પ્રતિક બબ્બરે કર્યો મોટો ખુલાસો, કહ્યું માત્ર 13 વર્ષની ઉંમરે ડ્રગ્સની લત લાગી હતી

|

Nov 10, 2024 | 1:27 PM

બોલિવુડ અભિનેતા પ્રતિક બબ્બર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી શાનદાર અભિનેત્રીમાંથી એક સ્મિતા પાટિલનો દિકરો છે. તેમણે માતા અને પિતા રાજ બબ્બરની જેમ ફિલ્મોમાં પોતાનું કરિયર પસંદ કર્યું, પરંતુ તેને નાની ઉંમરમાં જ ડ્રગ્સની લત લાગી ગઈ હતી.

પ્રતિક બબ્બરે કર્યો મોટો ખુલાસો, કહ્યું  માત્ર 13 વર્ષની ઉંમરે ડ્રગ્સની લત લાગી હતી

Follow us on

બોલિવુડ એક ચમકદાર ઈન્ડસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ તેની એક ડાર્ક સાઈડ પણ છે. કહેવામાં આવે છે કે, આ ઈન્ડસ્ટ્રીમાં લોકો ખોટા રસ્તે પણ ચઢી જાય છે. નશો કરવા લાગે છે. આવું જ કામ બોલિવુડ અભિનેતા પ્રતિક બબ્બરના નામે પણ છે. તે હંમેશા ડ્રગની આદતને લઈ ચર્ચામાં રહે છે. તેને પોપ્યુલિટી મળી પૈસા મળ્યા અને ડ્રગ્સની લત લાગી ગઈ. પરંતુ હવે બોલિવુડ અભિનેતા પ્રતિક બબ્બરે આ વાતની સ્પષ્ટતા કરી કે, તે બોલિવુડમાં એન્ટ્રી કરી તે પહેલાથી ડ્રગ્સ લઈ રહ્યો છે.

નાની ઉંમરમાં ડ્રગ્સની લત લાગી

પ્રતિક બબ્બર વિશે કહેવામાં આવે છે કે, તે બોલિવુડ ઈન્ડસ્ટીમાં પગ રાખ્યા બાદથી ડ્રગનો શિકાર બન્યો હતો. ફિલ્મોમાં કામ અને પ્રસિદ્ધિની તેના પર એવી અસર પડી કે તેણે ડ્રગ્સ લેવાનું શરૂ કરી દીધું. પરંતુ હવે ખુદ પ્રતીકે આ વાત પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે તેમજ ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે. અભિનેતાએ જણાવ્યું કે, તેને 13 વર્ષની ઉંમરથી ડ્રગ્સની લત લાગી ગઈ હતી.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

 

 

પ્રતિક બબ્બરે ડ્રગ્સ લેવાનું કારણ પણ જણાવ્યું

પ્રતિક બબ્બરે જણાવ્યું કે, ડ્રગ્સ લેવાનું કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી નહિ પરંતુ તેના ઘરની હાલત હતી. તેની પરવરિશ આનું કારણ બની હતી. તેના ઘરની પરિસ્થિતિ એટલી જટિલ થઈ ગઈ હતી કે, આના કારણે તેના કરિયર પર તેની આસપાસના સંબંધો પર નકારાત્મક અસર પડી હતી. અભિનેતાને આ તમામ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.ડ્રગ્સનો સીધો સંબંધ કોઈ એક ટ્રામાથી થાય છે. આના કારણે અભિનેતા ડ્રગ્સની ઝપટમાં આવી ગયો હતો.

અભિનેતાની પર્સનલ લાઈફ

અભિનેતાને પ્રોફેસનલ લાઈફથી અલગ પર્સનલ લાઈફમાં પણ ખુબ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. અભિનેતાએ કહ્યું કે, માત્ર કામ એવી વસ્તુ હતી કે, જેના કારણે અભિનેતા બચી શક્યો. પ્રતિક બબ્બર ધોબી ઘાટ, આરક્ષણ અને જાને તૂ યા જાને ના જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. તેમજ ઓટીટીની દુનિયામાં પણ ડગલું ભરી ચૂક્યો છે.

 

Next Article