AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: લો બોલો, જેનું ગોકુલધામમાં ચાલે છે એ ચંપકલાલનું પોતાના ઘરમાં નથી ચાલતું!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચંપકલાલનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં અભિનેતા પત્નીનો ઓર્ડર માનીને પોતું કરતા જોવા મળી રહ્યા છે.

Viral Video: લો બોલો, જેનું ગોકુલધામમાં ચાલે છે એ ચંપકલાલનું પોતાના ઘરમાં નથી ચાલતું!
Amit Bhatt aka Champaklal's Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 11:31 AM
Share

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) શો વર્ષોથી ટેલીવિઝન ક્ષેત્રે રાજ કરી રહ્યો છે. દર્શકો આજે પણ એટલા જ પ્રેમથી આ શોને જુએ છે. આ શોએ જ નહીં પરંતુ શોના દરેક કલાકારોએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. દિલીપ જોશીથી લઈને બાપુજીનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ સુધી દરેક કલાકાર હવે સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટીવ રહે છે.

બાપુજીનો વિડીયો વાયરલ

ચંપકલાલ (Champaklal Gada) એટલે કે બાપુજીના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ખાસ કરીને તો તેમના ઓરીજીનલ ફોટા પણ ખુબ વાયરલ હોય છે. આવામાં હમણા એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં અમિત ભટ્ટ (Amit Bhatt) એટલે કે બાપુજી અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ચાલો આજે તમને એ વિડીયો બતાવીએ.

પત્નીના ઇશારે કામ!

અમિત ભટ્ટે તેમની પત્ની સાથે એક ફની વિડીયો બનાવીને પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે અમિત ભટ્ટ કામ કરી રહ્યા છે અને તેમની પત્ની તેમને ઓર્ડર આપી રહી છે. જી હા આ વિડીયોની લોકો ખુબ મજા લઇ રહ્યા છે. અને કહી રહ્યા છે કે ગોકુલધામ સોસાયટીમાં જેનું ચાલે છે એનું પોતાના ઘરમાં જ નથી ચાલી રહ્યું. અમિત ભટ્ટ ઓન સ્ક્રીન તો લોકોને હસાવતા જ હોય છે. સાથે સાથે આ રીતે વિડીયો થકી પણ લોકોને મનોરંજન પૂરું પાડતા રહે છે.

 

અંગત જીવનમાં ઘણા રોમેન્ટિક અમિત ભટ્ટ

તમને જણાવી દઈએ કે અમિત ભટ્ટ માત્ર પત્ની જ નહીં તેમના દીકરા સાથે પણ આવા રીલ્સ વિડીયો બનાવતા રહે છે. સિરિયલ સિવાય અમિત ભટ્ટ પોતાના અંગત જીવનમાં પણ એટલા જ રમુજી છે. એટલું જ નહીં તેઓ અંગત જીવનમાં રોમેન્ટિક પણ છે. તેમની ખુબસુરત પત્ની સાથે તેઓ અનેક પોસ્ટ શેર કરતા રહે છે. ફેન્સ પણ આ જોડીને ખુબ પસંદ કરે છે.

આ પણ વાંચો: સાયરા બાનોના હોવા છતાં દિલીપ કુમારે કેમ કર્યા હતા બીજા લગ્ન? જેને પાછળથી ગણાવી ‘ગંભીર ભૂલ’

આ પણ વાંચો: અક્ષય કુમારની ‘Sooryavanshi’ માટે ચાહકોને જોવી પડશે રાહ, ફિલ્મની રિલીઝ વિશે રોહિત શેટ્ટીએ કહી આ વાત

g clip-path="url(#clip0_868_265)">