Superstar Singer 2ના કેપ્ટન મોહમ્મદ દાનિશે પોતાના વિશે કહી આ વાત

|

May 16, 2022 | 11:02 AM

સુપરસ્ટાર સિંગર 2 (Superstar Singer 2)ના સ્પર્ધકો વિશે વાત કરતા, દાનિશ કહે છે કે હું માનું છું કે દરેક સ્પર્ધક પોતાનામાં ખાસ છે અને તે બધા ખૂબ આગળ વધશે. મારા માટે તે બધા સ્ટાર્સ છે.

Superstar Singer 2ના કેપ્ટન મોહમ્મદ દાનિશે પોતાના વિશે કહી આ વાત
Captain Mohammad Danish

Follow us on

સોની ટીવીનો દેશી કિડ્સ સિંગિંગ રિયાલિટી શો- સુપરસ્ટાર સિંગર 2 (Superstar Singer 2) તેની અસાધારણ સિંગિંગ પ્રતિભાથી દર્શકોના દિલ જીતી ચૂક્યો છે. ‘સિંગિંગ કા કલ’ની ઉજવણી કરતી વખતે, બીજી સીઝન સમગ્ર દેશમાંથી કેટલાક સૌથી અસાધારણ નાના કરિશ્માને જીવંત કરે છે. જેમણે સંગીતની અભિવ્યક્તિની વિશિષ્ટ સમજ સાથે ટોપ-15માં સ્થાન મેળવ્યું છે. એક સંપૂર્ણ મનોરંજક અને અવિશ્વસનીય ગાયક, મોહમ્મદ દાનિશ (Mohommad Danish) આ શોમાં કેપ્ટનની ભૂમિકા ભજવે છે. જે આ યુવા ગાયક પ્રતિભાઓને તૈયાર કરવા માટે તેમની ટીમ ‘દબંગ ઓફ દાનિશ’નું નેતૃત્વ કરશે.

એક ખાસ ચર્ચામાં ડેનિશે આતુરતાપૂર્વક ઈન્ડિયન આઈડલના સહભાગી બનવાથી લઈને આ બાળકોના કેપ્ટન અને મેન્ટર બનવા સુધીના તેમના અનુભવ અને શોમાં અત્યાર સુધીના તેમના અનુભવ વિશે વાત કરી. ઈન્ડિયન આઈડલ પછી બદલાયેલા જીવન વિશે વાત કરતાં દાનિશે કહ્યું, “સાચું કહું તો મારી લાગણી વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. આ એક ખૂબ જ ખુશ પ્રવાસ છે. કારણ કે અત્યારે પણ મને એવું લાગે છે કે હું સ્વપ્નમાં છું. મેં સપનામાં પણ ક્યારેય વિચાર્યું ન હતું કે હું આટલા પ્રતિષ્ઠિત અને દરેકના પ્રિય શોનો કેપ્ટન બનીશ.”

દાનિશનો અત્યાર સુધીનો અનુભવ રહ્યો છે શાનદાર

આઇડોલ ગાયકે વધુમાં જણાવ્યું હતું કે, “સુપરસ્ટાર સિંગર સીઝન 2 પર કેપ્ટનની પેનલનો ભાગ બનવું એ મારા જીવનનો સૌથી અદ્ભુત અનુભવ રહ્યો છે. જે ટેલિવિઝન પર સૌથી લોકપ્રિય બાળકોના રિયાલિટી શોમાંનો એક છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું, અને આ નવી ગાયકી પ્રતિભાઓને તાલીમ આપવા માટે મારા પર વિશ્વાસ કરવા બદલ હું નિર્માતાઓનો આભારી છું.”

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

આ મુકાબલો ખૂબ જ મજેદાર રહેશે

મોહમ્મદ દાનિશે વધુમાં જણાવ્યું હતું કે, ઇન્ડિયન આઇડોલના મારા સાથી ફાઇનલિસ્ટ, જેઓ હવે મારા પરિવાર જેવા છે તેમની સાથે આ યુવા ગાયક પ્રતિભાઓને ઉછેરવાની અને તેને આગળ વધારવાની તક મળવાથી હું ખુશ છું. અમે બધાએ સાથે મળીને અદ્ભુત સફર કરી છે. તેથી અમારા જીવનનો આ નવો અધ્યાય એક સાથે શરૂ કરવાનો આનંદ બમણો થવાનો છે. ઉપરાંત, તેઓ બધા અદ્ભુત કલાકાર છે. તેથી તેમની સાથે અને આ નાના સ્પર્ધકો સાથે સ્પર્ધા કરવામાં મજા આવશે.

દાનિશને બાળકો સાથે સમય પસાર કરવો ગમે છે

દાનિશ બાળકોને શીખવવાના કામમાં ખૂબ આનંદ માણી રહ્યો છે. આ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, એક કેપ્ટન તરીકે આ મારા માટે આશીર્વાદ છે. કારણ કે મને આવા પ્રતિભાશાળી બાળકોને તાલીમ આપવાની તક તો મળી રહી છે જ, પરંતુ એક ગાયક તરીકેની મારી કુશળતા પણ વધી રહી છે. કારણ કે મને તેમની પાસેથી નવું શીખવા મળે છે. હું મારા જીવનભર શીખવામાં માનું છું. કારણ કે હંમેશા કંઈક નવું શીખવાનું હોય છે. મારી સફરમાં મેં ઘણું શીખ્યું છે, અને હવે હું મારી કારકિર્દીના આ નવા અધ્યાયમાં મારા જ્ઞાનને વિસ્તારવા અને મારી જાતને સુધારવા માટે આતુર છું. જ્યારે પણ હું સમય પાછળ જોઉં છું અને મારી યાત્રાને યાદ કરું છું, ત્યારે મારું હૃદય અપાર આનંદથી ભરાઈ જાય છે.

Next Article