Breaking News: રીતિ તિવારી Bigg Boss 20માંથી આઉટ, ઉદિતિ સિંહ, માહી વિજ અને યંગ ડીએસએ પાડ્યો જબરજસ્ત ખેલ

'બિગ બોસ 20'માં એક મોટો વળાંક આવ્યો છે. મિડ-વીક એલિમિનેશન દરમિયાન રીતિ તિવારીને ઘરની બહાર કરવામાં આવી. ઉદિતિ સિંહ, માહી વિજ અને યંગ ડીએસએ દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે રીતિ તિવારીની બિગ બોસ 20માં, સફરનો અંત આવ્યો છે.

Breaking News: રીતિ તિવારી Bigg Boss 20માંથી આઉટ, ઉદિતિ સિંહ, માહી વિજ અને યંગ ડીએસએ પાડ્યો જબરજસ્ત ખેલ
| Updated on: Oct 01, 2026 | 6:02 PM

‘બિગ બોસ 20’ના ઘરમાં હવે આગળ શું થશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. સ્પર્ધકોની વ્યૂહરચનાઓ અને સંબંધોને લઈને રોજે રોજ નવા ટ્વીસ્ટ આવતા રહે છે. હવે, બિગ બોસ 20 નિર્માતાઓએ દર્શકોને વધુ એક મોટો આશ્ચર્યજનક ઝટકો આપ્યો છે. આ સપ્તાહે, મિડ-વીક એલિમિનેશન થયું છે. જેમાં રીતિ તિવારીની બિગબોસના ઘરની સફર અચાનક સમાપ્ત થઈ ગઈ. રીતિ તિવારી આ સીઝનની એવી પ્રથમ સ્પર્ધક બની છે જેને મિડ-વીક એલિમિનેશનનો સામનો કરવો પડ્યો. તેનું એલિમિનેશન એવા સમયે થયું જ્યારે તે શો દ્વારા પોતાના સપના પૂરા કરવાનો પ્રયાસ કરી રહી હતી.

ત્રણ સ્પર્ધકોને મળ્યું વિશેષ ‘વરદાન’

‘બિગ બોસ 20’ના એક ટાસ્કમાં, ઉદિતિ સિંહ, માહી વિજ અને યંગ ડીએસએને એક વિશેષ ‘વરદાન’ આપવામાં આવ્યું હતું. આ વરદાનથી ત્રણેય કોઈ એક સ્પર્ધકની ‘લાઇફલાઇન’ છીનવી લેવાની સત્તા મળી. આ નિર્ણય રમત પર મોટી અસર કરી શકે તેમ હતો, કારણ કે સ્પર્ધકની લાઇફલાઇન શોમાં ટકી રહેવાની તેમની આશાઓ સાથે જોડાયેલી હતી. તે ત્રણેયે મળીને રીતિ તિવારીને નિશાન બનાવી. તેનું મુખ્ય કારણ એ હતું કે રીતિએ તેનું પહેલી લાઈફ લાઈન પહેલેથી જ ગુમાવી દીધી હતી. પરિણામે, તેની બાકીની લાઇફલાઇન પણ છીનવાઈ જતાં, તેની પાસે શોમાં ટકી રહેવાનો કોઈ રસ્તો બાકી રહ્યો નહીં. આ નિર્ણય બાદ, તેણે પોતાનો સામાન પેક કરવો પડ્યો અને બિગ બોસનું ઘર છોડવું પડ્યું.

‘રોકસ્ટાર’ બનવાનું સપનું અધૂરું રહ્યું

રીતિ તિવારીએ ‘બિગ બોસ 20’માં પોતાની એક અલગ ઓળખ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. શોમાં જોડાવા પાછળનું તેનું એક સપનું પોતાને રોકસ્ટાર તરીકે સ્થાપિત કરવાનું હતું. જોકે, તેની સફર અપેક્ષા મુજબ લાંબી ચાલી નહીં. મિડ-વીક એલિમિનેશને તેની સફરનો અચાનક અંત લાવી દીધો. રીતિનું એલિમિનેશન ખાસ કરીને નોંધપાત્ર હતું કારણ કે, સામાન્ય રીતે દર્શકો વીકએન્ડ દરમિયાન એલિમિનેશનની અપેક્ષા રાખતા હોય છે, પરંતુ આ વખતે ઘરની અંદર લેવાયેલા નિર્ણયે તેની સફર પૂરી કરી દીધી. આનાથી અન્ય સ્પર્ધકોને સ્પષ્ટ થઈ ગયું કે રમતનું સમીકરણ કોઈપણ ક્ષણે બદલાઈ શકે છે.

સલમાન ખાને પણ રીતિને લીધી હતી આડે હાથ

‘વીકેન્ડ કા વાર’ દરમિયાન રીતિ તિવારીએ સલમાન ખાનની નારાજગીનો પણ સામનો કરવો પડ્યો હતો. સલમાને તેની રમતની શૈલી અને વર્તન વિશે ચર્ચા કરી હતી અને શોમાં તે ક્યાં ભૂલ કરી રહી હતી તે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સલમાનની ટિપ્પણીઓ છતાં, રીતિની રમતમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો ના હતો. બિગ બોસના દર્શકોના પ્રતિભાવની વાત કરીએ તો, તેની રમત શોમાં ટકી રહેવા માટે જરૂરી પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહી હતી. આખરે, ઘરની અંદર મળેલા એક ‘વરદાન’ અને સ્પર્ધકોના નિર્ણયને કારણે તેની સફરનો અંત આવ્યો.

રીતિ પછી અન્ય કોણ બહાર થયું?

‘બિગ બોસ 20’ માંથી રીતિ તિવારીનું બહાર થવું (eviction) સીઝનના શરૂઆતના તબક્કામાં થયું હતું. તેની પહેલાં ઈશા રિખીને ઘરમાંથી બહાર કરવામાં આવી હતી. ઈશા અને રીતિની વચ્ચે રોહેદ ખાને પણ શો છોડવો પડ્યો હતો. આમ, ઘણા સ્પર્ધકોની સફર માત્ર શરૂઆતના થોડા અઠવાડિયામાં જ પૂરી થઈ ગઈ છે. નોંધનીય છે કે, તાજેતરના એક એપિસોડમાં આમ્રપાલીએ નિરહુઆ સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી.

Bigg Boss 20 માથી બહાર થયા બાદ બાદશાહની EX વાઈફ ઈશા રિખીનું સામે આવ્યુ નિવેદન, આ વાતનો વ્યક્ત કર્યો પસ્તાવો

Follow Us
Loading...
Unable to load recommendations.