Taapsee Pannu ક્રિકેટર Mithali Raj માટે મીડિયા હાઉસ સાથે ટકરાઈ, જાણો શું હતી વાત

|

Feb 11, 2021 | 7:43 AM

તાપસીએ સોશિયલ મીડિયા પર મિતાલી રાજ વિશે ખોટી માહિતી શેર કરવા બદલ ગુસ્સે થઈ હતી અને તેમણે ટ્વિટર પર નારાજગી વ્યક્ત કરી હતી

Taapsee Pannu ક્રિકેટર Mithali Raj માટે મીડિયા હાઉસ સાથે ટકરાઈ, જાણો શું હતી વાત
Taapsee Pannu

Follow us on

રમતગમતની દુનિયાના ઘણા સ્ટાર્સ પર બાયોપિક ફિલ્મો બની છે. બોક્સીંગ સ્ટાર એમસી મેરીકોન, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, મોહમ્મદ અઝરુદ્દીન અને હોકી ખેલાડી સંદીપ શર્મા પર બનેલી બાયોપિક મોટી સફળ રહી હતી. તે જ સમયે, બાયોપિક બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલ અને ભારતીય કેપ્ટન મિતાલી રાજ પર પણ બનાવવામાં આવી રહી છે. મિતાલી રાજ પર બની રહેલી ફિલ્મ શાબાશ મીઠુમાં અભિનેત્રી તાપસી પન્નુ મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. તાજેતરમાં, તાપસી સોશિયલ મીડિયા પર મિતાલી રાજ વિશે ખોટી માહિતી શેર કરવા બદલ ગુસ્સે થઈ હતી અને તેમણે ટ્વિટર પર નારાજગી વ્યક્ત કરી હતી

તાપસી મિતાલી રાજની ભૂમિકાને કારણે ચર્ચામાં છે. તે મિતાલી જેવી લાગવા અને તેના જેવી બનવા માટે જોરદાર તાલીમ લઈ રહી છે, જેના વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરે છે. અભિનેત્રીની જેમ તેના ચાહકો પણ આ ફિલ્મ વિશે રોમાંચિત છે.

તાપસીની તાલીમનો આ પ્રકારનો એક વીડિયો મીડિયા હાઉસ દ્વારા તેના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને શેર કરતી વખતે કેપ્શનમાં તેણે મિતાલી રાજને ‘ફોર્મર’ એટલે કે ભૂતપૂર્વ ક્રિકેટર તરીકે લખ્યું હતું. એટલે કે જેને ક્રિકેટમાંથી નિવૃત્તી લઈ લીધી છે. તાપસીને તેના વિશે ખરાબ લાગ્યું અને તાપસીએ ટ્વીટમાં લખ્યું છે, ‘શું તમને ખ્યાલ છે કે મિતાલી રાજ હજી વર્લ્ડ કપ માટે જઇ રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે. આ કારણોસર, આ ફિલ્મ બનાવવી મહત્વપૂર્ણ છે. પૂર્વ !!!. ‘

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

https://twitter.com/taapsee/status/1358754817795969024

તાપસી પન્નુ મિતાલીની ભૂમિકા માટે સખત મહેનત કરી રહી છે
તાપસી પન્નુને હાલમાં મિતાલી રાજની મિત્ર અને પૂર્વ ક્રિકેટર નૂશીન અલ ખાદીર કોચિંગ આપી રહી છે. તાપસી પન્નુએ કહ્યું હતું કે ‘મેં આ પહેલા ક્યારેય ક્રિકેટ રમ્યું નથી, તે આ રમતની ચાહક છે. આ ભૂમિકા એક મોટો પડકાર બની રહેલ છે. પરંતુ મને લાગે છે કે દબાણ મને શ્રેષ્ઠ કામ કરવા માટે પ્રેરે છે. ”મિતાલી રાજ ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારત 2017 માં વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું.

Next Article