ધીરજ ધૂપર બન્યો ટીવી ઈન્ડસ્ટ્રીનો સૌથી વધુ કમાણી કરતો એક્ટર, એક એપિસોડ માટે ચાર્જ કરે છે મોટી રકમ

|

Nov 29, 2022 | 10:14 PM

ધીરજ ધૂપર (Dheeraj Dhooper) લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. તેના પર્સનલ લાઈફ વિશે વાત કરીયે તો ધીરજ ધૂપરે વિન્ની અરોરા સાથે લગ્ન કર્યા છે અને આ વર્ષે તે પુત્રનો પિતા બન્યો છે. હાલમાં તે શેરદિલ શેરગિલ સીરિયલમાં જોવા મળે છે.

ધીરજ ધૂપર બન્યો ટીવી ઈન્ડસ્ટ્રીનો સૌથી વધુ કમાણી કરતો એક્ટર, એક એપિસોડ માટે ચાર્જ કરે છે મોટી રકમ
Dheeraj Dhooper

Follow us on

ફેમસ એક્ટર ધીરજ ધૂપર આજે ટીવી ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે, સસુરાલ સિમર કા અને કુંડલી ભાગ્ય જેવા શોમાં એક્ટિંગ કરીને પોતાની ઓળખ બનાવનાર ધીરજ ધૂપરની જોરદાર ફેન ફોલોઈંગ છે. હાલમાં તે કલર્સ ટીવીના શો શેરદીલ શેરગિલમાં રાજકુમાર યાદવ તરીકે દર્શકોના દિલ જીતી રહ્યો છે. ધીરજ ધૂપરના ઈન્સ્ટાગ્રામ પર 4.5 મિલિયન ફોલોઅર્સ છે, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે તેની લાઈફ સાથે જોડાયેલી અપડેટ શેયર કરતો રહે છે. તમને જણાવી દઈએ કે હાલમાં ધીરજ ધૂપર ટીવીનો સૌથી વધુ કમાણી કરનાર એક્ટર બની ગયો છે.

જાણો એક એપિસોડની ફી

મીડિયા રિપોર્ટ્સ મુજબ તેને 1 એપિસોડ માટે 1.5થી 2 લાખ રૂપિયા ચાર્જ કરવાનું શરૂ કર્યું છે. આ પહેલા રામ કપૂરને એક એપિસોડ દીઠ 1 લાખ 25 હજાર રૂપિયા ફી આપવામાં આવતી હતી અને ગુરમત ચૌધરી પુનરવિવાહ માટે 85 હજાર રૂપિયા ચાર્જ કરતો હતો. પરંતુ હવે ધીરજ ધૂપરે બંનેને પાછળ છોડી દીધા છે. ધીરજે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ‘માત પિતા કે ચરણ મેં સ્વર્ગ’ શોથી કરી હતી. ધીરજે તેના એક્ટિંગ કરિયરમાં ગોલ્ડ એવોર્ડ અને ઈન્ડિયન ટેલિવિઝન એકેડમી એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર મેલ પ્રમુખ જેવા એવોર્ડ પણ સામેલ છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

ટીવી એક્ટરના લેબલથી ખુશ નથી ધીરજ ધૂપર

જ્યાં આજના સમયમાં દરેક કલાકાર ઓટીટી પર કામ કરવા માંગે છે, ત્યારે તેને લઈને ધીરજ ધૂપરે આ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે અને કહ્યું હતું કે, “હું એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છું, મને માત્ર ટીવી કલાકાર તરીકે ન રાખવો જોઈએ.”

ઓટીટી પર પણ કામ કરવા માંગે છે ધીરજ ધૂપર

આ વિશે વાત કરતાં ધીરજ ધૂપરે આગળ કહ્યું કે “હું ઓટીટી શો અને ફિલ્મોમાં પણ કામ કરવા માંગુ છું, હું માત્ર ટીવી કલાકાર તરીકે ઓળખાવા માંગતો નથી. કાસ્ટિંગ ડાયરેક્ટર્સ અમારી એક્ટિંગ સ્કિલ અને ટેલેન્ટને જુએ છે, પરંતુ જેમ તેઓને ખબર પડે છે કે અમે ટેલિવિઝનથી છીએ, ત્યારે તેમનું વર્તન બદલાઈ જાય છે. હું દરેક મીડિયમને એકસાથે એક્સપ્લોર કરવા માંગુ છું. ઘણા લોકો માને છે કે અમે ટીવીમાં કામ કરીએ છીએ, તેથી અમે બીજે ક્યાંય કામ કરી શકતા નથી, પરંતુ એવું નથી, અમે ટીવી કલાકારો પણ ખૂબ જ મહેનત કરીએ છીએ.

Next Article