AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Idol 13 : ‘ફેન વોર’ની વચ્ચે એક સાથે જોવા મળ્યા ફાલ્ગુની પાઠક- નેહા કક્કર, રમ્યા જોરદાર ગરબા-જૂઓ Viral Video

તાજેતરમાં નેહા કક્કરે (Neha Kakkar) ફાલ્ગુની પાઠકનું (Falguni Pathak) પ્રખ્યાત ગીત "મૈંને પાયલ હૈ છનકાઈ" તેના અવાજમાં ગાયું છે. જો કે આ નવા ગીત બાદ કેટલાક ફેન્સ નેહાથી ખૂબ નારાજ છે.

Indian Idol 13 : 'ફેન વોર'ની વચ્ચે એક સાથે જોવા મળ્યા ફાલ્ગુની પાઠક- નેહા કક્કર, રમ્યા જોરદાર ગરબા-જૂઓ Viral Video
Neha Kakkar Falguni Pathak
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 7:01 AM
Share

સોની ટીવીનો (Sony TV) સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડોલ 13 (Indian Idol 13) તેના થિયેટર મ્યુઝિક ફેસ્ટિવલ એપિસોડ્સ સાથે મનોરંજનની મજામાં અનેકગણો વધારો થયો છે. ઈન્ડિયન આઈડલ 13નો આ એપિસોડ પણ બધા દર્શકો માટે ખૂબ જ મનોરંજક સાબિત થયો. જ્યાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક (Falguni Pathak) તમામ સ્પર્ધકો સાથે નવરાત્રીની ઉજવણી કરતી જોવા મળી હતી. નેહા કક્કર (Neha Kakkar), હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની માટે પણ તે યાદગાર સાંજ હતી. જેમણે શોમાં ટોપ 15 સ્પર્ધકોના પ્રદર્શનનો આનંદ માણ્યો હતો. વાસ્તવમાં, નેહાએ ‘પાયલ હૈ છનકાઈ’ ગીત ગાયા પછી, સોશિયલ મીડિયા પર ફાલ્ગુની-નેહાના ફેન્સ વચ્ચે જોરદાર લડાઈ ચાલી રહી છે. પરંતુ આ લડાઈને અવગણીને બંને ગાયકોએ ઘણી મજા કરી છે.

જજે પણ રમ્યા ગરબા

ઇન્ડિયન આઇડોલ 13 સ્પર્ધકોએ પણ હાસ્યમાં વ્યસ્ત રહીને સાંજને યાદગાર બનાવી. નવરાત્રિની વહેલી શરૂઆત કરીને, ગાયિકા ફાલ્ગુની પાઠકે સ્ટેજ પર ધૂમ મચાવી દીધી હતી, જ્યાં તે એપિસોડ પહેલા જ તમામ સ્પર્ધકો અને જજો સાથે ગરબાની ધૂન પર ડાન્સ કરતી જોવા મળી હતી.

અહીં વીડિયો જુઓ…..

બધા સાથે રમ્યા ગરબા

આ વિશે વાત કરતાં સ્પર્ધક સેંજુતિ દાસે કહ્યું, “સૌ પ્રથમ તો હું આભારી છું કે મને ઈન્ડિયન આઈડલ 13 જેવા પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર પરફોર્મ કરવાની તક મળી. આશા છે કે આ થિયેટર રાઉન્ડ મારી સફળતાની ટિકિટ સાબિત થશે. આજે હું ખૂબ જ ખુશી અનુભવું છું. આ એક સુંદર દિવસ હતો જ્યાં અમે ફાલ્ગુની પાઠકને મળી શક્યા અને તેની સાથે ગરબા રમી શક્યા. તે ખરેખર એક અદ્ભુત લાગણી હતી.”

સ્પર્ધકોએ ખુશી કરી હતી વ્યક્ત

સ્પર્ધક કામ્યા લિમયેએ કહ્યું, “મને ગરબા રમવાનો શોખ છે અને ફાલ્ગુની પાઠક મેડમ સહિત તમામ નિર્ણાયકો અને સહ-સ્પર્ધકો સાથે ગરબાની ધૂન પર ડાન્સ કરવાનું મારું સપનું હતું. હું અહીં આ પ્લેટફોર્મ પર આવીને ખૂબ જ ઉત્સાહિત છું. હું આશા રાખું છું કે આ તક મને મારા સપના પૂરા કરવામાં મદદ કરશે. હું આ શોની આભારી છું, જેણે મને મારી પ્રતિભા દર્શાવવાની તક આપી.”

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">