
ટીવી અભિનેતા અવિનાશ મિશ્રા અને ઈશા સિંહના સંબંધને લઈ લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. પહેલા પ્રેમ અને હવે થોડા સમયમાં બ્રેકઅપના સમાચારે સોશિયલ મીડિયા પર ફરી ચર્ચા જગાવી છે. હવે બ્રેકઅપના સમાચાર વચ્ચે અવિનાશ મિશ્રાએ સામે આવી આખી વાત કરી છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી અવિનાશ મિશ્રાએ બ્રેકઅપ પર મૌન તોડ્યું છે. અને ખુલ્લામાં સંબંધો તુટવા પાછળ પોતાની ભૂલ હતી તે વાત પણ સ્વીકારી છે.
વીડિયોમાં અવિનાશે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી વાતો અને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાને રોકવી જરુરી છે. તેમણે કહ્યું કે, ડીજેમાં તેમણે એક ગીત ચલાવ્યું હતુ. જેનો મતલબ લોકો કાઢવા લાગ્યા હતા. તેમજ અલગ અલગ એડિટ્સ બનાવવા લાગ્યા હતા. સમગ્ર મામલે ઈશા અને તેના પરિવાર તેમજ નજીકના લોકોને સૌથી વધારે દુખ થયું છે. તેનો આવો કોઈ ઈરાદો ન હતો પરંતુ કાંઈ એવું થયું જેના માટે તે માફી માંગે છે.
આટલું જ નહી, પોતાના બ્રેકઅપની વાત કરતા અવિનાશે કહ્યું તેના અલગ થવા પાછળ કોઈને દોષ આપવામાં આવે તો તે ખુદ છે. તેમણે કહ્યું તેમણે એક ભૂલ કરી હતી અને માત્ર માફી માંગવા માટે સામે આવ્યો છે. આ સાથે અવિનાશ મિશ્રાએ લોકોને રિક્વેસ્ટ કરી કે, આ મામલે ઈશાના પરિવાર અને મિત્રોને વચ્ચે ના લાવો. તેમણે કહ્યું કે,આ 2 લોકો વચ્ચેની વાત છે. આ માટે પરિવાર અને મિત્રને આ પ્રકારના મેસેજ અને ધમકીઓ ન મોકલો. આ મુદ્દાને ખુદ પૂર્ણ કર્યો છે.
આખરે, અવિનાશે કહ્યું કે તેને પોતાના પર કામ કરવાની અને ઠીક થવાની જરૂર છે. તેણે કહ્યું કે તે પોતાની જાતમાં સુધારો કર્યા પછી જ પાછો આવશે. ત્યાં સુધી, તેણે બધાને પોતાની સંભાળ રાખવા અને મામલો શાંત પાડવા વિનંતી કરી.
“ખતરોં કે ખિલાડી 15” જીત્યા પછી, અવિનાશ મિશ્રાએ ઈશા સિંહને ગળે લગાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઈશા રડતી પણ જોવા મળી, જેનાથી તેમના સંબંધો પર મહોર લાગી. હવે, તેઓ અલગ થઈ ગયા છે.