ખાસ કનેક્શન : સાઉથનો સુપરસ્ટાર યશ દીપિકા પાદુકોણ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માંગે છે, જાણો શું છે કારણ ?

|

Apr 21, 2022 | 10:19 AM

સાઉથના રોકિંગ સ્ટાર યશની (Actor Yash) ફિલ્મ 'KGF 2' તાજેતરમાં જ રિલીઝ થઈ છે અને આ ફિલ્મે તેની રિલીઝના માત્ર એક અઠવાડિયામાં જ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે.

ખાસ કનેક્શન : સાઉથનો સુપરસ્ટાર યશ દીપિકા પાદુકોણ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માંગે છે, જાણો શું છે કારણ ?
Yash wanted to debut in bollywood with deepika padukone

Follow us on

આજકાલ સાઉથના રોકિંગ સ્ટાર (South Star) તરીકે ઓળખાતો અભિનેતા યશ (Actor Yash)  ચર્ચામાં છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘KGF 2‘એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં ઘણા રેકોર્ડ તોડવા જઈ રહી છે. આ ફિલ્મ 1,000 કરોડની ક્લબમાં સામેલ થવાની છે અને તે પણ રિલીઝના માત્ર એક અઠવાડિયામાં. યશે આ ફિલ્મમાં શાનદાર કામ કર્યું છે, તેના સિવાય આ ફિલ્મ સાથે જોડાયેલા તમામ કલાકારોએ પોતાના પાત્રોને જબરદસ્ત રીતે ભજવ્યા છે. પરંતુ આ દરમિયાન યશના જૂના ઈન્ટરવ્યુનો એક વીડિયો સોશિયલ મીડિયા(Social media)  પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે દીપિકા પાદુકોણ સાથે કામ કરવાની ઈચ્છા વિશે જણાવી રહ્યો છે.

સુપરસ્ટાર યશનુ દીપિકા સાથે ખાસ કનેક્શન..!

KGF: ચેપ્ટર 2 એ માત્ર એક અઠવાડિયામાં બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી (Box Office Collection) રહ્યું છે અને આજે અમે તમારા માટે દીપિકા પાદુકોણ (Deepika Padukone) વિશે વાત કરતા યશનો એક રસપ્રદ થ્રોબેક વીડિયો લઈને આવ્યા છીએ અને તેણે તેની સાથે હિન્દી ફિલ્મમાં પદાર્પણ કરવાનું કારણ શું છે. મિસ કાયરા સાથેના અગાઉના ઈન્ટરવ્યુમાં યશને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, ‘એક બોલિવૂડ અભિનેત્રી જેની સાથે તમે બોલિવૂડમાં(Bollywood)  ડેબ્યૂ કરવા માંગો છો ?’ તો યશે જવાબ આપ્યો, “દીપિકા,કારણ કે તે બેંગ્લોરની છે.”

જુઓ વીડિયો

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

 

યશ દીપિકા સાથે ડેબ્યૂ કરવા માંગે છે

બેંગ્લોરનું આ કનેક્શન એ કારણ છે કે યશને હિન્દી ફિલ્મોમાં તેની સહ-કલાકાર તરીકે દીપિકા ગમે છે. આટલું જ નહીં, યશે દીપિકાના બેટર હાફ રણવીર સિંહ સાથે જોડાયેલા સવાલનો પણ રસપ્રદ જવાબ આપ્યો. તેને બોલિવૂડને લઈને બીજો સવાલ પૂછવામાં આવ્યો હતો. સવાલ એ હતો કે, ‘એક બોલિવૂડ સ્ટાર તરીકે કોને જુઓ છો?’. જેના પર યશે જવાબ આપ્યો, “રણવીર સિંહ સારો છે.

બાદમાં યશે કહ્યું, ‘રણવીર સિંહ અને રણબીર બંને ખૂબ સારા છે. મેં તાજેતરમાં ‘સંજુ’ જોઈ,જેમાં રણબીરે અદ્ભુત કામ કર્યું છે. અને રણવીરે ખિલજીના રોલમાં અદભૂત કામ કર્યું છે. સંજય લીલા ભણસાલીની ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ જોયા પછી, મેં રણવીરના કામની પ્રશંસા કરવાનું શરૂ કર્યું છે. અમને ખાતરી છે કે યશના ચાહકો તેને દીપિકા સાથેની ફિલ્મમાં જોવા માટે ચોક્કસ ઉત્સાહિત હશે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : જયેશભાઈ જોરદાર: રણવીર સિંહને દીપિકા પાદુકોણ પાસેથી શું અપેક્ષા છે, અભિનેતાએ ખુલાસો કર્યો !

આ પણ વાંચો : અલ્લુ અર્જુને તમાકુની ‘એડ’ ઠુકરાવતા બોલિવૂડ સ્ટાર્સ ટ્રોલર્સના નિશાને, અક્ષય કુમારે ચાહકોની માફી માંગી

Published On - 10:02 am, Thu, 21 April 22

Next Article