સોની ટીવીના ‘ઝલક દિખલા જા’માં માત્ર એક્ટરો જ નહીં પરંતુ ગાયકોથી લઈને સોશિયલ મીડિયાના પ્રભાવકો સુધીની અનેક નામાંકિત લોકો ભાગ લેવા જઈ રહ્યા છે. હવે આ સ્ટાર્સમાં વધુ એક નામ જોડાયું છે. તાજેતરમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ના ‘રમૈયા વસ્તાવૈયા’ ગીતથી પોતાના અવાજનો જાદુ ફેલાવનારા ગાયક શ્રીરામ ચંદ્ર ‘ઝલક દિખલા જા’માં પોતાના ડાન્સનો ઝલવો બતાવવા માટે તૈયાર છે. જો કે સિંગર શ્રીરામનો સોની ટીવી સાથે ઘણો જૂનો સંબંધ છે.
આ પણ વાંચો : રૂબીના સુંદરતામાં ટીવીની મોટી સુંદરીઓને પણ આપે છે ટક્કર, હાલમાં ઝલક દિખલા જામાં ડાન્સથી ધૂમ મચાવે છે
શ્રીરામે 13 વર્ષ પહેલા વર્ષ 2010માં સોની ટીવીના ઈન્ડિયન આઈડોલમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. તેણે આ સિઝન જીતી પણ હતી. ઈન્ડિયન આઈડલમાં જોડાતા પહેલા પણ શ્રીરામ તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં પ્લેબેક સિંગિંગ તરીકે કામ કરતો હતો. આ પછી ઈન્ડિયન આઈડલ જીત્યા બાદ તેના માટે બોલિવૂડના દરવાજા ઓપન થઈ ગયા.
If loving fashion is an offence, consider me guilty #AhaVideoIn #AhaIdolOnReels #Vikram #TeluguIndianIdol #SRC #SreeramaChandra #style pic.twitter.com/ZKQpd6CqoS
— Sreerama Chandra (@Sreeram_singer) July 15, 2022
તેણે એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી, રેસ 3, છિછોરે, ભૂલ ભુલૈયા જેવી ઘણી હિન્દી ફિલ્મો માટે ગીતો ગાયા છે. આપણે આમ જોઈએ તો શ્રીરામને તેની સિંગિંગ કરિયરની સાથે રિયાલિટી શો કરવાની આદત છે.
આ પહેલા તેમણે બિગ બોસ તેલુગુ સીઝન 5 સ્પર્ધક તરીકે વોવ 2 અને વોવ 3 મહેમાન સ્પર્ધક તરીકે કરી છે. 2022માં તેણે તેલુગુ ઈન્ડિયન આઈડોલનું પણ આયોજન કર્યું હતું. થોડાં સમય પહેલા તેણે ફેમસ શો ‘નેનુ સુપર વુમન’ હોસ્ટ પણ કર્યો હતો.
આવતો મહિનો નવેમ્બરમાં ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’નું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે. મલાઈકા અરોરા, ફરાહ ખાન અને અરશદ વારસી આ ડાન્સ શોને જજ કરશે. હોસ્ટની વાત કરીએ તો ગૌહર ખાન અને પરિતોષ ત્રિપાઠી આ શોને હોસ્ટ કરશે. શ્રીરામ ચંદ્રની સાથે શિવ ઠાકરે, આમિર અલી, તનિષા મુખર્જી અને ઉર્વશી ધોળકિયા જેવા ઘણા સ્ટાર્સ આ શોમાં પોતાની ડાન્સ ટેલેન્ટ દર્શાવતા જોવા મળશે.
Published On - 9:53 am, Tue, 17 October 23