Bigg Boss 16: ટીના દત્તા પર શાલીનને આવ્યો ગુસ્સો, કહ્યું- ‘મને ટિશ્યુ પેપર બનાવીને ફાયદો ઉઠાવ્યો..’

|

Nov 19, 2022 | 9:38 PM

બિગ બોસે (Bigg Boss) ટીના દત્તા, શાલીન ભનોટ અને એમસી સ્ટેનને કન્ફેશન રૂમમાં બોલાવ્યા હતા. બિગ બોસે ટીનાને પૂછ્યું, 'આ આખા મામલામાં દોષિત કોણ છે?' ટીનાએ બિગ બોસ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપ્યો અને કહ્યું કે સ્ટેનની વધુ ભૂલ છે.

Bigg Boss 16: ટીના દત્તા પર શાલીનને આવ્યો ગુસ્સો, કહ્યું- મને ટિશ્યુ પેપર બનાવીને ફાયદો ઉઠાવ્યો..
Shalin-Tina

Follow us on

કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 16 ના ઘરમાં દરરોજ નવા ટ્વિસ્ટ આવતા રહે છે. હાલમાં જ આ ઘરમાં શાલીન અને એમસી સ્ટેન વચ્ચે મોટી લડાઈ જોવા મળી હતી. ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ 16ની સ્પર્ધક ટીના દત્તાના પગમાં અચાનક મચકોડ આવી ગઈ હતી. ટીનાની ચીસો સાંભળીને શાલીન અને એમસી સ્ટેન બંને ત્યાં પહોંચી જાય છે. શાલીન ટીનાનો પગ પકડવાની કોશિશ કરી રહ્યો હતો પણ તેણે તેની વાત સાંભળી નહિ. શાલીનનું આ વલણ જોઈને રેપર સ્ટેને તેને સલાહ આપી કે ટીનાને તકલીફ થઈ રહી છે, તેથી તેના માટે ડોક્ટર પાસે જવું યોગ્ય રહેશે. આ તુતુ-મૈં મૈં માં એમસી સ્ટેને શાલીન સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

આ દુર્વ્યવહાર વચ્ચે એમસી ખૂબ જ ગુસ્સો આવે છે અને શાલીનને મારવા ગયો. એમસીને તેના પર હાથ ઉપાડતો જોઈને શિવ પણ શાલીનની વિરુદ્ધ થઈ ગયો.આ દરમિયાન પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તાએ પણ શાલીનને સપોર્ટ કર્યો હતો. પરંતુ શાલીનના મિત્રો નિમ્રિત અને ટીના તેમને સમજાવી રહ્યા હતા કે આમાં સ્ટેન કે શિવનો દોષ નથી કે શાલીનનો દોષ પણ નથી.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

અહીં જુઓ બિગ બોસ 16 નો લેટેસ્ટ પ્રોમો

ટીનાએ એમસી સ્ટેનનો આપ્યો સાથ

જ્યારે આ મામલો વધી ગયો, ત્યારે બિગ બોસે પોતે ટીના દત્તા, શાલીન ભનોટ અને એમસી સ્ટેનને કન્ફેશન રૂમમાં બોલાવ્યા. તેણે ટીનાને પૂછ્યું કે આ આખા મામલામાં ગુનેગાર કોણ છે, ટીનાએ બિગ બોસ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપ્યો અને કહ્યું કે સ્ટેનની વધુ ભૂલ છે પરંતુ જો તે સ્ટેનની જગ્યાએ તે હોત અને કોઈ તેના માતા અને પિતા વિશે કંઈ કહેતું તો તે એક્શન લેતી.

શાલીને લગાવ્યો આરોપ

ટીનાની વાત શાલીને ખોટી લાગી. તેણે ગૌતમ અને ટીના બંનેને કહ્યું કે ટીનાએ તેનો ‘ટીસ્યુ પેપર’ તરીકે ઉપયોગ કર્યો છે અને હવે તે તેની વિરુદ્ધ થઈ ગઈ છે. ટીના અને બિગ બોસ બંને વારંવાર સમજાવવા છતાં શાલીન સમજાવા તૈયાર ન હતો.

Next Article