Breaking News : અભિનેત્રીને મેસેજ કરે છે ક્રિકેટર્સ, વીરેન્દ્ર સહવાગે જોઈ આખી ચેટ કહ્યું, એટલે રન બનતા નથી

Rise And Fall 2 : એમેઝોન પ્રાઇમનો રાઇઝ એન્ડ ફોલ 2 ( Rise And Fall 2 )શરૂ થઈ ગયો છે. શોમાં સારા ગુરપાલની એન્ટ્રીએ સ્ટેજ પર આગ લગાવી દીધી છે. સિંગરે મોટોખુલાસો કર્યો છે.

Breaking News : અભિનેત્રીને મેસેજ કરે છે ક્રિકેટર્સ, વીરેન્દ્ર સહવાગે જોઈ આખી ચેટ કહ્યું, એટલે રન બનતા નથી
| Updated on: Sep 27, 2026 | 8:28 AM

એમેઝોન પ્રાઈમનો રિયાલિટી શો રાઈઝ એન્ડ ફોલ 2 (Rise And Fall 2) 26 સપ્ટેમબરના રોજ શનિવારથી શરુ થઈ ચૂક્યો છે. શોનો પ્રીમિયર બપોરના 12 કલાકે થયું હતુ. જેની અનેક ક્લીપ વાયરલ થઈ રહી છે. જેમાં સ્પર્ધકો સ્ટેજ પર હોસ્ટ સહેવાગ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. અનેક ખુલાસા પણ કર્યા છે. શોમાં સારા ગુરપાલે(sara gurpal) પણ એન્ટ્રી કરી છે. આ દરમિયાન તેમણે હોસ્ટ સહેવાગને ક્રિકેટર્સને લઈ એવી વાત કહી છે. જેનાથી બધાનું ધ્યાન તેની તરફ ગયું છે. સારાએ જણાવ્યું કે, કેટલાક ક્રિકેટર્સ તેને મેસેજ કરે છે. ત્યારબાદ તેમણે વીરેન્દ્ર સહવાગની સાથે એવી ચેટ શેર કરી તેને જોઈ પૂર્વ ક્રિકેટરે પણ મજેદાર જવાબ આપ્યો હતો.

શોમાં સારા અને વીરેન્દ્ર સહેવાગ વચ્ચે આ વાતચીત થોડો રમજુ ચાલી રહ્યો હતો. ચાહકોને મજેદાર લાગ્યો હતો. સારાએ ક્રિકેટર્સને તેને મેસેજ કરવાની વાત શેર કરતા સહેવાગને પણ ચેટ દેખાડી હતી. જેના પર તેમણે તરત પોતાના અંદાજમાં મજાક કરી હતી. જેની ક્લીપ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

 

 

 

 

સારાને મેસેજ કરે છે ક્રિકેટર્સ

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સારા ગુરપાલ શોને હોસ્ટ વીરેન્દ્ર સહવાગની સાથે મસ્તી મજાક કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન સહેવાગ સિંગરને કહે છે કે, મે સાંભળ્યું છે કે, કેટલાક ક્રિકેટર્સ તમને DM કરે છે. જેના પર સારા કહે છે કે, હા સર કેટલાક ક્રિકેટર્સ મેસેજ કરે છે. ત્યારબાદ સહેવાગ કહે છે કે, તમારો ફોન ક્યાં છે. ત્યારબાદ સહેવાગ પોતાના ફોનમાં ચેટ ખોલી સહેવાગને દેખાડે છે. ત્યારબાદ બધા હેરાન રહી જાય છે. કહે છે કે, અચ્છા આને પણ મેસેજ કર્યો. એટલા માટે રન બની રહ્યા નથી. ત્યારબાદ સહેવાગ કહે છે. આમાં લેફ્ટી પણ છે અને રાઈટી પણ છે. તેમજ કીપર પણ છે.

રાઈઝ એન્ડ ફોલ 2માં કોણ કોણ ?

વીરેન્દ્ર સહેવાગ દ્વારા હોસ્ટ કરવામાં આવેલા રિયાલિટી શો રાઈઝ એન્ડ ફોલ 2માં કુલ 15 સ્પર્ધકોએ ભાગ લીધો છે. જેમાં શહબાદ પુનાવાલા,સ્વરા ભાસ્કર, ગૌતમ ગુલાટી, સારા ગુરપાલ, કરણ પટેલ,સિવેત તૌમર, નિહારિકા તિવારી, કાયરા અનુ,પ્રિયંકા ચહર ચૌધરી, ઈરિના રુડાકોવા, અનીશ ભગત, મનીષ કશ્યપ, કાજલ રાધવાની અને રાજ ગ્રોવર અને તેજ પ્રતાપ યાદવ સામેલ છે.

 

ક્રિકેટ રમતા દાંત તૂટી ગયો તો પિતાએ ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવ્યો, આવો છે વીરેન્દ્ર સહેવાગનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.