The Kapil Sharma Show માં કામ મળતા જ સુદેશ લહેરીએ ખરીદી કાર, વિડીયોના અંતમાં જુઓ ‘ધમાકેદાર’ કાર

|

Jul 24, 2021 | 2:09 PM

કપિશ શર્મા શો ફરી શરુ થવા જઈ રહ્યો છે. આવામાં સુદેશ લહેરીને પણ આ શોમાં કામ મળ્યું છે. જે બાદ એક વિડીયો વાયરલ થયો છે જેમાં સુદેશે ખરીદેલી કાર સુદેશ અને કૃષ્ણા બતાવી રહ્યા છે.

The Kapil Sharma Show માં કામ મળતા જ સુદેશ લહેરીએ ખરીદી કાર, વિડીયોના અંતમાં જુઓ ધમાકેદાર કાર
Sudesh Lehri buys a car as soon as he gets a role in The Kapil Sharma Show

Follow us on

ટેલીવિઝનનો ફેમસ શો ધ કપિલ શર્મા શો (the kapil sharma show) જલ્દી જ ફરી શરુ થવા જઈ રહ્યો છે. આવામાં આ શોને લઈને ઘણા સમાચાર આવ્યા છે. શો આવવાની જાહેરાત પણ એન્ટ્રી પ્રોમો સાથે શોના કલાકારો કરી ચૂક્યા છે. શોની શરુઆતના સમાચાર આવ્યા બાદ ચાહકો ખૂબ ખુશ છે. ફરી એકવાર કપિલના શો અને તેના કલાકારોની ચર્ચા જોરશોરથી શરૂ થઈ ગઈ છે.

તાજેતરમાં સિમોના ચક્રવર્તીના શો છોડવાના સમાચારથી બધા નિરાશ થઈ ગયા હતા. જોકે બીજા એક સમાચાર સામે આવ્યા હતા જે ખુબ આનંદદાયક હતા. આ વચ્ચે સારા સમાચાર એ છે કે શોમાં સુદેશ લેહરી (Sudesh Lehri) પણ જોવા મળશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

વાત જાણે એમ છે કે કૃષ્ણા અભિષેકે (Krushna Abhishek) તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તે તે હાસ્ય કલાકાર અને હવે ‘ધ કપિલ શર્મા શો’ના ભાગ સુદેશ લહેરી સાથે જોવા મળી રહ્યો છે. બંને જણા વાત કરી રહ્યા છે કે સુદેશે એક કાર ખરીદી છે, પરંતુ આ કાર સેકન્ડ હેન્ડ કાર છે.

વિડીયોમાં કૃષ્ણા કહે છે કે હું સુદેશજી વિશે એક વાત કહેવા માંગુ છું કે સુદેશે સેકન્ડ હેન્ડ કાર ખરીદી છે. તેણે કહ્યું કે સુદેશે શો સાઈન કર્યો છે કે તરત જ તે કાર ખરીદી લીધી છે. કૃષ્ણા આગળ કહે છે કે જેને જેટલા પૈસા મળે છે એ પ્રમાણે કાર લે છે. અને વિડીયોમાં આગળ જે થાય છે તે જોઇને ખુબ હસી હસીને તમારું પેટ દુખશે. છેલ્લે તમે જોઈ શકો છો કે સુદેશ કાર તરફ કેમેરો લઇ જવા કહે છે. અને ત્યાં એક્સિડન્ટ થયેલી એક ભંગાર કાર જોવા મળે છે.

આ બાદ પણ સુદેશ તેમના ફની અંદાજમાં કહે છે કે કારના ડોક્ટર્સ સાથે મેં વાત કરી છે. સાત આઠ વર્ષમાં આ કારને ઠીક કરી દેશે. તમને જણાવી દઈએ કે કૃષ્ણા સુદેશની જોડી અત્યાર સુધી ખુબ પ્રખ્યાત રહી છે. લોકોને બંનેનો કોમિક ટાઈમિંગ વધુ પસંદ આવે છે. હવે સુદેશ કૃષ્ણાની જોડે કપિલ શર્મા શોમાં ધૂમ મચાવવા જઈ રહી છે.

 

આ પણ વાંચો: એ બોલીવૂડ સ્ટાર્સ જેમણે પોતાની ભાભી કે સાળી સાથે ફિલ્મોમાં કર્યો રોમાંસ, આ જોડી તમારી પણ હશે ફેવરિટ

આ પણ વાંચો: Priyanka Chopra એ વેચી કાઢ્યા મુંબઈના બે આલીશાન ઘર, જાણો કેટલા કરોડમાં થયો સોદો

Next Article