું સપનું જોતો હતો, તેણે પોતાની મહેનતથી તેને સાકાર કર્યુ છે. શાહરૂખ ખાનને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઘણો પ્રેમ મળી રહ્યો છે.

આ પણ વાંચો : Aamir Khan Video : આમિર ખાન હવે કઈ નવી સ્ટોરી કહેવા જઈ રહ્યો છે, વીડિયો શેર કરતા ફેન્સની ઉત્સુકતા વધી

આ પણ વાંચો : સંગીતકાર એ.આર. રહેમાન, વિલ સ્મિથના બચાવમાં આવ્યા, થપ્પડ કાંડ વિશે કહ્યું- ક્યારેક આવી…