Social Currency Show : રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા ખોટું બોલીને શોમાંથી ભાગી, મેકર્સે લગાવ્યો નિયમો તોડવાનો આરોપ
Sakshi Chopra Quit The Show : સાક્ષી ચોપરાએ તાજેતરમાં નેટફ્લિક્સના રિયાલિટી શો 'સોશિયલ કરન્સી'ના મેકર્સ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. પરંતુ શોમાં સાક્ષી વિશે કેટલાક નવા ખુલાસા થયા છે.

Sakshi Chopra Social Currency : હંમેશા પોતાના બોલ્ડ ફોટાઓથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવનારી અભિનેત્રી સાક્ષી ચોપરા રિયલ લાઈફમાં પણ તેના સ્પષ્ટવક્તા વલણ માટે જાણીતી છે. તાજેતરમાં નેટફ્લિક્સના રિયાલિટી શો ‘સોશિયલ કરન્સી’ના નિર્માતાઓને પણ સાક્ષીના સ્વભાવ અને બોલ્ડ સ્વભાવને કારણે મોટો આંચકો લાગ્યો છે.
તમને જણાવી દઈએ કે, દુનિયાને રામાયણ શીખવનારા રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા ‘સોશિયલ કરન્સી’માં સ્પર્ધક તરીકે જોડાઈ હતી.
આ પણ વાંચો : Sakshi Chopra Photos : સાક્ષી ચોપરાએ સાંતા બનીને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, ફેન્સે કહ્યું- બહેન જી, દિવાળી છે…
‘સોશિયલ કરન્સી’માં પોતાનું સોલફુલ પર્ફોર્મન્સ આપનારી સાક્ષી હંમેશા શોના નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. કેટલીકવાર કારમાં કે રૂમમાં ધૂમ્રપાન કરતી, અથવા તો મેકર્સના ઇનકાર છતાં તેના પરિવારનો સંપર્ક કરતી, વારંવારની ચેતવણી છતાં સાક્ષીએ શોના ઘણા નિયમો તોડ્યા. પાર્થ સમથાન અને લેખિકા વાગ્મિતા સિંહ આ પ્રવાસ દરમિયાન સાક્ષીના સારા મિત્રો બની ગયા.
નિર્માતાઓને કહ્યું ખોટું
શોના છેલ્લા તબક્કામાં સાક્ષીએ મેકર્સને કહ્યું હતું કે, તેના કૂતરાની તબિયત બગડવાના કારણે તે ઘરે જવા માંગે છે. તેની વાત સાંભળીને તેના સાથી સ્પર્ધકોએ સાક્ષીને સમજાવવાની કોશિશ કરી કે, તેણે થોડાં દિવસ રોકાઈ જવું જોઈએ અને ત્યાં સુધી તેની માતા તેના કૂતરાનું ધ્યાન રાખશે પરંતુ તે રાજી ન થઈ. તેણે કહ્યું હતું કે તેના કૂતરાની હૃદયની બીમારીને કારણે તેણે શો છોડવો પડશે.
View this post on Instagram
(credit Source : Sakshi Chopra)
નિર્માતાએ કર્યો ખુલાસો
જો કે, જ્યારે મેકર્સે સાક્ષી અને તેની માતાની ચેટ્સ બધાની સામે મૂકી ત્યારે સાક્ષીના સાથી સ્પર્ધકો ચોંકી ગયા. આ ચેટ અનુસાર સાક્ષી અને તેની માતા બંનેએ સાથે મળીને નિર્ણય લીધો હતો કે, તેઓ મેકર્સ સાથે ખોટું બોલીને સાક્ષીને શોમાંથી બહાર લાવશે. જ્યારે મેકર્સે આ અંગે સાક્ષીને સવાલ કરવાનો પ્રયાસ કર્યો તો સાક્ષીએ તેમને જવાબ આપવાનું જરૂરી ન માન્યું.