રામાનંદ સાગરનો ટીવી શો ‘રામાયણ’ જ્યારે 1987માં ટીવી પર પહેલીવાર ટેલિકાસ્ટ કરવામાં આવ્યો ત્યારે એવું લાગતું હતું કે જાણે ભગવાન શ્રી રામ સ્વયં દરેક ઘરમાં આવ્યા હોય. આ શો જોવા માટે દર્શકો ચપ્પલ ઉતારીને માથું ઢાંકીને ટીવી સામે હાથ જોડીને બેસી જતા હતા. આ પછી પણ ભારતીય ટેલિવિઝન પર ઘણી વખત રામાયણને રજૂ કરવામાં આવી હતી, પરંતુ અન્ય કોઈ શો તેટલો પ્રેમ મેળવી શક્યો ન હતો. કદાચ રામાનંદ સાગર અને શોની ટીમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે વર્ષો પછી પણ લોકો તેને આટલો પ્રેમ કરશે. આ પ્રેમનું પરિણામ છે કે હવે ફરી એકવાર આ ‘રામાયણ’ ટીવી પર ટેલિકાસ્ટ થવા જઈ રહ્યો છે.
‘રામાયણ’ દૂરદર્શન ચેનલ પર રજૂ થવા જઈ રહી છે. ઓફિશિયલ રીતે આ જાણકારી આપતા ટીવી ચેનલે તેના સોશિયલ મીડિયા પેજ પર આની જાહેરાત કરી છે.
દૂરદર્શને તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શોના પોસ્ટરની સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘ધર્મ, પ્રેમ અને સમર્પણની અદ્વિતિય ગાથા… ફરી એકવાર સમગ્ર ભારતનો સૌથી લોકપ્રિય શો ‘રામાયણ’ આવી રહ્યો છે, તેને ટૂંક સમયમાં જુઓ. ડીડી નેશનલ પર.’હાલમાં તેના ટેલિકાસ્ટની ડેટ જાહેર કરવામાં આવી નથી.
धर्म, प्रेम, और समर्पण की अद्वितीय गाथा…एक बार फिर आ रहा है पूरे भारत का सबसे लोकप्रिय शो ‘रामायण’, जल्द देखिए #DDNational पर। #Ramayan | @arungovil12 | @ChikhliaDipika | @LahriSunil pic.twitter.com/zqOrwx2pOg
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) January 30, 2024
રામાનંદ સાગરની ‘રામાયણ’માં અરુણ ગોવિલે ભગવાન શ્રી રામનો રોલ કર્યો હતો, દીપિકા ચિખલિયાએ માતા સીતાનો રોલ કર્યો હતો, સુનિલ લહેરીએ લક્ષ્મણનો રોલ કર્યો હતો અને દારા સિંહે હનુમાનનો રોલ કર્યો હતો. દરેક ઘરમાં દર્શકોએ તેમને એટલો પ્રેમ આપ્યો કે આજે પણ લોકો આ કલાકારોને રામાયણના પાત્રોના નામથી જ ઓળખે છે. અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયાની ઈમેજ આજ સુધી શ્રી રામ અને માતા સીતાની છે. આ પૌરાણિક શોની વાતો આજે પણ ઘણીવાર સાંભળવા મળે છે.
અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આવામાં આખો દેશ આ સમયે ઘણો ખુશ જોવા મળી રહ્યો છે. આ સમયમાં રામાનંદ સાગરની ‘રામાયણ’નું ટેલિકાસ્ટ દર્શકો માટે કોઈ ભેટથી ઓછું નથી. આ જ કારણ છે કે આ શો માટે દર્શકોમાં જોરદાર ઉત્સુકતા છે.
આ પણ વાંચો: અક્ષય કુમાર નહીં, બોની કપૂરની કંપની બનાવશે ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટી, જીતી બિડ
Published On - 2:06 pm, Wed, 31 January 24