The Family Manની હિરોઈન પ્રિયામણીના લગ્નનો વિવાદ, પ્રિયામણીના પતિની પ્રથમ પત્નિએ કોર્ટમાં કર્યો કેસ

ધ ફેમિલી મેન (The Family Man) ફેમ પ્રિયામણિના (Priyamani) નાં મુસ્તફા રાજ (Mustafa Raj) સાથે લગ્નને તેની પહેલી પત્ની આયશાએ કોર્ટમાં ચેલેન્જ કર્યા છે. તેને મુસ્તફા પર ઘણા આક્ષેપો પણ કર્યા છે.

The Family Manની હિરોઈન પ્રિયામણીના લગ્નનો વિવાદ, પ્રિયામણીના પતિની પ્રથમ પત્નિએ કોર્ટમાં કર્યો કેસ
Priyamani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 6:33 PM

દક્ષિણની અભિનેત્રી પ્રિયામણિ (Priyamani) એ વેબ સિરીઝ ધ ફેમિલી મેન (The Family Man) થી પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. સિરીઝમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. આ સમયે પ્રિયામણિ તેમની પર્સનલ લાઈફને લઈને હેડલાઇન્સનો એક ભાગ બની રહી છે. પ્રિયામણિનાં લગ્ન મુસ્તફા રાજ (Mustafa Raj) સાથે થયા હતા. આ લગ્નને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યા છે.

મીડિયા અહેવાલ મુજબ, મુસ્તફાના બીજા લગ્ન પ્રિયામાણિ સાથે થયા હતા. તેની પહેલી પત્નીનું નામ આયશા છે. આયશાએ પ્રિયામણિ અને મુસ્તફા સામે ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે. તેણે કહ્યું છે કે તે હજી સુધી કાયદેસર રીતે મુસ્તફાથી અલગ થઈ નથી. જેના કારણે પ્રિયામણિ અને મુસ્તફાના લગ્ન ગેરકાયદેસર છે.

ઘરેલું હિંસાનો આરોપ

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

મુસ્તફા અને આયશાના બે બાળકો પણ છે. આયશાએ મુસ્તફા સામે ઘરેલું હિંસાનો કેસ પણ દાખલ કર્યો છે. પ્રિયામણિ અને મુસ્તફાએ વર્ષ 2017 ઓગસ્ટમાં લગ્નનાં બંધનમાં બંધાયેલ હતા. આ કેસ હાલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં છે.

જ્યારે આયશાને આ સમાચાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું- મુસ્તફાએ હજી પણ મારી સાથે લગ્ન કરેલા છે. પ્રિયામણિ અને મુસ્તફાના લગ્ન ગેરકાયદેસર છે. અમે છૂટાછેડા પણ નોંધાવ્યા ન હતા જ્યારે તે પ્રિયામણિ સાથે લગ્ન કરી રહ્યો હતો. તેણે કોર્ટમાં કહ્યું હતું કે તે બેચલર છે.

મુસ્તફાએ આ આરોપોને નકારી કાઢયા

જ્યારે મુસ્તફાને આ સમાચારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને પસંદ નથી કે આ સમાચાર બહાર આવે. જોકે તેણે વોટ્સએપ કોલ પર કહ્યું હતું કે આ સમાચાર સાચા છે. મુસ્તફાએ કહ્યું કે તેમની સામેના તમામ આક્ષેપો ખોટા છે. હું દરરોજ આયશાને બાળકો માટે પૈસા આપું છું. તે ફક્ત મારી પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહી છે.

મુસ્તફાએ જણાવ્યું હતું કે તે અને આયશા 2010 થી અલગ રહે છે અને 2013 માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. મેં વર્ષ 2017 માં પ્રિયામણિ સાથે લગ્ન કર્યા, ત્યાં સુધી આયશા શા માટે મૌન રહી.

આયશાના કહેવા મુજબ, તે મુસ્તાફાને કારણે 2017 માં તે વિશે વાત કરી શકી ન હતી. બે બાળકોની માતા તરીકે તમે શું કરી શકો છો? અમે તેને બરાબર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે આ બધું કામ કરતું નથી, ત્યારે કેટલાક પગલા લેવા પડે છે કારણ કે તમે સમય ખોવા નથી માંગતા જે તે મારી સામે ઉપયોગ કરી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">