Spicejet એરલાઈન્સે અભિનેતા સોનુ સુદને આપ્યું ટ્રિબ્યૂટ, પ્લેનમાં લગાવી મોટી તસ્વીર

|

Mar 20, 2021 | 10:48 PM

બોલીવુડ અભિનેતા સોનૂ સૂદે (Sonu Sood) લોકડાઉન દરમિયાન ગરીબોની ખૂબ મદદ કરી છે. ઘણા પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા હતા. આ દરિયાદિલીને સલામ કરતા સ્પાઈસજેટ (Spicejet) એરલાઈન્સે ખાસ રીતે અભિનેતા સોનુ સૂદને ટ્રિબ્યૂટ આપ્યું છે.

Spicejet એરલાઈન્સે અભિનેતા સોનુ સુદને આપ્યું ટ્રિબ્યૂટ, પ્લેનમાં લગાવી મોટી તસ્વીર

Follow us on

બોલીવુડ અભિનેતા સોનૂ સૂદે (Sonu Sood) લોકડાઉન દરમિયાન ગરીબોની ખૂબ મદદ કરી છે. ઘણા પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા હતા. આ દરિયાદિલીને સલામ કરતા સ્પાઈસજેટ (Spicejet) એરલાઈન્સે ખાસ રીતે અભિનેતા સોનુ સૂદને ટ્રિબ્યૂટ આપ્યું છે. સ્પાઈસજેટ એરલાઈન્સે સોનુ સુદને સેલ્યૂટ કરતા પોતાની કંપનીના સ્પાઈસજેટ બોઈંગ 737 પર તેમની એક મોટી તસ્વીર લગાવી છે.

 

 

આ તસ્વીરની સાથે સોનુ માટે અંગ્રેજીમાં એક ખાસ પંક્તિ પણ લખવામાં આવી છે. ‘અ સેલ્યુટ ટૂ ધ સેવિઅર સોનુ સૂદ’ જેનો મતલબ છે કે ‘મસીહા સોનુ સૂદને સલામ’ આ ખાસ એરપ્લેનનો વીડિયો સ્પાઈસજેટને પોતાના અધિકૃત ટ્વીટર એકાઉન્ટર પર શેયર કર્યો છે.

 

 

આ ટ્રિબ્યૂટથી ખુશ થઈને સોનુ સુદે એરોપ્લેનની થોડીક તસ્વીરો શેર કરી લખ્યું ‘મને પંજાબના મોગાથી મુંબઈની મુસાફરીની યાદ અપાવી દીધી. આજે મારા માતાપિતાને મિસ કરી રહ્યો છું’. સ્પાઈસજેટના પ્લેનમાં સોનુની તસ્વીર લાગવા પર અભિનેત્રી કાજલ અગ્રવાલ અને અભિનેતા રિતેશ દેશમુખે શુભેચ્છા આપી છે.

 

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: પરમબીરસિંહના લેટર બોમ્બ બાદ રાજકારણ ગરમાયું, ભાજપે કરી અનિલ દેશમુખના રાજીનામાની માંગ

Next Article