Sushant Singh Rajput Case: સિદ્ધાર્થ પિઠાનીએ જામીન માટે કરી અરજી, NCB લેશે એક્શન?

|

Jul 19, 2021 | 10:45 PM

કોર્ટે સિદ્ધાર્થ પિઠાનીની અગાઉની જામીન અરજી નામંજૂર કરી હતી, પરંતુ બાદમાં તેમના લગ્ન માટે તેમને લગ્ન માટે કોર્ટે જામીન આપ્યા હતા

Sushant Singh Rajput Case: સિદ્ધાર્થ પિઠાનીએ જામીન માટે કરી અરજી, NCB લેશે એક્શન?
Sushant Singh Rajput, Sidharth Pithani

Follow us on

બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના મોતની (Sushant Singh Rajput Case) તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) કરી રહી છે. તાજેતરમાં એનસીબીએ સુશાંતના નજીકના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી હતી. જે પછી સિદ્ધાર્થની વિનંતી પર કોર્ટે તેને લગ્ન માટે 18 જૂનથી 2 જુલાઈ સુધી રાહત આપી હતી. હવે સિદ્ધાર્થ પીઠાનીએ ફરી એકવાર કોર્ટનો સંપર્ક કર્યો છે.

 

આવી સ્થિતિમાં હવે સમાચારો અનુસાર સુશાંતસિંહ રાજપૂતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીએ બીજીવાર જામીન માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. એક અહેવાલ મુજબ ડ્રગ કેસમાં ધરપકડ કરાયેલા સિદ્ધાર્થ પિઠાનીએ ફરીથી વિશેષ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

સિદ્ધાર્થે કરી જામીન માટે અરજી

તે જ સમયે એક અહેવાલ દ્વારા આ ઘટનાક્રમને લગતા એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેનો સંપર્ક કર્યો છે. અહેવાલ અનુસાર, તેમણે કહ્યું, “અમે સિદ્ધાર્થની જામીનનો વિરોધ કરીને જામીન અરજી પર જવાબ દાખલ કરીશું.”

 

આપને જણાવી દઈએ કે કોર્ટે સિદ્ધાર્થ પિઠાનીની અગાઉની જામીન અરજી નામંજૂર કરી હતી, પરંતુ બાદમાં તેમના લગ્ન માટે તેમને લગ્ન માટે કોર્ટે જામીન આપ્યા હતા, ત્યારે તેમણે કડક સૂચના પણ આપી હતી કે 2 જુલાઈએ તે આત્મસમર્પણ કરી દે.

 

આપને જણાવી દઈએ કે સુશાંત કેસની તપાસ દરમિયાન સિદ્ધાર્થ પિઠાનીની ગયા વર્ષે જૂનમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. CBI પણ પિઠાનીની પૂછપરછ કરી ચુકી છે. સપ્ટેમ્બર 2020માં તેની સીબીઆઈએ ઘણા દિવસો સુધી પૂછપરછ કરી હતી. હવે જોવાનું એ છે કે સિદ્ધાર્થને ફરી એકવાર જેલમાં જવુ પડશે કે પછી જામીન મળશે.

 

કોણ છે સિદ્ધાર્થ પિઠાની?

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ પિઠાની એ વ્યક્તિ છે કે જેણે સુશાંતને સૌથી પહેલા મૃત અવસ્થામાં જોયા હતા. જ્યારે સુશાંતનું અવસાન થયું, તે ઘરમાં હાજર 4 સભ્યોમાંનો એક હતો. સીબીઆઈની તપાસમાં જ્યારે સિદ્ધાર્થ પિઠાની સહિત સૈમુઅલ મિરાંડા અને પૂર્વ મેનેજર દિપેશ સાવંતની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં સિદ્ધાર્થ પિઠાની પણ હતો. ત્રણેય પૂછપરછ કરનારાઓએ કબૂલાત કરી હતી કે લેપટોપ, કમ્પ્યુટર અને અન્ય ઉપકરણોમાંથી મહત્વપૂર્ણ ડેટા ડિલીટ કરી નાખવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: હેમા માલિનીની પુત્રી Esha Deolએ માંગી ‘એક દુઆ’, જાણો ક્યારે રિલીઝ થશે અભિનેત્રીની કમબેક ફિલ્મ

Next Article