“Sasural Simar Ka”ની અભિનેત્રીએ દીપિકા છોડી રહી છે એક્ટિંગ?, અભિનેત્રીએ જાતે જ કર્યો ખુલાસો

દીપિકા કક્કર એક સફળ ટેલિવિઝન અભિનેત્રી છે. પોતાની એક્ટિંગથી લોકોનું મનોરંજન કરનાર આ સુંદર અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

Sasural Simar Kaની અભિનેત્રીએ દીપિકા છોડી રહી છે એક્ટિંગ?, અભિનેત્રીએ જાતે જ કર્યો ખુલાસો
Sasural Simar Ka actress Deepika
| Edited By: | Updated on: May 31, 2023 | 9:51 AM

કલર્સ ટીવીની પ્રસિદ્ધ સીરિયલ સસુરાલ સિમર કા થી લાઈમલાઈટમાં આવેલી અભિનેત્રી દીપિકા કક્કર હવે એક સફળ કલાકારની સાથે સાથે સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર પણ બની ગઈ છે. થોડા સમય પહેલા દીપિકા અને તેના પતિ એક્ટર શોએબ ઈબ્રાહિમે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા ચાહકો સાથે ખુશખબર શેર કરી હતી કે તેઓ બંને જલ્દી માતા-પિતા બનવાના છે. તાજેતરમાં દીપિકાએ તેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે “તે ગૃહિણી બનવા માંગે છે.”

દીપિકા એક્ટિંગ છોડવાને લઈને વિવાદ !

દીપિકાના આ ઈન્ટરવ્યુ પછી સોશિયલ મીડિયા પર બવાલ મચી ગયો હતો તે સમયે સમાચાર વાયરલ થયા કે અભિનેત્રીએ એક્ટિંગ છોડી દીધી છે. જો કે ઘણા લોકોએ એમ પણ કહ્યું છે લગ્ન બાદ એક્ટિંગ ન કરવા પર પરિવાર અને પતિ બન્ને દબાણ કરી રહ્યા છે. ત્યારે આ ચર્ચાઓ વચ્ચે  અભિનેત્રીએ અભિનેત્રીએ યુ-ટર્ન લીધો છે.

ટેલિવિઝન છોડવાના સમાચાર ખોટા છે

દીપિકા કહ્યુ હતુ કે ‘તેના ટેલિવિઝન છોડવાના સમાચાર ખોટા છે. તેણે એમ પણ કહ્યું કે લોકોએ તેના ઈન્ટરવ્યુનું ખોટું અર્થઘટન કર્યું છે, જેમાં તેણે કહ્યું હતું કે તે હંમેશા ગૃહિણી બનવા માંગે છે, તે ઈચ્છતી હતી કે દીપિકા જ્યારે ઓફિસ જાય ત્યારે તેના પતિને નાસ્તો આપે અને તેના ઘરની સંભાળ રાખે. કાળજી લે છે પરંતુ તેનો મતલબ એમ નથી કે એક્ટિંગ છોડી રહી છે.  જો કે અગાઉ દીપિકાના ગૃહિણી બનવાના નિવેદન બાદ હોબાળો મચી ગયો હતો. તમને જણાવી દઈએ તો દીપિકાએ મુસ્લિમ એક્ટર સાથે લગ્ન કર્યા છે.

દીપિકાનો ખુલાસો

દીપિકાએ કહ્યું કે તેણીએ તેણીની પ્રેગ્નન્સીને કારણે થોડા સમય માટે કામમાંથી બ્રેક લીધો છે, પરંતુ જો તેને સારી ઓફર મળશે તો તે ચોક્કસપણે કામ કરશે. દીપિકા કક્કરે એ પણ ખુલાસો કર્યો છે કે ‘મા બન્યા પછી શરૂઆતના દિવસોમાં તે પોતાનો બધો સમય બાળક સાથે વિતાવવા માંગે છે.’ દીપિકાનો પતિ શોએબ ઈબ્રાહિમ હાલમાં સ્ટાર ભારતના શો આજુંજીમાં જોવા મળે છે.

દીપિકા કક્કર એક સફળ ટેલિવિઝન અભિનેત્રી છે. પોતાની એક્ટિંગથી લોકોનું મનોરંજન કરનાર આ સુંદર અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.