
ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર કપલ તરીકે ફેમસ તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા છેલ્લા કેટલાક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. કરણ અને તેજસ્વીને સાથે જોઈ ચાહકો પણ ખુશ થાય છે. હવે ચાહકો ઈચ્છે છે કે, બંન્ને લગ્ન કરી લો. તેજસ્વી અને કરણના લગ્નને લઈ એક રિપોર્ટ સામે આવ્યો છે. કે, આ વખતે લગ્નની તૈયારીઓનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈ ચાહકો પણ ચોંકી ગયા છે. કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ લાફ્ટર શેફ 3ના સેટ પર લગ્ન કરશે. સેટની તૈયારીઓનો વીડિયો પણ સામે આવ્યો છે.
લાફ્ટર શેફ્સ 3માં કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ પોતાની કુંકિગની સાથે સાથે કેમેસ્ટ્રિમાં પણ આગ લગાવી દે છે. આ શોમાં બંન્ને ચાહકો ખુબ પસંદ કરે છે. કેટલીક વખત શોમાં અન્ય સ્ટાર્સ કરણ અને તેજસ્વીની સાથે લગ્નના ટોપિક પર મસ્તી મજાક કરે છે પરંતુ હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંન્ને લગ્ન કરી રહ્યા છે. સેટ પરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બેનરમાં જોવા મળી રહ્યું છે કે, આ બંન્નેના લગ્ન થશે.
ટીવી અભિનેતા કરણ કુંદ્રા પોતાનાથી 9 વર્ષ નાની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશ સાથે બિગ બોસથી રિલેશનશીપમાં છે. તેજસ્વી પ્રકાશ સાથે તેની જોડી લોકપ્રિય છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર રોમેન્ટિક ફોટો શેર કરતા રહે છે. કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ બંન્ને વચ્ચે ઉંમરમાં 9 વર્ષનો તફાવત છે.અભિનેતા કરણ કુન્દ્રા ઘણીવાર તેના સંબંધોને કારણે ચર્ચામાં રહે છે. તે અને તેજસ્વી પ્રકાશ બિગ બોસથી ડેટિંગ કરી રહ્યા છે. તેઓ ઘણીવાર ચાહકોનું ધ્યાન ખેંચે છે. ગયા વર્ષે, કરણ અને તેજસ્વી વચ્ચે બ્રેકઅપની અફવાઓ સામે આવી હતી, પરંતુ કરણે આ અટકળોને ફગાવી દીધી હતી.
Published On - 11:14 am, Thu, 30 April 26