TMKOC: બબીતાજી આખરે કોને કરે છે પ્રેમ? અભિનેત્રીએ કર્યો આ વાતનો ખુલાસો

|

Dec 29, 2021 | 6:13 PM

ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા કોને પ્રેમ કરે છે તે વાતનો ખુલાસો તેણે કરી દીધો છે.

TMKOC: બબીતાજી આખરે કોને કરે છે પ્રેમ? અભિનેત્રીએ કર્યો આ વાતનો ખુલાસો
Munmun Dutta

Follow us on

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) લોકોનો ફેવરીટ કોમેડી શો છે, લોકો આ શોના દરેક સ્ટારને પસંદ કરે છે. શોમાં બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા (Munmun Dutta)ની રિયલ લાઈફમાં લાંબી ફેન ફોલોઈંગ છે. સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો દ્વારા તેણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મુનમુન દત્તાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં તેણે જણાવ્યું છે કે તે કોને સૌથી વધુ પ્રેમ કરે છે અને તેણે ખૂબ જ સ્પષ્ટ જવાબ આપ્યો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ નામ ન તો ટપ્પુનું છે કે ન તો જેઠાલાલનું. તો આખરે તે કોના પ્રેમમાં છે?

 

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં મુનમુન દત્તાને પૂછવામાં આવ્યું કે શું તમે પ્રેમમાં છો? આ અંગે મુનમુન દત્તા જવાબ આપતા કહે છે કે હું મારી જાતના પ્રેમમાં છું. આ વીડિયોમાં એક્ટ્રેસની સ્ટાઈલ ઘણા લોકોને પસંદ આવી રહી છે, જેના કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.

 

 

થોડા સમય પહેલા મુનમુન ચર્ચામાં રહી હતી

થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કો-સ્ટાર રાજ અનડકટને ડેટ કરી રહી છે, જે તેના કરતા 9 વર્ષ નાનો છે. આ સમાચાર ફેલાતા મુનમુનને ટ્રોલ કરવામાં આવી હતી. તે ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં ટ્રોલ્સ પર આકરા પ્રહારો કર્યા અને બંને વચ્ચેના સંબંધો વિશે ફેલાતા સમાચારોને ખોટા ગણાવ્યા. ત્યારબાદ તેણે કહ્યું હતું કે તેને પોતાને ભારતની દીકરી કહેતા શરમ આવે છે.

 

 

આ પણ વાંચો : Bollywood News : બોલીવૂડની આ પાર્ટીઓ પડશે ભારે ! કરીશ્મા કપૂરની પાર્ટી બાદ અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર કોરોના પોઝિટીવ

 

આ પણ વાંચો : Bigg Boss 15 : ‘વીકેન્ડ કા વાર’ એપિસોડ હશે ખાસ, ધર્મેન્દ્રથી લઈને ભારતી સિંહ સુધીના આ સેલેબ્સ મચાવશે ધમાલ

Next Article