SSR CASE : સુશાંતના ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર, NCBએ કર્યો ચોંકાવનારો ખુલાસો

|

Feb 10, 2021 | 7:48 PM

SSR CASE : સુશાંત સિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં NCBએ ડ્રગને લગતા બે કેસ નોંધ્યા હતા. NCBએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શોવિક ચક્રવર્તીની સાથે અન્ય ઘણા લોકોની ધરપકડ કરી હતી.

SSR CASE : સુશાંતના ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર, NCBએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Follow us on

SSR CASE : સુશાંત સિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં બુધવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ જલ્દીથી ચાર્જશીટ ફાઇલ કરવાની અફવાઓને નકારી કાઢી હતી. NCBએ કહ્યું કે આ કેસમાં ઘણી કડીઓની તપાસ હજી થઈ રહી છે. તપાસ સાથે સંકળાયેલા એનસીબીના એક સૂત્રએ જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં એનસીબી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવીએ અંગેના રીપોર્ટસમાં સત્યતા નથી.

સૂત્રોએ આ દાવાઓનું પણ ખંડન કર્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ કેસમાં મની લોન્ડરિંગ તપાસ અંગે NCB સાથે ક્લોઝર રિપોર્ટ શેર કર્યો હતો. આ કેસમાં હજી પણ ઘણી કડીઓની તપાસ કરવાની જરૂર છે અને અ માટે એજન્સી ઇલેક્ટ્રોનિક ડેટાની તપાસ પણ કરવામાં આવી રહી છે. આ ડેટા આ કેસના સંદર્ભમાં ઘણા લોકોના મોબાઇલ ફોનથી પ્રાપ્ત થયા છે.

સેલીબ્રીટીઓની પૂછપરછ થઇ ચુકી છે
સુશાંત સિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં NCBએ ડ્રગને લગતા બે કેસ નોંધ્યા હતા. NCBએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શોવિક ચક્રવર્તીની સાથે અન્ય ઘણા લોકોની ધરપકડ કરી હતી. હાલમાં રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તી બંને જામીન પર બહાર છે. એનસીબીએ આ મામલે સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, રકુલ પ્રીત સિંહ, કરિશ્મા પ્રકાશ સહિતની અનેક સેલીબ્રીટીઓની પૂછપરછ કરી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

SSR કેસમાં ડી કનેક્શન ખુલશે?
ડી ફોર ડ્રગ્સ, ડી ફોર ડી કંપની અને બી ફોલ બોલીવુડ વચ્ચેનો નિકટતાના સંબંધો સમગ્ર દુનિયામાં દૂર-દૂર સુધી ફેલાયેલા છે. જલ્દી જ સંબંધોની સત્યતા પૂર્ણપણે જાહેર થવા જઈ રહી છે. આથી પ્રશ્ન થઇ રહ્યો છે કે જો NCB દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે તો કોઈ મોટો સમાચાર સામે આવશે કે કેમ? SSR કેસમાં મોટા ચહેરાઓના ષડયંત્રો સામે આવશે કે કેમ? બોલીવુડમાં ડ્રગ સપ્લાય અને ડી કંપની વચ્ચે શું સંબંધ છે? આ બધા પ્રશ્નોના જવાબ મળશે, બસ એનસીબી દ્વારા ચાર્જશીટ દાખલ થવાની રાહ જોવાઇ રહી છે.

બોલીવુડમાં ડ્રગ્સ કે ડ્રગ્સમાં બોલીવુડ?
ફિલ્મોમાં કામ કરનારા અભિનેતા-અભિનેત્રીઓ ડ્રગના વેપારીઓ સાથે મળીને નાના શહેરમાંથી આવેલા સુશાંત જેવા આશાસ્પદ યુવાનોને તેમજ તેમના સપનાઓને નિશાન બનાવે છે. બોલીવુડની ઝગમગાટની અંદર ડ્રગ્સના વેપારીઓ અને સપ્લાયરો એટલા ભળી ગયા છે કે અભિનેતા અને અભિનેત્રીઓ પર પણ ડ્રગના સેવન અને ડ્રગ સપ્લાયના આરોપો લાગ્યા છે. બોલીવુડ અને ડ્રગ્સના સંબંધ અંગે પ્રશ્ન થાય છે કે બોલીવુડમાં ડ્રગ્સ છે કે ડ્રગ્સમાં બોલીવુડ ડૂબેલું છે?

Next Article