સાજિદ ખાન બાદ હવે અનુ મલિકે પણ કર્યું ટીવી પર કમબેક, આજથી શરૂ થશે નવો રિયાલિટી શો

|

Oct 15, 2022 | 9:50 PM

સાજિદ ખાનની એન્ટ્રી બાદ ઘણા ફેન્સ અને સેલિબ્રિટી ટીવી ચેનલો અને મેકર્સથી નારાજ છે. પરંતુ હવે અનુ મલિક (Anu Malik) એક નવા શો સાથે ઝી ટીવીમાં એન્ટ્રી કરી રહ્યો છે.

સાજિદ ખાન બાદ હવે અનુ મલિકે પણ કર્યું ટીવી પર કમબેક, આજથી શરૂ થશે નવો રિયાલિટી શો
Anu Malik

Follow us on

સાજિદ ખાન (Sajid Khan) બાદ હવે અનુ મલિક (Anu Malik) પણ ટીવી પર કમબેક કરવા માટે તૈયાર છે. આજે ઝી ટીવીનો સિંગિંગ રિયાલિટી શો ‘સારેગામાપા’ લિટલ ચેમ્પ સીઝન 9 સાથે જજ તરીકે પરત ફરી રહ્યો છે. શનિવાર અને રવિવારે રાત્રે 9 વાગ્યે ઝી ટીવી પર શરૂ થતા શોમાં અનુ મલિક સાથે શંકર મહાદેવન અને નીતિ મોહન જજ તરીકે જોવા મળશે. ફેમસ કોમેડી જોડી ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયા આ રિયાલિટી શોને હોસ્ટ કરવા જઈ રહ્યા છે.

સોના મહાપાત્રાએ ઉઠાવ્યો અવાજ

સાજિદ ખાનની સાથે સાથે અનુ મલિકને લઈને પણ સોશિયલ મીડિયા પર કેટલાક સેલિબ્રિટીઝ અને ફેન્સ વિરોધ કરી રહ્યા છે. આ બધાની શરૂઆત સાજીદ ખાનની એન્ટ્રીથી થઈ છે. જ્યારે રિયાલિટી શોમાં સાજિદને એન્ટ્રી થઈ, ત્યારે સોના મહાપાત્રાએ આ વિશે ટ્વિટ કર્યું અને લખ્યું કે સાજિદ ખાન એક રિયાલિટી શોમાં સામેલ થવા જઈ રહ્યો છે, અનુ મલિક એક શોને જજ કરી રહ્યો છે. ટીવી ઈન્ડસ્ટ્રીનો આ એક કદરૂપો ચહેરો છે. પરંતુ સોના દ્વારા વારંવાર ટ્વીટ કર્યા પછી પણ ચેનલ દ્વારા કોઈ પગલું લેવામાં આવ્યું ન હતું.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

અહીં જુઓ ઈન્ટરનેટ યુઝર્સના ટ્વીટ

સોશિયલ મીડિયા પર ફેન્સનો ગુસ્સો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું આ વલણ સોશિયલ મીડિયા યુઝર્સને બિલકુલ પસંદ નથી આવી રહ્યું. પોતાના ટ્વીટ દ્વારા તે પોતાના દિલની વાત બધા સાથે શેયર કરી રહ્યા છે. એક ફેને લખ્યું છે કે યશ દાસગુપ્તાને પહેલી પત્નીને મારવાના કેસમાં 2014માં લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદમાં તે બહાર આવ્યો અને ફિલ્મો કરવા લાગ્યો, હવે ટૂંક સમયમાં તે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. બિગ બોસ 16ના ઘરમાં સાજિદ ખાન છે. આલોક નાથ, લવ રંજન, અનુ મલિક પર પણ મીટૂનો આરોપ લાગ્યો છે.

ઈન્ડિયન આઈડલને પણ જજ તરીકે કર્યું કામ

આ પહેલીવાર નથી જ્યારે અનુ મલિક ટીવી પર જજ તરીકે જોવા મળશે. કોરોનાના સમયગાળા દરમિયાન નેહા કક્કર અને વિશાલ દદલાનીએ ઈન્ડિયન આઈડલ 12 છોડ્યા બાદ અનુ મલિકે થોડા સમય માટે જજનું પદ સંભાળ્યું હતું.

Next Article