AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 16 : સુમ્બુલના પિતા પર શાલીન-ટીના દત્તાના માતા-પિતાએ સાધ્યું નિશાન

બિગ બોસના (Bigg Boss 16) સ્પર્ધકો દેવોલિના ભટ્ટાચાર્ય, ઉર્વશી ઢોલકિયા, કુશાલ ટંડન સહિત બધાએ સુમ્બુલ અને તેના પિતાની વાતચીત અને વારંવારની મુલાકાતો પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આ શોના ફોર્મેટ મુજબ કોઈપણ બાહ્ય ગાઈડલાઈન સ્પર્ધકોને મોકલવી તે એક્સેપ્ટેબલ નથી.

Bigg Boss 16 : સુમ્બુલના પિતા પર શાલીન-ટીના દત્તાના માતા-પિતાએ સાધ્યું નિશાન
Tina Dutta- Shalin Bhanot
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 9:25 PM
Share

ગયા અઠવાડિયે ‘બિગ બોસ 16‘ ના વીકેન્ડ કા વારમાં ઘણું બધું થયું જે સુમ્બુલ તૌકીર ખાન અને શાલીન ભનોટ-ટીના દત્તા વચ્ચેના સંબંધોને બદલી શકે છે. ગયા વીકેન્ડ પર શોના હોસ્ટ સલમાન ખાને કહ્યું હતું કે સુમ્બુલ શાલિન પ્રત્યે ઝનૂની છે અને ટીના દત્તા અને નિમ્રિત કૌર અહલૂવાલિયા સહિત અન્ય ઘણા સ્પર્ધકો આ વાત પર સહમત છે, જ્યારે બીજી તરફ સુમ્બુલ વારંવાર કહેતી રહી કે શાલિન માટે તેના મનમાં કોઈ લાગણી નથી. સુમ્બુલે રડતા રડતા ઘરે જવા વિનંતી કરી. વીકેન્ડના અંત પછી સોમવારના એપિસોડમાં, સુમ્બુલને તેના પિતા તૌકીર હસન ખાન સાથે ફોન પર વાત કરવાની તક આપવામાં આવી હતી કારણ કે તેના પિતાની તબિયત સારી નથી.

પરંતુ બિમારીનું બહાનું કાઢીને સુમ્બુલના પિતાએ સુમ્બુલને વાતો વાતોમાં ટીના અને શાલીનને તેમની જગ્યા બતાવવા કહ્યું હતું. તેણે કહ્યું, “બેટા આપ કો ટીના ઔર શાલીન કો ઉનકી ઔકત દિખાની હૈ વો ભી નેશનલ ટેલિવિઝન પર.” પરંતુ તેમની વાતે જોર પકડ્યું અને ઘણા લોકો એ વાત સામે વાંધો ઉઠાવી રહ્યા છે કે ‘આખરે સુમ્બુલને જ તેના પિતા સાથે વાત કરવાની મંજૂરી કેમ આપવામાં આવી રહી છે?’

જાણો શું છે શાલીનના પિતાનું કહેવું

આ વાત સાંભળીને ગુસ્સામાં શાલીન ભનોટના પિતા અને ટીના દત્તાની માતાએ પણ પલટવાર કર્યો અને કહ્યું, શું લોકો નેશનલ ટેલિવિઝન પર આવું બોલે છે? ટીવી પર આવવું અને અન્ય કોઈ સ્પર્ધક સામે ખોટું બોલવું એ બિલકુલ યોગ્ય નથી. અને કમાલની વાત એ છે કે તેને છુપાવવાને બદલે ટીવી પર ટેલિકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું. સુમ્બુલ બાળક નથી, તે એડલ્ટ છે, અથવા તો તમારે તેણીને શોમાં મોકલવી જોઈતી ન હતી. આ શોના ફોર્મેટ મુજબ કોઈપણ બાહ્ય ગાઈડલાઈન સ્પર્ધકોને મોકલવી તે એક્સેપ્ટેબલ નથી.

અહીં જુઓ ટીના દત્તાની માતાનો વીડિયો

ટીનાની માતાએ કર્યો વિરોધ

ટીના દત્તાની માતાએ પણ દીકરી વિરુદ્ધ બોલવામાં આવેલા શબ્દોનો જોરદાર વિરોધ કર્યો છે. આ સાથે જ બિગ બોસના ઘણા જૂના સ્પર્ધકોએ પણ આ વાતને સપોર્ટ કર્યો છે અને બિગ બોસને પ્રશ્ન કર્યો કે બિગ બોસે સુમ્બુલને આટલી છૂટ કેમ આપી છે. જ્યારે તેના પિતા તેની સાથે વાત કરે છે, ત્યારે તેને ફાયદો થાય છે અને અન્ય સ્પર્ધકો સાથે યોગ્ય થતું નથી. આ સાથે સુમ્બુલના પિતાએ જે રીતે અન્ય સ્પર્ધકો માટે શબ્દોનો ઉપયોગ કર્યો છે તેને પણ ખોટો માનવામાં આવી રહ્યો છે.

કુશાલ ટંડને ઉઠાવ્યો સવાલ

બિગ બોસ 7 ના સ્પર્ધક કુશાલ ટંડને ટ્વિટર પર લખ્યું, શા માટે સુમ્બુલ એકમાત્ર સ્પર્ધક છે જેના પિતાને સ્ટેજ પર તે કેવી રીતે ગેમ રમી રહી છે તે વિશે વાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે દેવોલિના ભટ્ટાચાર્ય, ઉર્વશી ઢોલકિયાએ પણ સુમ્બુલ અને તેના પિતાની વાતચીત અને વારંવાર મુલાકાત પર સવાલ ઉઠાવ્યા છે.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">