
મલ્લિકા શેરાવતે ધ ટ્રેટર્સ સીઝન 2માં એન્ટ્રી કરતા બધાનું ધ્યાન ખેચ્યું છે. આ રિયાલિટી શોની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ક્લિપ જોઈ ચાહકો પણ હેરાન રહી ગયા છે. જેમાં મલ્લિકા શેરાવતે દાવો કર્યો કે, ટોમ ક્રૂઝ હોલિવુડ સુપરસ્ટાર ને તેના પર ક્રશ છે.
વાયરલ ક્લિપમાં કોમેડિયન અને ધ ટ્રેટર્સ 2ના સ્પર્ધક આદિત્યએ મલ્લિકાને પુછ્યું કે, મલ્લિકા જી તમને કોઈ પર ક્રશ આવ્યો છે. અભિનેત્રીએ કોન્ફિડન્સ સાથે જવાબ આપ્યો કે, નહી. બધાને મારા પર આવે છે. ત્યારબાદ તે ખુલાસો કરે છે કે, આજકાલ ટોમ ક્રૂઝને મારા પર ક્રશ આવ્યો છે.
આ ખુલાસાથી સ્પર્ધ પણ હેરાન રહી ગયા હતા. તેમજ વિચારવા લાગ્યા કે, મલ્લિકા મજાક તો કરી રહી નથી ને. ત્યારબાદ મલ્લિકાએ જોર આપી કહ્યું ખોટું બોલી રહી નથી. મારી પાસે ફોન હોત તો તમને વીડિયો દેખાડત. સ્પર્ધકોએ પુછ્યું કેવા વીડિયો મોકલી રહ્યો છે. તેમણે કહ્યું સ્નેપ મોકલી રહ્યો છે શું. મલ્લિકાએ પછી સ્પષ્ટ કર્યું કે, વીડિયોમાં પાર્ટી વાળા વીડિયો. કોઈએ કહ્યું આ તો કુલ વ્યક્તિ છે. તો મલ્લિકાએ જવાબ આપ્યો સારો છે.
Mallika Sherawat claiming Tom Cruise has a crush on her is next level delusion.
If Tom Cruise is sending her snaps then Ryan Gosling is literally texting me right now to hang out.
The only Mission Impossible here is getting us to believe this story. pic.twitter.com/B2PxKRWv2z
— ᴅᴇᴀᴅ ᴋɪʟʟᴇʀ (@ReignOfBateman) August 11, 2026
મલ્લિકા શેરાવતની આ વાત સાંભળી એક યુઝરે કહ્યું અલ્ટ્રા પ્રો મેક્સ લેવલ ફેકુ, તો કેટલાક યુઝરો મલ્લિકાની વાતને ખોટી અને અફવા કહી રહ્યા છે.
ધ ટ્રેટર્સ 2માં પોતાની એન્ટ્રી વિશે વાત કરતા મલ્લિકા શેરાવતે કહ્યું કે, તે 13 વર્ષ પછી ભારતીય ટેલિવિઝન પછી વાપસીને લઈ ઉત્સાહિત છે. શો તેમને કેમ આકર્ષિત કરે છે. આના પર તેમણે કહ્યું મને ગેમની આઝાદી પસંદ છે. અને મને પણ પસંદ છે કે, આ ઘરમાં રહેવાનો શો છે. તેમણે કહ્યું કે, તે બિગ બોસમાં ભાગ લેશે નહી. કારણ કે, તે પોતાની આઝાદીને મહત્વ આપે છે અને ઘરમાં રહેવા માંગતી નથી.