The Big Picture : દિપીકા પાદુકોણે પતિ રણવીર સિંહને આપી એક ખાસ સરપ્રાઇઝ, બની ગયો એક્ટરનો દિવસ

|

Oct 16, 2021 | 9:55 AM

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ કબીર ખાનની ફિલ્મ 83 માં સાથે જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસ નિમિત્તે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં દીપિકા રણવીરની પત્નીનો રોલ કરતી જોવા મળશે.

The Big Picture : દિપીકા પાદુકોણે પતિ રણવીર સિંહને આપી એક ખાસ સરપ્રાઇઝ, બની ગયો એક્ટરનો દિવસ
Deepika Padukone surprises Ranveer Singh on the first day of shoot

Follow us on

રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણ  (Deepika Padukone) બોલિવૂડના શ્રેષ્ઠ કપલમાંથી એક છે. તેઓ કપલ ગોલ્સ સેટ કરતા રહે છે. બંનેની જોડી ચાહકોના દિલ જીતી લે છે. રણવીર સિંહ આજથી ટીવી પર ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તેમનો શો ધ બિગ પિક્ચર (The Big Picture) આજથી શરૂ થઈ રહ્યો છે. દીપિકાએ તેના શોના શૂટિંગના પહેલા દિવસે એક ખાસ સરપ્રાઈઝ આપી હતી.

રણવીર સિંહ ક્વિઝ રિયાલિટી શોથી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. જેમાં સ્પર્ધકો ફોટાને ઓળખીને પૈસા જીતવાના છે. રણવીરના શોના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ શો દ્વારા લોકોને લાખો રૂપિયા જીતવાની તક મળશે. રણવીર આ શો માટે ખૂબ જ ઉત્સાહિત છે.

ધ બિગ પિક્ચરના શૂટિંગના પહેલા દિવસે દીપિકા પાદુકોણે રણવીરને ફૂલો અને હસ્તલિખિત નોટ મોકલી હતી. આ વિશે વાત કરતા રણવીરે કહ્યું હતું કે પહેલા દિવસે હું ખૂબ જ નર્વસ અને ઉત્સાહિત હતો. દીપિકાએ શો માટે શુભેચ્છાઓ આપવા માટે મને ફૂલો અને એક નોટ મોકલી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અગાઉ રણવીર સિંહે કહ્યું હતું કે દીપિકા શરૂઆતથી જ તેમના માટે સપોર્ટ સિસ્ટમ રહી છે. એટલું જ નહીં, તેણે રણવીરને ક્વિઝ શો હોસ્ટ કરવા માટે ટિપ્સ પણ આપી હતી. રણવીરે કહ્યું હતું કે દીપિકા તેની ક્રિએટિવ બાઉન્સિંગ બોર્ડ છે. તે તેની સૌથી મોટી ટીકાકાર છે જે તેને તેનું શ્રેષ્ઠ કાર્ય કરવામાં મદદ કરે છે. રણવીરે કહ્યું હતું કે કેવી રીતે દીપિકાએ તેને ક્વિઝ શો વિશે પ્રશ્નો પૂછ્યા, જેના ઇનપુટથી તેને ઘણી મદદ મળી.

દીપિકાના વખાણ કરતી વખતે રણવીરે કહ્યું હતું કે તે ખૂબ નસીબદાર છે કે તેને આવો જીવનસાથી મળ્યો છે. તેણે મારી ટીકા કરીને મને મારા કામમાં વધુ સારો બનાવ્યો છે. હું તેને ખૂબ પ્રેમ કરું છું અને તેનો ટેકો મને સારો હોસ્ટ બનવામાં મદદ કરશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ કબીર ખાનની ફિલ્મ 83 માં સાથે જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસ નિમિત્તે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં દીપિકા રણવીરની પત્નીનો રોલ કરતી જોવા મળશે.

આ પણ વાંચો –

Sardar Udham Singh Review : વિકી કૌશલના કરિયરની બેસ્ટ ફિલ્મ છે ઉધમ સિંહ, શૂજિત સરકારે ફરીથી જીત્યા લોકોના દિલ

આ પણ વાંચો –

Photos : દોઢ લાખ રૂપિયામાં સારા અલી ખાને દેખાડ્યો શાનદાર વેડિંગ લુક, તમે પણ કરો ટ્રાય

આ પણ વાંચો –

Petrol Diesel Price: 3 દિવસમાં પેટ્રોલ 3.85 રૂપિયા અને ડીઝલ 4.35 રૂપિયા મોંઘું થયું, ક્રૂડ તેલ સતત છઠ્ઠા સપ્તાહે મોંઘા થવાની અસર

Next Article