રાજુ શ્રીવાસ્તવ 42 કલાકથી હોશમાં આવ્યા નથી, PM નરેન્દ્ર મોદીએ રાજુની પત્નીને ફોન કરીને ખબર અંતર પુછ્યા

|

Aug 12, 2022 | 11:52 AM

Raju Srivastava : ફેમસ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હાલ તેઓ એઈમ્સમાં દાખલ છે. તેમની પુત્રી અંતરા શ્રીવાસ્તવે તેમની હેલ્થ અપડેટ આપી છે.

રાજુ શ્રીવાસ્તવ 42 કલાકથી હોશમાં આવ્યા નથી, PM  નરેન્દ્ર મોદીએ રાજુની પત્નીને ફોન કરીને ખબર અંતર પુછ્યા
Raju Srivastava
Image Credit source: Instagram

Follow us on

Raju Srivastava : ફેમસ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava )ની હાલત ખુબ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેને હજુ સુધી હોશ આવ્યો નથી. તેની ICUમાં સારવાર ચાલી રહી છે. રાજુ શ્રીવાસ્તવની પુત્રી અંતરા શ્રીવાસ્તવે તેનું હેલ્થ અપડેટ (Health update)આપ્યું છે. અંતરાનું કહેવું છે કે, તેના સ્વાસ્થમાં કોઈ સુધારો થતો હોવાનું જાણવામાં આવી રહ્યું નથી. રાજુ શ્રીવાસ્તવ ટ્રેડમિલ પર વર્કઆઉટ કરી રહ્યા હતા તે દરમિયાન તેને હુમલો આવ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જીમમાં આવ્યો હતો હુમલો

રાજુ શ્રીવાસ્તવ પોતાની ફિટનેસનું ખુબ ધ્યાન રાખતા હતા. તે ક્યારે પણ જીમ જવાનું છોડતા નહિ. બુધવારના રોજ રાજુ શ્રીવાસ્તવની હેલ્થને લઈ કોમેડિયન સુનીલ પાલે ચાહકોને આ જાણકારી આપી હતી કે, રાજુ શ્રીવાસ્તવને હુમલો આવ્યો છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમારા સૌના આશીર્વાદ અને પ્રાર્થનાથી તે અત્યારે સ્વસ્થ છે.

  રાજુ શ્રીવાસ્તવની હાલત ગંભીર

ઈટાઈમ્સના રિપોર્ટ મુજબ હાલમાં રાજુ શ્રીવાસ્તવની પુત્રી અંતરા શ્રીવાસ્તવે આ જાણકારી આપતા કહ્યું કે, તેની હાલત ગંભીર છે. હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટરો તેની આઈસીયુમાં સારવાર કરી રહ્યા છે. આખી ટીમ તેના સારા સ્વાસ્થ માટે મહેનત કરી રહી છે. અમે પ્રાર્થના કરીએ તે જલ્દી સ્વસ્થ થઈ જાય, મારી મમ્મી તેની સાથે આઈસીયુમાં છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એમ્સના ડોક્ટરો સારવાર કરી રહ્યા છે

એમ્સમાં રાજુ શ્રીવાસ્તવની દેખરેખ રાખી રહેલા ડોક્ટરની ટીમે જણાવ્યું કે, રાજુ શ્રીવાસ્તવની હાલત ગંભીર છે પરંતુ તેના પર દવાઓની અસર ધીમે ધીમે થઈ રહી છે. જીમમાં બેહોશ થયા બાદ તેને હજુ સુધી હોશ આવ્યો નથી.

અનેક શોમાં કામ કરી ચૂક્યા છે રાજુ શ્રીવાસ્તવ

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, રાજુ શ્રીવાસ્તવ ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જથી ખુબ પોપ્યુલર થયો હતો. આ શૌમાં તે બીજા નંબર પર આવ્યો હતો. આ શો બાદ તે બિગ બોસની ત્રીજી સીઝનમાં જોવા મળ્યો હતો. આ શો બાદ રાજુ નચ બલિયે સીઝન6માં તેની પત્ની સાથે જોવા મળ્યો હતો.

Published On - 7:26 am, Fri, 12 August 22

Next Article