શાહિદની ‘જર્સી’નો જાદુ ‘KGF 2’થી આગળ ન ચાલી શક્યો, જાણો બંને ફિલ્મોની અત્યાર સુધીની કમાણી

|

Apr 28, 2022 | 6:05 PM

શાહિદની ફિલ્મ 'જર્સી' (Jersey) અને યશની ફિલ્મ 'KGF 2' વચ્ચે હાલમાં કોઈ સ્પર્ધા નથી. કારણ કે 'KGF 2'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મ દરેક દિવસે સારી કમાણી કરી રહી છે, જ્યારે 'જર્સી'ની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે.

શાહિદની જર્સીનો જાદુ KGF 2થી આગળ ન ચાલી શક્યો, જાણો બંને ફિલ્મોની અત્યાર સુધીની કમાણી
Superstar Yash (File Photo)

Follow us on

સાઉથની ફિલ્મોના રોકિંગ સ્ટાર યશનો (Superstar Yash) જાણે કે આજકાલ સારો સમય ચાલી રહ્યો છે. તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘KGF Chapter 2’ એ બોક્સ ઓફિસ પર ખુબ જ ધૂમ મચાવી છે. આ ફિલ્મ રિલીઝ થયાને 14 દિવસ વીતી ગયા છે, પરંતુ કમાણીના મામલામાં ફિલ્મ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહી છે. રિલીઝના 14મા દિવસે એટલે કે ગઈકાલે ફિલ્મના હિન્દી વર્ઝને બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સલમાન ખાનની (Salman Khan) ‘ટાઈગર ઝિંદા હૈ’ને બહારનો રસ્તો બતાવી દીધો છે.

આ ઉપરાંત આ ફિલ્મે આમિરની ‘પીકે’ અને રણબીર કપૂરની ‘સંજુ’ને પણ પાછળ છોડી દીધી છે તો શાહિદ કપૂરની ફિલ્મ ‘જર્સી’ની હાલત ખુબ જ ખરાબ જોવા મળી રહી છે.

આ પણ વાંચો

‘KGF 2’ બોક્સ ઓફિસ પર ખુબ જ ધૂમ મચાવી રહી છે

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર યશની ફિલ્મ ‘KGF 2’ ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. ફિલ્મે બીજા સપ્તાહમાં પણ સારો બિઝનેસ કર્યો છે. શુક્રવારે 11.56 કરોડ, શનિવારે 18.25 કરોડ, રવિવારે 22.68 કરોડ, સોમવારે 8.28 કરોડ, મંગળવારે 7.48 કરોડ અને બુધવારે 6.25 કરોડની કમાણી કરી છે. આ રીતે ફિલ્મના હિન્દી વર્ઝનની કુલ કમાણી 343.13 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

યશની ફિલ્મ ‘KGF 2’ની કમાણી આજે થોડી ઘટી છે, પરંતુ તેમ છતાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ ફિલ્મના કારણે શાહિદની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘જર્સી’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે.

ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલા અનુસાર શાહિદની ‘જર્સી’ એ સોમવારે માત્ર 1.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મના કલેક્શનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ફિલ્મે રિલીઝના દિવસે માત્ર 4 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે મંગળવારે 1.36થી 1.45 કરોડનો બિઝનેસ કર્યો હતો. જ્યારે ‘જર્સી’એ ગઈકાલે બોક્સ ઓફિસ પર 1-1.15 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન હવે લગભગ 19 કરોડ રૂપિયા થઈ ગયું છે.

શાહિદને આ ફિલ્મની કમાણીથી ઘણી આશા હતી. ફિલ્મની રિલીઝ પહેલા પ્રમોશન માટે ‘ધ કપિલ શર્મા શો’માં આવેલા શાહિદ કપૂરે ફિલ્મ વિશે કહ્યું હતું કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થાય. બે વખત ફિલ્મની રીલીઝ થતી રહી. એકવાર કોરોનાને કારણે અને એકવાર ફિલ્મ પરના કેસને કારણે. જો કે જર્સી ફિલ્મ રિલીઝ થયા બાદ પણ શાહિદને ખાસ ફરક પડ્યો નથી.

બોક્સ ઓફિસ પર ‘KGF 2,700 કરોડની નજીક પહોંચી ગઈ છે

જ્યારે યશની ‘KGF 2’ના આંકડા જોવામાં આવે તો ગઈકાલે ફિલ્મના હિન્દી વર્ઝનએ 6.70 કરોડ, કન્નડ વર્ઝન 2.70 કરોડ, તેલુગુ વર્ઝન રૂ. 70 લાખ, તમિલ વર્ઝન રૂ. 2.40 કરોડ અને મલયાલમ વર્ઝન રૂ. 90 લાખની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મનું નેટ કલેક્શન સ્થાનિક બોક્સ ઓફિસ પર લગભગ 673.40 કરોડ રૂપિયા જેટલું રહ્યું છે.

 

Next Article