Spider-Man No Way Home: અમેરિકાથી એક દિવસ પહેલા ભારતમાં રિલીઝ થશે સ્પાઈડરમેન, આ તારીખે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ

|

Nov 29, 2021 | 7:27 PM

સોની અને માર્વેલ સ્ટુડિયોએ ક્રિસમસ પહેલા સ્પાઈડર મેનના ચાહકોને ભેટ આપી છે. સ્પાઈડર મેન નો વે હોમ, MCUની સ્પાઈડર મેન ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ, એક દિવસ અગાઉ ભારતીય થિયેટરોમાં રિલીઝ થશે.

Spider-Man No Way Home: અમેરિકાથી એક દિવસ પહેલા ભારતમાં રિલીઝ થશે સ્પાઈડરમેન, આ તારીખે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Spider-Man No Way Home

Follow us on

સોની અને માર્વેલ સ્ટુડિયોએ (Marvel Studios) ક્રિસમસ પહેલા સ્પાઈડર મેનના ચાહકોને ભેટ આપી છે. સ્પાઈડર મેન નો વે હોમ, MCUની સ્પાઈડર મેન ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ, એક દિવસ અગાઉ 16 ડિસેમ્બરે ભારતીય થિયેટરોમાં રિલીઝ થશે.

અગાઉ આ ફિલ્મ ભારતીય સિનેમાઘરોમાં 17 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. ફેન્સને ધ્યાનમાં રાખીને મેકર્સે અમેરિકાથી એક દિવસ પહેલા ભારતમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મમાં ડોક્ટર સ્ટ્રેન્જ તરીકે બેનેડિક્ટ કમ્બરબેચ, નેડ લીડ્સ તરીકે જેકબ બેટન અને આન્ટ મે તરીકે મેરિસા ટોમી અભિનય કરે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સોની પિક્ચર્સ ઈન્ડિયાએ ટ્વીટ કર્યું, “અમારી પાસે માર્વેલ અને સ્પાઈડર-મેનના તમામ ચાહકો માટે રોમાંચક સમાચાર છે. અમારો મનપસંદ સુપરહીરો અમેરિકાથી એક દિવસ પહેલા સ્વિંગ કરશે. ‘સ્પાઈડર મેન નો વે હોમ’ 16 ડિસેમ્બરે હિન્દી, અંગ્રેજી, તેલુગુ અને તમિલ ભાષાઓમાં રિલીઝ થશે.

જૂની સિરીઝના તમામ વિલન સ્પાયડર-મેન ફ્રેન્ચાઈઝીમાં હશે

સ્પાઇડર-મેન ફ્રેન્ચાઇઝીનો નવો હપ્તો ત્યાંથી શરૂ થશે જ્યાંથી અગાઉનું ‘સ્પાઇડર-મેન: ફાર ફ્રોમ હોમ’ છોડી દીધું હતું. ફિલ્મમાં સ્પાઈડર મેનની ઓળખ સામે આવે છે અને પીટર ડોક્ટર સ્ટ્રેન્જ પાસે મદદ માંગે છે. જ્યારે જોદુ ખોટુ પડે છે, ત્યારે અન્ય વિશ્વમાંથી ખતરનાક દુશ્મનો આવવાનું શરૂ કરે છે. જે પીટરને સ્પાઈડર મેન બનવાનો ખરેખર અર્થ શું છે તે શોધવા તરફ દોરી જાય છે. તેમાં અગાઉના સ્પાઈડર-મેન ફ્રેન્ચાઈઝીના તમામ ખલનાયકોનો સમાવેશ થાય છે, જેમાં 2002ના સ્પાઈડર-મેનના વિલન ડેફોના ગ્રીન ગોબ્લિનનો સમાવેશ થાય છે.

અગાઉની સ્પાઈડરમેન ફ્રેન્ચાઈઝીના તમામ વિલનની હાજરીએ દર્શકોની અપેક્ષાઓ વધારી દીધી છે. ‘સ્પાઈડર મેન નો વે હોમ’નું ટ્રેલર રિલીઝ કરતી વખતે, ટોમ હોલેન્ડે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું, “અમે ફિલ્મનું ટ્રેલર એક થિયેટરમાં રિલીઝ કર્યું હતું જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. મારી સ્પાઈડર મેન કારકિર્દી દરમિયાન મને ટેકો આપવા બદલ આભાર. તમારા પ્રેમ અને સમર્થન બદલ આભાર. આ ફિલ્મ તમારા માટે છે અને હું આશા રાખું છું કે તમે તેને મારી જેમ માણશો, તમારા બધાને ઘણો પ્રેમ.”

આ પણ વાંચો: WBPHED Recruitment 2021: એન્જિનિયરો માટે બમ્પર ભરતી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: ICG Assistant Commandant Exam 2021: આસિસ્ટન્ટ કમાનડન્ટની જગ્યાઓ માટે ભારતીય કોસ્ટ ગાર્ડમાં ભરતી, જાણો તમામ વિગતો

Published On - 7:24 pm, Mon, 29 November 21

Next Article