Bigg Boss 16 : ટાસ્ક વચ્ચે પ્રિયંકા અંકિત પર ગુસ્સે થઈ, જુઓ વીડિયો

|

Dec 07, 2022 | 10:02 AM

Bigg Boss 16:બિગ બોસના ઘરમાં કેપ્ટનશીપ પદની દાવેદાર બનવા માટે ફરીથી સ્પર્ધા થવા જઈ રહી છે. પરંતુ આ વખતે પરિવારના સભ્યોનું કિસ્મત નવા રાજા અંકિતના હાથમાં છે.

Bigg Boss 16 : ટાસ્ક વચ્ચે પ્રિયંકા અંકિત પર ગુસ્સે થઈ, જુઓ વીડિયો
ટાસ્ક વચ્ચે પ્રિયંકા અંકિત પર ગુસ્સે થઈ,જુઓ વીડિયો
Image Credit source: Instagram

Follow us on

બિગ બોસના ઘરમાં કાંઈ પણ થઈ શકે છે. જ્યારે ઘરની સત્તા અંકિત ગુપ્તાના હાથમાં, અંકિતની કેપ્ટનશીપ પર સૌની નજર છે. તમામ લોકોએ જોવા માંગે છે કે, અંકિત જે ઘરનો સૌથી ઓછો એક્ટિવ સભ્ય છે. તે આખું ઘર એક અઠવાડિયા સુધી કઈ રીતે ચલાવશે. આ વચ્ચે તમામ લોકોની નજર પ્રિયંકા પર પણ છે. તે અંકિતને કઈ રીતે અને કેટલો ગાઈડ કરે છે.

બિગ બોસ તમામ સ્પર્ધકોને એક ટાસ્ક આપે છે

ઘરના રાજા બન્યા બાદ અંકિતે પોતાના 2 શાહી લોકો માટે પ્રિયંકા અને સાજિદ ખાનની પસંદગી કરી છે. ઘરમાં આગામી કેપ્ટન બનવાની જવાબદારી અંકિતના હાથમાં છે. જેના માટે બિગ બોસ તમામ સ્પર્ધકોને એક ટાસ્ક આપે છે. જેમાં સ્પર્ધકોએ ચાવી મેળવવાની હોય છે. મેકર્સે શોનો નવો પ્રોમો શેર કર્યો છે. જેમાં તમામ સ્પર્ધકો એકબીજા સાથે લડતા જોવા મળી રહ્યા છે. જેના પર અંકિત શિવને ગેરલાયક ઠરાવવાનું કહે છે. અંકિતની વાત સાંભળીને સાજિદ તેને પોતાનું પ્લાનિંગ કહે છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

 

ત્યારબાદ નિમ્રિત પણ ટોણા મારતી જોવા મળી રહી છે. આ વચ્ચે અંકિત પોતાની વાત કહેવાની કોશિશ કરે છે. પરંતુ પ્રિયંકા વચ્ચે બોલે છે. ત્યારબાદ અંકિત તેના પર ગુસ્સે થાય છે અને કહે છે ચુપ રહો. કહી શકાય કે અંકિતનું પ્રિયંકા પર ગુસ્સે થવું ભારે પડી શકે છે. કારણ કે, તે પ્રિયંકાથી દુર પણ રહી શકતો નથી.

આ પ્રોમો જોયા બાદ દરેક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ફરી એકવાર અંકિત અને પ્રિયંકા વચ્ચે લડાઈ જોવા મળશે. બંને એકબીજા સાથે વાત નહીં કરે. ત્યારબાદ તેઓ એકબીજા પર બૂમો પાડતા પણ જોવા મળશે. ચાહકો માટે અંકિત-પ્રિયંકાની આ રમત હવે થોડી જૂની થઈ રહી છે.

અર્ચના ગૌતમનો એક નવુ વીડિયો ગીત રિલીઝ

સુપર સ્ટાર સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ સીઝન 16માં હંમેશા લાઈમ લાઈટમાં રહેનારી અર્ચના ગૌતમનો એક નવુ વીડિયો ગીત રિલીઝ થયું છે. તેનું નવું ગીત છે આદતે તેરી (Aadatein Teri). આ ગીતમાં અર્ચના ખુબ રોમેન્ટિક અંદાજમાં જોવા મળેલી છે. વિક્રાંત ભારતીયની યુટ્યુબ ચેનલ પર આ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.

Next Article