The Kerala Story : ‘ધ કેરલા સ્ટોરી’ ને વિવાદોનો ફાયદો, 200 કરોડને પાર પહોંચી ફિલ્મ, 18 દિવસમાં જ કર્યો જોરદાર બિઝનેસ
બોક્સ ઓફિસ પર 'ધ કેરળ સ્ટોરી'ની ચાલી રહેલી સફરે બધાને ચોંકાવી દીધા છે. ફિલ્મે 18મા દિવસે કમાણીનો 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
‘ધ કેરલા સ્ટોરી’ તે ઓછા બજેટની ફિલ્મોમાંથી એક છે, જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મે બોલિવૂડની અનેક મોટા બજેટની ફિલ્મોને જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં અક્ષય કુમારથી લઈને સલમાન ખાન સુધીની ફિલ્મોના નામ સામેલ છે. અદા શર્માએ ક્યારેય વિચાર્યું ન હતું કે તે જે ફિલ્મ કરી રહી છે તે આટલી હિટ થશે.
બોક્સ ઓફિસ પર ‘ધ કેરળ સ્ટોરી’ની ચાલી રહેલી સફરે બધાને ચોંકાવી દીધા છે. ફિલ્મે 18માં દિવસે કમાણીનો 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
200 કરોડની ક્લબમાં સામેલ
‘ધ કેરલા સ્ટોરી’ તેના 18 દિવસના કલેક્શન સાથે મેકર્સ અને સ્ટાર કાસ્ટ માટે સારા સમાચાર લઈને આવી છે. જેની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે અને ‘ધ કેરળ સ્ટોરી’ સાથે સંકળાયેલા લોકોની ખુશીનો કોઈ પાર નથી. ફિલ્મની રિલીઝનો આજે 19મો દિવસ છે. આ સાથે જ ફિલ્મના 18 દિવસના બિઝનેસના આંકડા પણ સામે આવ્યા છે. 18 દિવસની શાનદાર સફર બાદ આ ફિલ્મ હવે 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
View this post on Instagram
204 કરોડના કલેક્શન પર પહોચી ધ કેરલા સ્ટોરી
નવા સપ્તાહના પહેલા દિવસે પણ ફિલ્મે સારો બિઝનેસ કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર, ‘ધ કેરળ સ્ટોરી’એ 18માં દિવસે 5.50 કરોડની કમાણી કરી છે. જેની સાથે ‘ધ કેરળ સ્ટોરી’એ પણ 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને એક ઊંચા જમ્પ સાથે ફિલ્મનું કુલ કલેક્શન હવે 204.47 કરોડ સુધી પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની પઠાણ પછી આ વર્ષની આ બીજી ફિલ્મ છે જેણે 200 કરોડનો આંકડો પાર કર્યો છે.
હજુ 250 કરોડનું લક્ષ્ય
આગલા દિવસે જ ‘ધ કેરલા સ્ટોરી’ 200 કરોડના આંકડાથી માત્ર એક ડગલું દૂર હતી. 200 કરોડ પછી હવે સૌની નજર 250 કરોડના લક્ષ્ય પર ટકેલી છે. જો ‘ધ કેરળ સ્ટોરી’ આખા અઠવાડિયા દરમિયાન ધીમી ગતિએ પણ સતત કમાણી કરતી રહેશે તો સપ્તાહના અંત સુધીમાં તે 250 કરોડ સુધી પહોંચી જશે. જો કે તે અઠવાડિયાની શરૂઆત જ છે, એવું માનવામાં આવે છે કે હવે ‘ધ કેરલા સ્ટોરી’ની કમાણી દિવસેને દિવસે ઘટી રહી છે. આ સાથે જ ફિલ્મની રિલીઝના દિવસો પણ પૂરતા થઈ ગયા છે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો