Deeksha Sahu : કોણ છે દીક્ષા સાહુ, જે ‘ભાભી જી ઘર પર હૈ’ સિરિયલમાં એન્ટ્રી લેવા જઈ રહી છે

|

Jan 20, 2023 | 2:20 PM

Deeksha Sahu : 'ભાભી જી ઘર પર હૈ' એક લોકપ્રિય ટેલિવિઝન શો છે. આ લોકપ્રિય ટીવી શોમાં હવે દીક્ષા સાહુની એન્ટ્રી થવાની છે. દીક્ષા સાહુ 'ભાભી જી ઘર પર હૈ'માં વિભૂતિ નારાયણની કઝિન 'ગિલ્લી'ના રોલમાં જોવા મળશે.

Deeksha Sahu : કોણ છે દીક્ષા સાહુ, જે ભાભી જી ઘર પર હૈ સિરિયલમાં એન્ટ્રી લેવા જઈ રહી છે
Deeksha Sahu

Follow us on

પ્રતીક્ષાનું ફળ મીઠું હોય છે-આ માત્ર એક કહેવત નથી, પરંતુ ઘણા લોકોએ રાહ જોયા પછી તેને સારી વસ્તુઓ મળી પણ છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ છે દીક્ષા સાહુ. દીક્ષા સાહુને ‘ભાભી જી ઘર પર હૈ’ શોમાં મહત્વની ભૂમિકા ભજવવાની તક મળી છે પરંતુ આ શો મેળવવા માટે તેને 10 વર્ષનો લાંબો સમય રાહ જોવી પડી હતી. આવો જાણીએ કોણ છે દીક્ષા સાહુ, જે આટલા વર્ષો પછી ટીવી શો દ્વારા પોતાના કરિયરની નવી ઉડાન ભરવા જઈ રહી છે.

‘ભાભીજી ઘર પર હૈ’ માં નવી એન્ટ્રી

‘ભાભીજી ઘર પર હૈ’ ટેલીવિઝનનો લોકપ્રિય શો છે. લોકપ્રિય ટીવી શોમાં હવે દીક્ષા સાહુની એન્ટ્રી થવા જઈ રહી છે. દીક્ષા સાહુ ‘ભાભીજી ઘર પર હૈ’માં વિભૂતી નારાયણની કઝિન ‘ગિલ્લી’ના રોલમાં જોવા મળશે. આ રોલ માટે દીક્ષાને ઘણા વર્ષની પ્રતિક્ષા કરવી પડી છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

આ પણ વાંચો : Bigg Boss 16: શિલ્પા શિંદેને ગમ્યો શાલીનનો નવો અવતાર, ભાભીજીની સ્ટાઈલમાં કર્યા વખાણ

એક્ટ્રેસ મીડલ ક્લાસ ફેમેલીમાંથી આવે છે. દીક્ષાના પિતા ગોકુલ પ્રસાદ સાહુ આર્મીમાં હતા. તેની માતા દયા સાહુ ગૃહિણી છે. મીડલ ક્લાસ ફેમેલીમાં ઉછેર થયા પછી પણ દીક્ષા જીંદગીને લઈને મોટા સપના જોતી હતી. એટલા માટે તેને પોતાના કરિયરની શરૂઆત શેરી નાટકથી કરી.

અભ્યાસમાં પણ ઉત્તમ

એક ઈન્ટરવ્યુ દરમિયાન દીક્ષાએ જણાવ્યું કે, તે અભ્યાસમાં ઘણી સારી હતી. ગ્રેજ્યુએટ થયા પછી 2012માં તેમને શેરી નાટકો કરવાનો મોકો મળ્યો. શેરી નાટક પછી તેણે NSD વર્કશોપમાં ભાગ લીધો. આ સાથે દીક્ષાએ થિયેટરને ખૂબ નજીકથી જાણ્યું. થિયેટરને યોગ્ય રીતે જાણ્યા પછી દીક્ષાએ અભિનય ક્ષેત્રમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. જો કે તેની સફર બિલકુલ સરળ ન હતી.

મુંબઈ આવ્યા પછી દીક્ષાને દયાબાઈ નામની ફિલ્મમાંથી એક્ટિંગ બ્રેક મળ્યો. દીક્ષાની પહેલી ફિલ્મ ઈન્ટરનેશનલ એવોર્ડ માટે ભારતમાંથી મોકલવામાં આવી હતી. આ પછી તે કેટલીક ફિલ્મો અને વેબ શોમાં જોવા મળી છે.

10 વર્ષ સુધી રાહ જોઈ

દીક્ષા સાહુને એક્ટિંગ બ્રેક મળ્યો હતો. જો કે તેમનો સંઘર્ષ હજુ પૂરો થયો ન હતો. તેથી સારી શરૂઆત હોવા છતાં તેને 10 વર્ષ સુધી રાહ જોવી પડી. જ્યારે તેને ‘ભાભી જી ઘર પર હૈ’માં કામ કરવાનો મોકો મળ્યો ત્યારે પ્રતીક્ષાનું ફળ મીઠું સાબિત થયું. દીક્ષા સાહુ તેની સફળતાનો શ્રેય તેના પરિવાર અને થિયેટર ગુરુઓને આપે છે. શ્રેયા કહે છે કે મધ્યમ વર્ગના પરિવાર માટે તેમની દીકરીને મુંબઈ મોકલવી સરળ ન હતી પરંતુ તેણે મારા સપનાને આગળ રાખ્યા. આ પછી તેણે તે ગુરુઓનો પણ આભાર માન્યો, જેમના કારણે તે આજે આ સ્થાન સુધી પહોંચી શકી છે.

Next Article