Kushal Tandon Covid Positive: અભિનેતા કુશલ ટંડનને બીજી વખત કોરોના થયો, મ્યુઝિક વીડિયોનું લોન્ચિંગ કર્યુ કેન્સલ

|

Feb 09, 2022 | 7:09 PM

કુશલ ટંડને જેનિફર વિંગેટ સાથે સોની ટીવીની સીરિયલ 'બેહદ'માં કામ કર્યું હતું. તેના દ્વારા ભજવવામાં આવેલ અર્જુન શર્માનું પાત્ર લોકોને ખૂબ જ પસંદ આવ્યુ હતુ.

Kushal Tandon Covid Positive: અભિનેતા કુશલ ટંડનને બીજી વખત કોરોના થયો, મ્યુઝિક વીડિયોનું લોન્ચિંગ કર્યુ કેન્સલ
Actor Kushal Tandon Tested Corona Positive

Follow us on

સ્ટાર પ્લસના (Star Plus) શો ‘એક હજારો મેં મેરી બેહના હૈ’થી (Ek Hajaron Mein Meri Behna Hai) ટીવીની દુનિયામાં ડેબ્યૂ કરનાર અભિનેતા કુશલ ટંડનને (Kushal Tandon) કોરોના થયો છે. આ પહેલા પણ કુશલને કોરોના થયો હતો. હાલમાં કુશલ ક્વોરન્ટાઈન છે. જોકે, અન્ય કલાકારોની જેમ કુશલે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી નથી. તેમની પીઆર ટીમે એક નિવેદન જાહેર કરીને મીડિયાને આ જાણકારી આપી છે. વાસ્તવમાં આજે કુશલના અપકમિંગ મ્યુઝિક વીડિયોના લોન્ચિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અભિનેતા પોતે હાજરી આપવાના હતા. પરંતુ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ મ્યુઝિક લોન્ચ ઈવેન્ટ રદ કરવામાં આવી છે.

કુશલે તાજેતરમાં જ અભિનેત્રી સિદ્ધિકા સાથે મ્યુઝિક વીડિયો ‘નુમાઈશ’ માટે શૂટિંગ કર્યું હતું. આ ગીત પ્રેમ અને વિશ્વાસઘાત વિશે હતું. આ ગીત અલ્તમશ ફરીદીએ ગાયું છે અને આ ગીતના સંગીત નિર્દેશક પરિણી સિદ્ધાંત માધવ છે. ગીત હવે યુટ્યુબ પર સ્ટ્રીમ થઈ રહ્યું છે. ઈવેન્ટ કેન્સલ થયા બાદ જાહેર કરાયેલ નિવેદનમાં લખ્યું છે કે “ખૂબ જ અફસોસ સાથે અમારે જણાવવાનું છે કે અભિનેતા કુશલ ટંડન આજે સવારે કોવિડ પોઝિટિવ જોવા મળ્યા છે.” અને તે આઈસોલેશનમાં છે.”

આ નવા ગીતમાં કુશલ સાથે સિધિકા ચૌહાણ સ્ક્રીન સ્પેસ શેર કરી રહી છે. સિધિકાએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હું આશા રાખું છું કે આ ગીત રિલીઝ થશે, પ્રેક્ષકોને તે ખરેખર ગમશે અને કુશલ સાથેની આ નવી જોડીને પણ સ્વીકારશે કારણ કે તે ખૂબ જ ભાવનાત્મક ગીત છે. જે તમને એક મિનિટ હસાવશે તો બીજી જ મિનિટે લોકોને રડાવશે.”

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તમને જણાવી દઈએ કે કુશલ છેલ્લા કેટલાક સમયથી નાના પડદાથી દૂર છે. જ્યારે તેની પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે ટેલિવિઝનથી દૂર રહેવાની કોશિશ નથી કરી રહ્યો, પરંતુ તેને કંઈ રસપ્રદ નથી મળી રહ્યુ. કુશલ ટીવીથી દૂર હોવા છતાં વેબ શો અને મ્યુઝિક વીડિયોમાં વ્યસ્ત રહે છે. જો તેને ટીવીમાં કોઈ પડકારજનક ઓફર મળે છે તો તે ચોક્કસપણે તે ઓફર વિશે વિચારશે. બેહદની પ્રથમ સિઝનમાં કુશલ દ્વારા ભજવવામાં આવેલ પાત્રની ચાહકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

આ પણ વાંચો – અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને ઉચકીને દોડ્યો સોનુ સૂદ, વીડિયો જોઇ તમે પણ રિયલ લાઇફ હીરોને કરશો સલામ

આ પણ વાંચો – Bollywood: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનાર દક્ષિણ સ્ટાર અદિવી શેષનું બોલિવૂડ સાથે જૂનું જોડાણ છે, જાણો વિગતો

Next Article