પરિવાર પર લગાવ્યા હતા ‘ગંભીર આરોપ’! હવે ‘Bigg Boss 20’ ના ઘરમાં એન્ટ્રી કરશે આમિર ખાનનો ભાઈ, શું ‘નેશનલ TV’ પર ખોલશે ફેમિલીના રાજ?

સલમાન ખાનનો પોપ્યુલર શો 'Bigg Boss 20' ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહ્યો છે. આ નવી સીઝન માટે ઘણા જાણીતા કલાકારોના નામ જોડાઈ ચૂક્યા છે. હવે આ શો સાથે જોડાયેલું એક સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે. અહેવાલોનું માનીએ તો, આમિર ખાનનો ભાઈ જે પોતાના જ પરિવાર પર ગંભીર આરોપો લગાવીને વિવાદોમાં રહ્યો હતો, તેની એન્ટ્રી બિગ બોસના ઘરમાં કન્ફર્મ થઈ ગઈ છે.

પરિવાર પર લગાવ્યા હતા ગંભીર આરોપ! હવે Bigg Boss 20 ના ઘરમાં એન્ટ્રી કરશે આમિર ખાનનો ભાઈ, શું નેશનલ TV પર ખોલશે ફેમિલીના રાજ?
| Updated on: Aug 29, 2026 | 5:36 PM

સલમાન ખાનના ધમાકેદાર શો ‘Bigg Boss 20’ નું આગમન થોડા જ દિવસોમાં થવાનું છે. ‘Bigg Boss 20′ ને લઈને દર્શકોની ઉત્સુકતા સાતમા આસમાને છે. Bigg Boss’ ની 20મી સીઝન સાથે અત્યાર સુધી ઘણા જાણીતા કલાકારોના નામ જોડાઈ ચૂક્યા છે.

આ લિસ્ટમાં મેરી કોમથી લઈને કુશાલ તંવર અને શુભાંગી અત્રે સુધીના નામ જોડાયેલા છે. ‘Bigg Boss 20’ માટે ફેન્સ પણ હવે દિવસો ગણી રહ્યા છે. ત્યાં જ તાજેતરમાં શો સાથે જોડાયેલું વધુ એક અપડેટ સામે આવ્યું છે.

ફૈઝલ ખાનની જગ્યા પાકી?

જણાવવામાં આવી રહ્યું છે કે, ‘Bigg Boss 20’ માં આમિર ખાનના નાના ભાઈ ફૈઝલ ખાનની એન્ટ્રી થવાની છે. અહેવાલોનું માનીએ તો, ‘Bigg Boss 20’ માં ફૈઝલ ખાનની જગ્યા પાકી થઈ ચૂકી છે.

‘Bigg Boss 20’ સાથે જોડાયેલું આ અપડેટ ‘બીબી તક’ (BB Tak) એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આપ્યું છે. બીબી તકે શોમાં ફૈઝલ ખાન (Faisal Khan) ની એન્ટ્રી અંગે લખ્યું, “બ્રેકિંગ! આમિર ખાનના નાના ભાઈ ફૈઝલ ખાન ‘બિગ બોસ 20’ માટે કન્ફર્મ થઈ ગયા છે.

ફૈઝલ ખાન ‘મધહોશ’, ‘મેલા’, ‘કાબૂ’ અને ‘બોર્ડર હિન્દુસ્તાન કા’ જેવી ઘણી ફિલ્મોમાં નજરે પડી ચૂક્યા છે. ‘Bigg Boss 16’ માં સાજિદ ખાનની એન્ટ્રી પછી ફૈઝલ ખાન ‘Bigg Boss 20’ માં આગામી બોલિવૂડ કનેક્શન લઈને આવી રહ્યા છે.” જણાવી દઈએ કે, ‘Bigg Boss 20’ માં એન્ટ્રીની વાત પર અત્યાર સુધી ફૈઝલ ખાન તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

વિવાદોમાં રહી ચૂક્યા છે ‘ફૈઝલ ખાન’

જણાવી દઈએ કે, ફૈઝલ ખાને (Faisal Khan) આમિર ખાન અને બાકીના પરિવાર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. ફૈઝલનું કહેવું હતું કે, આમિર ખાન અને તેમના પરિવારે તેમને મુંબઈ વાળા ઘરમાં લગભગ એક વર્ષ સુધી બંધક બનાવીને રાખ્યા હતા. ફૈઝલ ખાને પરિવાર પર તેમને પાગલ સાબિત કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. જો કે, હવે ફૈઝલ ખાન પરિવારની માફી માગી ચૂક્યા છે.

પતિ ક્રિકેટર, દીકરો, દીકરી, જમાઈ, વહુ તેમજ પૌત્રી છે બોલિવુડના હિટ ચહેરા, જુઓ પરિવારમાં કોણ કોણ છે

Follow Us
Loading...
Unable to load recommendations.