The Family Man 2 Release Time: બસ થોડા કલાક રાહ જુઓ, આ ખાસ સમયે આવશે ‘ધ ફેમિલી મેન’ની બીજી સીઝન

|

Jun 03, 2021 | 3:05 PM

ધ ફેમિલી મેન એક જાસૂસી સિરીઝ છે જેમાં મનોજ બાજપેયી (Manoj Bajpai) કાલ્પનિક ગુપ્તચર એજન્સી T.A.S.C ના વરિષ્ઠ વિશ્લેષક શ્રીકાંત તિવારીની ભૂમિકા નિભાવે છે.

The Family Man 2 Release Time: બસ થોડા કલાક રાહ જુઓ, આ ખાસ સમયે આવશે ધ ફેમિલી મેનની બીજી સીઝન
The Family Man 2

Follow us on

The Family Man 2 Release Time: મનોજ બાજપેયી સ્ટારર ‘ધ ફેમિલી મેન 2’ (The Family Man Season 2) નો આ વર્ષની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ચાહકોનો ઈન્તજાર થોડોક વધારે લાંબો થઈ ગયો હતો જ્યારે સીરીઝની રજૂઆત ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી આગળ કરી દિધી હતી.

પરંતુ હવે અમેઝોન પ્રાઇમ વીડિયો (Amazon Prime Video) પર રિલીઝ થવા માટે ફેમિલી મેનની બીજી સીઝનમાં 12 કલાકથી ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યા છીએ કે 4 જૂને ફેમિલી મેન 2 કયા સમયે આવશે.

ધ ફેમિલી મેન એક જાસૂસી સિરીઝ છે જેમાં મનોજ બાજપેયી (Manoj Bajpai) કાલ્પનિક ગુપ્તચર એજન્સી T.A.S.C ના વરિષ્ઠ વિશ્લેષક શ્રીકાંત તિવારીની ભૂમિકા નિભાવે છે. પણ જે વાત આ પાત્ર અને સિરીઝને બીજી જાસૂસી સિરીઝથી અલગ કરે છે તે છે શ્રીકાંતની અંગત જીંદગી. એક હાથમાં શાકભાજીની થેલી અને બીજા હાથમાં રિવોલ્વર. શ્રીકાંત પરિવાર અને નોકરી વચ્ચે મેળ કરવા માટે સંઘર્ષ કરે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

કેટલા વાગે આવશે બીજી સીઝન?

સામાન્ય રીતે અમેઝોન પ્રાઇમ વીડિયોના શો અને મૂવીઝ મધ્યરાત્રિએ પ્લેટફોર્મ પર આવે છે. મળતી માહિતી મુજબ, ધ ફેમિલી મેનની બીજી સીઝન પણ 4 જૂને મધ્યરાત્રિએ 12 વાગે (એટલે ​​કે 3 જૂને રાત્રે 12 વાગે) સ્ટ્રીમ કરવામાં આવશે. બીજી સિઝનને લઈને ચાહકોને ઘણી ઉત્સુકતા છે.

પ્રથમ સીઝન 20 સપ્ટેમ્બર 2019 ના રોજ રજૂ કરવામાં આવી હતી અને તે એક મોટી સફળતા હતી. મિર્ઝાપુર પછી અમેઝોન પ્રાઈમના સૌથી ચર્ચિત શોમાં સામેલ છે. ધ ફેમિલી મેનની રચનાં રાજ નિદીમોરુ અને કૃષ્ણા ડીકેની જોડીએ કરી છે, જેઓ રાજ અને ડીકેનાં નામથી ઓળખાય છે. દિગ્દર્શનમાં સુપર્ણ એસ વર્માનો પણ ભાગ છે. પ્રથમ સીઝનમાં 10 એપિસોડ હતા. સિરીઝમાં, શારિબ હાશ્મી જેકે નામનું પાત્ર ભજવે છે, જે શ્રીકાંત તિવારીનો જોડીદાર છે.

ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની હતી સીઝન 2

ધ ફેમિલી મેન 12 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ બીજી મોટી પ્રાઇમ સિરીઝ, તાંડવ (Tandav) ઉપર ભારે હંગામો થયા બાદ ધ ફેમિલી મેન 2 ની સ્ટ્રીમિંગ મુલતવી રાખવામાં આવી હતી. મેકર્સ ઇચ્છતા હતા કે સંપૂર્ણ તપાસ બાદ પ્લેટફોર્મ પર બીજી સિઝન શરૂ થવી જોઈએ, જેથી બિનજરૂરી સમસ્યાઓથી બચી શકાય. આથી, આ સિરીઝને રિલીઝ કરવામાં સમય લાગ્યો છે.

સામંથા પાત્રને લઈને વિવાદ

બધી સાવચેતી હોવા છતાં, ધ ફેમિલી મેન 2 વિવાદમાં આવી ગઈ અને આ વખતે વિવાદ એવી જગ્યાએથી ઉઠ્યો જેની કલ્પના પણ નહીં કરી હોય. જો કરી હોત તો, વિવાદ શા માટે થાત. બીજી સીઝનનું ટ્રેલર બહાર આવ્યા બાદ સામંથા અક્કીનેની (Samantha Akkineni) ના પાત્ર પર સોંશ્યલ મીડિયા પર તમિલ સમુદાયે વાંધો ઉઠાવ્યો હતો.

તેમનો દાવો છે કે શ્રેણીમાં સમુદાયને યોગ્ય રીતે દેખાડવામાં આવ્યો નથી. આ અંગે રાજકારણ પણ સક્રિય થઈ ગયું છે અને માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને એક પત્ર લખીને શ્રેણી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. બુધવારે પણ Shame On You Samantha હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યો હતો.

Next Article