
ઈન્ડિયન ક્રિકેટર સૂર્યકુમાર યાદવના ચાહકો અને અભિનેત્રી ખુશી મુખર્જી વચ્ચે વિવાદ વધી રહ્યો છે. ખુશીએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, સૂર્યકુમાર યાદવ તેને ખુબ મેસેજ કરતો હતો. તેના દાવા બાદ સૂર્યકુમાર યાદવના ચાહક સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર ફેઝાન અંસારી ગુસ્સે થયા છે. તેમણે ખુશી વિરુદ્ધ 100 કરોડ રુપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.હવે ખુશી મુખર્જીએ તેને પણ ચેતવણી આપી છે.
એક ઈન્ટરવ્યુમાં ખુશી મુખર્જીએ કહ્યું કે, જો સૂર્યકુમાર યાદવ માનહાનિનો કેસ હારી જાય છે તો, તેના વિરુદ્ધ 500 કરોડ રુપિયાનો કેસ દાખલ કરીશ. તેમણે એ વાત પણ સ્પષ્ટ કરી છે કે, સૂર્યકુમાર યાદવ વચ્ચે કોઈ રોમેન્ટિક એન્ગલ નથી. તેમણે મિત્રની જેમ વાત કરી હતી.
ખુશી મુખર્જીએ કહ્યું કે, મને હજુ સુધી કોઈ માનહાનિની નોટીસ મળી નથી. મને નથી લાગતું કે,મે તેની કોઈ પણ પ્રકારની માનહાનિ કરી હોય. એ વાત મારા મોંઢામાંથી નીકળી ગઈ પરંતુ તેમાં કોઈ માનહાનિ વાળી વાત ન હતી. મારો ઈરાદો ક્યારે પણ તેને માનહાનિ કરવાનો ન હતો.
ફેઝાન અંસારીનું નામ લઈ ખુશી મુખર્જીએ કહ્યું કે, કેટલાક એવા સ્સતા ઇન્ફ્યુલેન્સર જેઓ તાપણીમાં હાથ શેકવા માટે આવી ગયા છે અને બોલવા લાગ્યા છે. તેમને બોલવા દો, હું બસ એટલું જ કહી શકું કે, તેમજ ખાસ વાત એ છે કે, અત્યારસુધી સૂર્યકુમાર યાદવનું આ વિશે કોઈ નિવેદન સામે આવ્યું નથી.
સાઉથ ઈન્ડિયન ફિલ્મોની સાથે રિયાલિટી શો અને બોલ્ડ વેબ સીરિઝમાં કામ કરનારી ખુશી મુખર્જી માટે વિવાદ કોઈ મોટું કે ચોંકાવનારું નામ નથી. 24 નવેમ્બર 1996ના રોજ કોલકાતામાં જન્મેલી ખુશીએ 2013માં તમિલ ફિલ્મ અંજલ થુરાઈથી પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તે ફિલ્મો જેમ કે, ડોંગા પ્રેમા અને હાર્ટ અટેકની સાથે હિન્દી ફિલ્મ શ્રૃંગારમાં પણ જોવા મળી હતી.પરંતુ તેને સૌથી મોટો બ્રેક ઈન્ડિયન ટેલિવિઝન અને રિયાલિટી શોથી મળ્યો છે.