Bigg Boss 16: કાનૂની મુશ્કેલીમાં ફસાયા સાજિદ ખાન, શર્લિન ચોપરાએ દાખલ કર્યો કેસ

|

Oct 19, 2022 | 7:19 PM

સાજિદ ખાન (Sajid Khan) વિરુદ્ધ હાલમાં જ શર્લિન ચોપરાએ જુહુ પોલીસ સ્ટેશનમાં મોલેસ્ટેશનનો કેસ નોંધાવ્યો છે. થોડા દિવસો પહેલા એક્ટ્રેસે બિગ બોસમાં આવીને તેને જવાબ આપવાની વાત કરી હતી.

Bigg Boss 16: કાનૂની મુશ્કેલીમાં ફસાયા સાજિદ ખાન, શર્લિન ચોપરાએ દાખલ કર્યો કેસ
Sherlyn chopraa

Follow us on

સાજિદ ખાન (Sajid Khan) જ્યારથી કલર્સ ટીવીના પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ 16નો (Bigg Boss 16) ભાગ બન્યો ત્યારથી તે સતત વિવાદોમાં રહ્યો છે. એક પછી એક શોમાં તેમની એન્ટ્રીને લઈને સોશિયલ મીડિયા પર મહિલાઓનો ગુસ્સો દેખાય રહ્યો છે. થોડા દિવસો પહેલા શર્લિન ચોપરાએ સાજિદ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. જે બાદ હવે એક્ટ્રેસે તેની સામે કેસ દાખલ કર્યો છે. શર્લિને જુહુ પોલીસ સ્ટેશનમાં બોલિવૂડના પ્રોડ્યુસર-ડાયરેક્ટર સાજિદ ખાન સામે મોલેસ્ટેશનનો કેસ નોંધાવ્યો છે.

સાજિદ ખાનની આ નવી સફર ઘણી મુશ્કેલ સાબિત થઈ રહી છે. મોલેસ્ટેશન કેસમાં શર્લિન ચોપરાએ તેને કાનૂની દાવમાં ધકેલી દીધો છે. લગભગ ચાર વર્ષ પછી સાજિદનું આ કમબેક તેના માટે જ મુશ્કેલી બન્યું છે. 19 ઓક્ટોબરે શર્લિને તેની વિરુદ્ધ જુહુ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. તેણે પ્રેસ કોન્ફરન્સમાં સાજિદ વિશે ઘણી વાતો કહી હતી. જે બાદ હવે આ મોટું પગલું ભરવામાં આવ્યું છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

આ સિવાય શર્લિન ચોપરાએ થોડા દિવસો પહેલા તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે, “સાજિદ ખાને મને તેનો પ્રાઈવેટ પાર્ટ બતાવ્યો અને કહ્યું કે તેને 0થી 10 વચ્ચે રેટિંગ આપો. હું તેને બિગ બોસના ઘરમાં જઈને રેટિંગ આપવા માગું છું. ચાલો જોઈએ કે એક સર્વાઈવર એક મોલેસ્ટર સાથે કેવી રીતે વ્યવહાર કરે છે. મહેરબાની કરીને સલમાન ખાન સ્ટેન્ડ લો.” પરંતુ તેમના ટ્વીટ છતાં કોઈપણ પ્રકારની એક્શન લેવામાં આવી ન હતી.

સાજિદનો અસલી ચહેરો બતાવવા માંગે છે શર્લિન

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શર્લિને કહ્યું હતું કે, “હું સાજીદ ખાનનું સત્ય આખી દુનિયાને બતાવવવા માંગુ છું.” આ સિવાય તેણે સાજિદની એન્ટ્રીને લઈને સલમાન ખાન અને બિગ બોસ 16ના મેકર્સ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે તેણે બિગ બોસમાં આવ્યા બાદ સાજિદને યોગ્ય જવાબ આપવાની વાત પણ કરી હતી.

ઘણી મહિલાઓએ ઉઠાવ્યો અવાજ

તમને જણાવી દઈએ કે મીટૂ મૂવમેન્ટના આરોપી સાજિદ ખાને શર્લિન ચોપરા સિવાય ઘણી મહિલાઓ સાથે યૌન ઉત્પીડનનો ગુનો કર્યો છે. બિગ બોસનો ભાગ બન્યા બાદ ઘણી મહિલાઓએ તેની સામે અવાજ ઉઠાવ્યો છે. આ કારણે સાજિદને એક વર્ષ માટે ફિલ્મી દુનિયાથી દૂર રેહવાનું પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ હવે તે ફરીથી તેનું કરિયર શરૂ કરવા માંગે છે, જે લોકોને બિલકુલ યોગ્ય નથી લાગી રહ્યું. આ કેસમાં મંદાના કરીમી, શર્લિન ચોપરા, રાની ચેટર્જી સહિત ઘણી એક્ટ્રેસ છે, જેઓ તેમની વિરુદ્ધ બોલ્યા છે. હવે શર્લિનના આ પગલાથી શું ફાયદો થાય છે તે જોવું રસપ્રદ રહેશે.

Next Article