અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને ઉચકીને દોડ્યો સોનુ સૂદ, વીડિયો જોઇ તમે પણ રિયલ લાઇફ હીરોને કરશો સલામ

આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક કારની અંદર ફસાઈ ગયો હતો. તે ભયાનક રીતે ઘાયલ છે.

અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને ઉચકીને દોડ્યો સોનુ સૂદ, વીડિયો જોઇ તમે પણ રિયલ લાઇફ હીરોને કરશો સલામ
Sonu Sood turns saviour for a 19-year-old boy who met with an accident in Moga
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 4:11 PM

અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) ફરી એકવાર મસીહા બનીને ઉભરી આવ્યો છે. તેણે માર્ગ અકસ્માતમાં (Road Accident) ગંભીર રીતે ઘાયલ થયેલા એક યુવકનો જીવ બચાવ્યો છે. પંજાબના મોગા-ભટિંડા રોડ પર મોડી રાત્રે આ રોડ અકસ્માત થયો હતો. બે કારની જોરદાર ટક્કર બાદ એક યુવક કારની અંદર ખરાબ રીતે ફસાઈ ગયો હતો. આ દરમિયાન સોનુ સૂદ તેની કારમાં ક્યાંક જઈ રહ્યો હતો. આ અકસ્માત જોતા જ તે નીચે ઉતરી ગયો હતો અને યુવકનો જીવ બચાવ્યો હતો.

આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક કારની અંદર ફસાઈ ગયો હતો. તે ભયાનક રીતે ઘાયલ છે. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા સોનુ સૂદે તરત જ કાર રોકી અને યુવકની મદદ કરવા પહોંચી ગયો. તેણે જાતે જ કોઈક રીતે કાર ખોલી અને યુવકને બહાર કાઢ્યો. આ પછી તેણે તેને ઉપાડ્યો અને તેના ખોળામાં લઇ દોડી ગયો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

વીડિયોમાં જોઈ શકાય છે કે સોનુ સૂદ યુવકને તેની કારમાં હોસ્પિટલ લઈ ગયો હતો. સમયસર હોસ્પિટલ પહોંચતા યુવકનો જીવ બચી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુવકની હાલત સ્થિર છે. કહેવાય છે કે મોગા-ભટિંડા રોડ પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ પછી બંને કારને ભારે નુકસાન થયું હતું. જે વાહનમાં યુવક ફસાઈ ગયો હતો તેનું સેન્ટ્રલ લોક અથડાતાં જ ક્રેશ થઈ ગયું હતું. જેના કારણે તે કારની અંદર ફસાઈ ગયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન સોનુ સૂદ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. અકસ્માત જોતાં જ તેણે તરત જ પોતાના કાફલાને રોકી કારનો કાચ તોડીને યુવકને બહાર કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે સોનુની બહેન માલવિકા સૂદ મોગાથી વિધાનસભા ચૂંટણી લડી રહી છે. આથી સોનુ પોતાની બહેનના પ્રચાર માટે પંજાબ પહોંચી ગયો છે.

આ પણ વાંચો – Gangubai Kathiawadi: કોણ છે આલિયા ભટ્ટનો ‘એડવર્ડ ભાઈ?’ જે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના પ્રમોશનમાં અભિનેત્રીને આપી રહ્યો છે સાથ

આ પણ વાંચો – Birthday Special :રાહુલ રોય છે બિગ બોસનો પહેલો વિનર, જાણો ક્યાં ગાયબ છે, ફિલ્મ આશિકીથી ફેમસ થયો હતો આ એક્ટર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">