The Kapil Sharma Show: કપિલ શર્માને મજબુરીમાં બંધ કરવો પડ્યો હતો પોતાનો શો, હવે જણાવ્યું કારણ

The Kapil Sharma Show: કપિલ શર્માને મજબુરીમાં બંધ કરવો પડ્યો હતો પોતાનો શો, હવે જણાવ્યું કારણ
Kapil Sharma

ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) હંમેશાથી લોકોનું મનોરંજન કરતો રહ્યો છે. હવે કપિલ શોની ત્રીજી સીઝન સાથે પરત ફર્યા છે.

TV9 GUJARATI

| Edited By: Hiren Buddhdev

Oct 17, 2021 | 8:15 PM

હાસ્ય કલાકાર કપિલ શર્મા (Kapil Sharma)એ ફરી એક વખત પોતાના શોની ત્રીજી સિઝન સાથે નાના પડદા પર વાપસી કરી છે. ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) બંધ થવાનું જાણીને તેના ચાહકો ખૂબ દુ:ખી થયા હતા, પરંતુ કપિલે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં નવી અને શાનદાર શૈલીમાં પરત ફરશે અને તેમણે પોતાનું વચન પણ પાળ્યું છે. હવે કપિલે જણાવ્યું હતું કે તેમણે શા કારણે શો બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

કપિલ શર્માએ એક નવા વીડિયોમાં પોતાની સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે વાત કરી છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે પીઠના દુ:ખાવાના કારણે તેમને શોને બંધ કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે તે સમયે તેઓ લાચારી મહેસૂસ કરતા હતા.

કેવી હતી સમસ્યા

કપિલ શર્માએ જણાવ્યું કે વર્ષ 2015માં આ દુ:ખાવો પહેલી વાર થયો હતો. હું તે સમયે કમર વિશે વધારે જાણતો ન હતો, હું તે સમયે યુ.એસમાં હતો. ખૂબ પીડાને કારણે હું ડૉક્ટરને મળવા ગયો હતો. તેમણે મને દવા આપી. મને તેનાથી રાહત મળી પણ દર્દનું મૂળ હજુ ત્યાં જ હતું. તે પછી મને જાન્યુઆરીમાં ફરી આ દુખાવો થયો.

કપિલે શેર કરી તમામ વિગતો

કપિલ શર્માએ તેમની તમામ વિગતો શેર કરી હતી. તેમણે કહ્યું કે જો કરોડરજ્જુમાં કોઈ તકલીફ હોય તો તમને ઉભા થવામાં સમસ્યા થાય છે. મારી પાસે ઘણા પ્લાન હતા. તે ઈન્જરીને કારણે મારે મારો શો બંધ કરવો પડ્યો હતો.

થઈ ગયા હતા ઈરિટેટ

કપિલ શર્માએ કહ્યું કે તે સમય દરમિયાન તમારું વર્તન બદલાય જાય છે. તમે લાચારી અનુભવો છો તો તમે ઈરિટેટ થઈ જાવ છો. તમે પથારીમાંથી પણ ઉઠી શકતા નથી. આ સાથે તમને કહેવામાં આવે છે કે તમારું વજન પણ વધી શકે છે કારણ કે તમે માત્ર પથારી પર પડ્યા છો. ઉપરાંત, તમારે લિક્વિડ ડાયટ પર રહેવું પડે છે. એક તો તમે પીડામાં હો છો અને જો તમારે કચુંબર ખાવાનું હોય તો તમારો દુખાવો વધુ વધી જાય છે. મેં આવી વસ્તુઓનો સામનો કર્યો છે.

કપિલે વર્લ્ડ સ્પાઈન ડે પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે લોકોને તેમના શરીરના દરેક અંગ પર સંપૂર્ણ ધ્યાન આપવા કહે છે. કપિલ શર્મા શો હવે પાછો આવ્યો છે. તેમની ટીમમાં ઘણા નવા લોકો જોડાયા છે. કપિલે બ્રેકમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કર્યો હતો. હવે તેમણે પુનરાગમન કર્યું છે, શનિવારે તાપસી પન્નુ (Taapsee Pannu) તેમની ફિલ્મ રશ્મી રોકેટ (Rashmi Rocket)ના પ્રમોશન માટે કપિલના શોમાં આવી હતી. સુપ્રિયા પાઠક (Supriya Pathak) અને પ્રિયાંશુ પણ તાપસી સાથે શોમાં આવ્યા હતા.

આ પણ વાંચો:- Wedding Anniversary: જ્યારે તેમના લગ્નના રિસેપ્શનમાં આ અભિનેતા સિવાય કોઈને ઓળખી શક્યા ન હતા શ્રીરામ નેને, માધુરી દીક્ષિતે કર્યો ખુલાસો

આ પણ વાંચો:- The Kapil Sharma Show: તાપસી પન્નુની તસ્વીર પર યુઝરે આવકવેરાના દરોડા અંગે કરી કમેન્ટ, અભિનેત્રીએ આ રીતે આપી પ્રતિક્રિયા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati