AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 20 માથી બહાર થયા બાદ બાદશાહની EX વાઈફ ઈશા રિખીનું સામે આવ્યુ નિવેદન, આ વાતનો વ્યક્ત કર્યો પસ્તાવો

જાણીતા પંજાબી સિંગર બાદશાહની પૂર્વ પત્ની અને અભિનેત્રી ઈશા રિખી, ગત સપ્તાહે જ બિગ બોસ 20 માંથી બહાર થઈ ગઈ છે. સલમાન ખાનના શોમાંથી બહાર નીકળ્યા બાદ તરત જ તેણે એક નિવેદન જાહેર કર્યું હતું.

Bigg Boss 20 માથી બહાર થયા બાદ બાદશાહની EX વાઈફ ઈશા રિખીનું સામે આવ્યુ નિવેદન, આ વાતનો વ્યક્ત કર્યો પસ્તાવો
Isha Rikhi, Badshahs ex-wife
| Updated on: Sep 30, 2026 | 8:10 PM
Share

પંજાબી રેપર બાદશાહ સાથેના લગ્ન તૂટ્યાના થોડા સમય બાદ જ, ઈશા રિખીએ બિગ બોસ 20ના ઘરમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે તેણે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે દર્શકોને અપેક્ષા હતી કે તે આ વિવાદાસ્પદ શોમાં એક મજબૂત સ્પર્ધક સાબિત થશે અને બાદશાહ સાથેના તેના સંબંધોના અંત અંગે કેટલીક અજાણી વાતો જાહેર કરશે.

જોકે, ત્રણ અઠવાડિયા વીતી ગયા છતાં ઈશા રિખીએ કોઈ ખાસ ગેમ સ્ટ્રેટેજી અપનાવી કે દર્શાવી નહીં, તેથી બીગ બોસના દર્શકોએ તેને વોટિંગ દ્વારા બહાર કરી દીધી. હવે શોમાંથી બહાર આવ્યા બાદ, ઈશાએ સોશિયલ મીડિયા પર જાહેર કરેલા નિવેદનમાં પોતાનો અફસોસ વ્યક્ત કર્યો છે.

ઈશા રિખીએ પહેલીવાર પોતાની લાગણીઓ વિશે વાત કરી

સલમાન ખાન હોસ્ટીગ શો ‘બિગ બોસ 20’ માંથી બહાર નીકળ્યા પછી, ઈશા રિખીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નિવેદન જાહેર કર્યું. તેણે લખ્યું, “મેં બિગ બોસના ઘરમાં ત્રણ અઠવાડિયા વિતાવ્યા, જ્યાં મેં વિવિધ લાગણીઓ અને પડકારોનો સામનો કર્યો, હાસ્યની પળો વહેંચી અને એવી યાદો બનાવી જે હંમેશા મારી સાથે રહેશે. પાછા ફર્યા પછી, મને સમજાયું છે કે મારા જીવનમાં તમારા પ્રેમ અને સમર્થનનું કેટલું મહત્વ છે. જે લોકો મારી પડખે ઊભા રહ્યા અને મારો ઉત્સાહ વધાર્યો તેમનો તેમજ જેમણે મને સમર્થન ન આપ્યું તેમનો પણ હું આભાર માનું છું.”

ઈશા રિખીએ તેના નિવેદનમાં આગળ લખ્યું, “હું દરેકના અભિપ્રાયો માટે આભારી છું. છેલ્લા કેટલાક અઠવાડિયામાં જે લોકો મારી સાથે રહ્યા છે તે દરેકનો હું આભાર માનું છું. છેલ્લા કેટલાક મહિનાઓ મારા માટે જરાય સરળ નહોતા. હું માનસિક અને ભાવનાત્મક રીતે ખૂબ તૂટી ગઈ હતી (ઈમોશનલ બ્રેકડાઉન). એવો સમય પણ હતો જ્યારે મને મારી વાત વ્યક્ત કરવામાં મુશ્કેલી પડતી હતી, અને ઘણી એવી બાબતો હતી જે હું કરવા માંગતી હતી પરંતુ કરી શકી નહીં.” ‘હું આપ સૌની માફી માંગુ છું’ – ઈશા રિખી

ઈશા રિખીએ પોતાની પોસ્ટમાં આગળ કહ્યું, “આ તમામ ઉતાર-ચઢાવ વચ્ચે, હું આપ સૌને એ કહેવા માંગુ છું કે મેં તમારો પ્રેમ અનુભવ્યો છે, ભલે હું મારી લાગણીઓ બહુ સારી રીતે વ્યક્ત ન કરી શકી હોઉં. તમારા પ્રેમનું મૂલ્ય શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. મારી પડખે ઊભા રહેવા, મને સમજવા અને મને સમર્થન આપવા બદલ આપ સૌનો આભાર. હું તે માટે આભારી છું.”

ઉલ્લેખનીય છે કે ઈશા રિખી પહેલાં રોહેદ ખાનને ઘરમાંથી બહાર કરવામાં આવ્યા હતા. જ્યારે બિગ બોસે ઘરના સભ્યોને બે વ્યક્તિઓને બચાવવાનો વિકલ્પ આપ્યો, ત્યારે કનિકા માને ઈશાને બદલે મેરી કોમને બચાવવાનું પસંદ કર્યું; પરિણામે, ઈશાએ એક ‘લાઈફ’ (તક) ગુમાવી અને ત્યારબાદ પ્રેક્ષકોના મતદાનમાં તેને અન્ય સ્પર્ધક યંગ ડીએસએ કરતાં ઓછા મત મળ્યા.

Isha ​​Rikhi’s statement on Instagram

Bigg Boss 20 Eviction: બિગ બોસ 20માંથી બહાર થઈ બાદશાહની EX પત્ની, માંડ માંડ બચ્યો યંગ DSA

Follow Us
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
g clip-path="url(#clip0_868_265)">