
આકાંક્ષા ચમોલાએ લોકઅપ સીઝન 2ની પ્રીમિયર દરમિયાન જણાવ્યું કે, ગૌરવ ખન્ના સાથે છુટાછેડા લઈ રહી છે. આ વાતને અનેક લોકોને ચોંકાવી દીધા છે. કારણ કે, તેમણે પહેલી વખત પોતાની પર્સનલ લાઈફ વિશે આ જાણકારી શેર કરી હતી. ત્રીજા એપિસોડમાં આકાંક્ષાએ તેના સાથે રહેલા સ્પર્ધક શ્રેયા કાલરા અને સૂફી મોતીવાલાની સાથે આ વાત શેર કરી હતી કે, તે છુટાછેડા કેમ લઈ રહી છે.
આકાંક્ષાએ કહ્યું જ્યારે અમારા લગ્ન થયા તો મારામાં માતૃત્વની ભાવના ન હતી. પંરતુ આને જાણવા માટે હંમેશા તૈયાર હતી. મે ક્યારેય આ ભાવનાને દબાવી નથી. ધીમે-ધીમે મને અહેસાસ થયો કે,હું આના માટે બની નથી. મને આ વાતથી કોઈ આપત્તિ ન હતી પરંતુ મને લાગે છે કે, સમયની સાથે આ વિચાર બદલાયા.
ત્યારબાદ આકાંક્ષાએ કહ્યું કે બાળકને દત્તક લેવા માંગે છે પરંતુ બાળકને જન્મ આપવા માંગતી નથી.ગૌરવે આ મામલે અત્યારસુધી કોઈ ટિપ્પણી કરી નથી. તે ખતરો કે ખેલાડી 15માં ભાગ લઈ રહ્યો છે.
આકાંક્ષા ચમોલા સંતોષી મા, યે હૈ આશિકી, ક્રાઈમ પેટ્રોલ જેવા ટીવી શોમાં જોવા મળી ચૂકી છે. તેમણે ગૌરવ ખન્નાને થોડા સમય સુધી ડેટિંગ કર્યા બાદ 2016માં લગ્ન કર્યા હતા. તે એક ઓડિશન દરમિયાન ગૌરવ ખન્નાને મળી હતી. ગૌરવ ખન્ના અને આકાંક્ષાએ 2016માં કાનપુરમાં લગ્ન કર્યા હતા.બિગ બોસ દરમિયાન ગૌરવ એક સમયે ભાવુક થયો હતો. જ્યારે તેના પર પોતાની પત્નીના બાળક ન કરવાનો નિર્ણય વિશે વાત કરવાનું સિમ્પૈથી કાર્ડ રમવાનો આરોપ લાગ્યો હતો. આ ફિનાલે વીક પહેલા દિવસે થયું હતુ. એક રિપોર્ટરે ગૌરવને આ વિશે સવાલ કર્યો હતો.
ગૌરવે કહ્યું હતું કે તે તેની પત્ની માટે બલિદાન આપી દેશે. ભાવનાત્મક રીતે, ગૌરવે તેની પત્નીના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે જ્યારે તે બાળકોને પ્રેમ કરે છે અને લગ્ન પછી પિતા બનવા માંગે છે, ત્યારે બહુ ઓછા પુરુષો તેમની પત્નીઓને એટલો પ્રેમ કરે છે કે તેઓ પોતાની ઇચ્છાઓનું બલિદાન આપી શકે. તેમણે વધુમાં કહ્યું કે આ તેમના માટે ખૂબ જ સંવેદનશીલ બાબત છે, અને તેમની પત્ની જે પણ નિર્ણય લેશે, તે હંમેશા તેનો આદર કરશે અને તેની સાથે રહેશે.