આખરે શ્વેતા તિવારીની પુત્રી પલકને મોટી ફિલ્મોની ઓફર કેમ થઈ રહી છે? જાણો મેકર્સના વિશ્વાસનું કારણ

|

Nov 03, 2022 | 4:23 PM

પલક તિવારી (Palak Tiwari)એ ખૂબ જ નાની ઉંમરમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. શ્વેતા તિવારીની દીકરીની ફેન ફોલોઈંગ કોઈ મોટા સ્ટારથી ઓછી નથી.

આખરે શ્વેતા તિવારીની પુત્રી પલકને મોટી ફિલ્મોની ઓફર કેમ થઈ રહી છે? જાણો મેકર્સના વિશ્વાસનું કારણ
આખરે શ્વેતા તિવારીની પુત્રી પલકને મોટી ફિલ્મોની ઓફર કેમ થઈ રહી છે
Image Credit source: Instagram

Follow us on

નાના પડદાની મશહુર અભિનેત્રી શ્વેતા તિવારી પોતાની દમદાર એક્ટિંગ માટે જાણવામાં આવે છે શ્વેતાએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખુબ જ લાંબા સમય સુધી કામ કર્યું છે. હાલમાં તેની પુત્રી પલક તિવારી પણ ચર્ચામાં રહે છે પલકે પોતાના લુક અને સુંદરતાને લઈ હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ ખુબ જ નાની ઉંમરમાં પલકને મોટી-મોટી ઓફરો થઈ રહી છે.

શ્વેતાની પુત્રી અત્યારસુધી મ્યુઝિક વીડિયો અને અરબાઝ ખાનની ફિલ્મ રોઝી ધ સૈફરન ચૈપ્ટરમાં કામ કરી ચૂકી છે, એક સમાચાર સામે આવ્યા છે કે, પલક હવે સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ કિસી કા ભાઈ , કિસી કી જાનમાં પણ જોવા મળશે. આ સમાચાર બાદ અભિનેત્રીની ખુશીમાં વધારો થયો છે પરંતુ હવે તેના અને ચાહકો બંન્ને માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે વધુ એક પ્રોજેક્ટ પલકના હાથમાં આવ્યો છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

 

  ફિલ્મનો ફર્સ્ટ લૂક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો

સલમાન ખાન બાદ હવે સંજય દત્તની સાથે પણ કામ કરવાની તક મળશે.પ્રાપ્ત માહિતી અનુસાર, સંજય દત્તની ફિલ્મ ‘ધ વર્જિન ટ્રી’માં શ્વેતા તિવારીની પુત્રીને કાસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મની વાર્તા હોરર કોમેડી પર આધારિત છે. પલકે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ એક નાનો વિડીયો છે. જેમાં ફિલ્મમાં જોવા મળેલા સ્ટાર્સના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં જોઈ શકાય છે કે આ વીડિયોમાં પલકનું નામ પણ દેખાઈ રહ્યું છે. ફર્સ્ટ લુક શેર કરતા પલકએ કેપ્શનમાં લખ્યું, ‘પ્રેમ તમને શીખવે છે કે જીવન અને મૃત્યુની વાત આવે ત્યારે પણ તમારી આંખો કેવી રીતે બંધ રાખવી.’

અભિનેત્રી આ જાહેરાતથી ખુબ ખુશ

વીડિયો ખુબ હોરર બનાવવાની કોશિષ કરવામાં આવી છે . ફિલ્મ ‘ધ વર્જિન ટ્રી’ના ફર્સ્ટ લુક લોકો ખુબ પસંદ કરી રહ્યા છે બોલિવુડના અન્ય સ્ટારનો ફર્સ્ટ લુક પણ સુંદર છે. અભિનેત્રીના ચાહકો આ જાહેરાતથી ખુબ ખુશ છે.

Next Article